Last Update : 15-October-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૫-૧૦-૨૦૧૨ સોમવાર

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૫ મિ.


નવકારસી સમય (અ) ૭ ક. ૨૫ મિ. (સૂ) ૭ ક. ૨૩ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૭ ક. ૫૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ હસ્ત સવારના ૯ ક. ૦૯ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સાંજના ૭ ક. ૫૬ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ, રા.દિ.આ/૨૩
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ અમાસને સોમવાર.
- સર્વયીત્રી અમાસ, દર્શ અમાવાસ્યા.
- ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાધ્ધ. મહાલયા સમાપ્ત.
- વૈદ્યૃતિ યોગ રાત્રે ૧૦ ક. ૦૬ મિ. સુધી
- સોમવતી અમાસ સાંજના ૫ ક. ૩૩ મિ. સુધી
- સાંઝીની સમાપ્તી. કોટની આરતી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૯ રોજ માહેસ્પંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામના લીધે આપના કામમાં વધારો થાય. નોકર-ચાકરવર્ગનો સાથ મેળવવામાં મુશ્કેલી નડે.
વૃષભ ઃ પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. રૃકાવટ-મુશ્કેલીને દૂર કરવામાં આપના અનુભવ આવડત કામે લાગે.
મિથુન ઃ આપના કામમાં વ્યસ્ત રહો છતાં નાની એવી ભૂલના લીધે આપને રૃકાવટ અનુભવાય. મિત્રવર્ગની ચિંતા રહે. ખર્ચ અનુભવાય.
કર્ક ઃ દેશ-પરદેશના કામકાજ અંગે ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ સહકાર પ્રાપ્ત કરી શકો.
સિંહ ઃ નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ લાવી શકો. પરંતુ નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.
કન્યા ઃ વિચારોની દ્વિધાના લીધે માનસિક પરિતાપ અનુભવાય. તેમ છતાં આપે આપના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચ અનુભવાય.
તુલા ઃ કોર્ટ-કચેરીના કામકાજ અંગે આપની દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો થાય. તેમ છતાં આપના ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં.
વૃશ્ચિક ઃ આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સગા સંબંધી-મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. સંતાનની ચિંતા ઓછી થાય.
ધન ઃ નોકરી-ધંધાના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા હર્ષની લાગણી અનુભવાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મકર ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. પરંતુ યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી.
કુંભ ઃ તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આપના માટે હિતાવહ રહેશે. અકસ્માતથી સંભાળવું પડે.
મીન ઃ આપના રોજિંદા કામની સાથે અન્ય વ્યવહારિક-સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. વૈચારિક દ્વિધા અનુભવાય.

જન્મતારીખ વર્ષ સંકેત
તા. ૧૫ ઓક્ટોબર
વર્ષ દરમ્યાન શનિની પ્રતિકૂળતાના લીધે આપને રૃકાવટ-મુશ્કેલીનો અનુભવ થયા કરે. પરંતુ ગુરુ ગ્રહની પ્રબળતા આપની મુશ્કેલીઓ હળવી કરે. તેમ છતાં વર્ષ દરમ્યાન આપે ધીરજ અને સાવધાનીપૂર્વક આગળ વધવું. કૌટુંબિક-પારિવારીક, સામાજિક પ્રશ્નોનો આપે ખૂબજ કુનેહપૂર્વક ઉકેલ લાવવો. આપનો આવેશ-ઉશ્કેરાટ પરિસ્થિતિ બગાડી દે તેવું બને. આવક છતાં આકસ્મિક ખર્ચાઓને લીધે જો વ્યવસ્થિત નાણાંકીય આયોજન નહીં હોય તો નાણાંભીડ અનુભવશો. સ્ત્રીવર્ગને પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થીબંધુએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહી.

 

સુપ્રભાતમ્

યુદ્ધ ન કરવામાં પણ પોતાનું કંઈ હિત નથી એમ રાજાને ખાતરી થાય ત્યારે તે યુદ્ધ કરતાં કરતાં શત્રુની સાથે મરણ પામે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી બાઈક લઈને આવેલા છગનને મગનને કહ્યું, ‘‘ચાલો, આપણે રેસ લગાવીએ...’’
‘‘ભલે’’, છગન બોલ્યો, ‘‘હારે એ બે હજાર રૂપિયા ભાઈબંધો વચ્ચે વાપરે...’’ થોડી સેકન્ડમાં એ બોલ્યો, ‘‘પણ મને રસ્તાની નથી ખબર.’’
‘‘કંઈ વાંધો નહીં’’, મગન બોલ્યો, ‘‘તું મારી પાછળ પાછળ આવજે...’’
‘‘હા, છગને કહ્યું, એ બરોબર છે.’’

[Top]
 

આજ ની રેસીપી

દશેરા-દિવાળીનાં અવનવાં મીઠાઈ-ફરસાણની મિજબાની

માવા ટોસ્ટ

 


સામગ્રી ઃ ૭-૮ બ્રેડની સ્લાઈસ, ૧ વાટકી છીણલો માવો, ૧ વાટકી બાફેલી સમારેલી પાલક,થોડા વાટેલા મરી, ૨ ચમચા ટામેટાનો સોસ, ૨ ટામેટા, ૧ ચમચો માખણ, ૧/૨ ચમચી મીઠું.

 

રીત ઃ બ્રેડની સ્લાઈસને ગોળ કાપી લો. સ્લાઈસ પર થોડું મોખણ લગાવો. પાલક અને ટામેટાનો સોસ મિક્સ કરીને સ્લાઈસ પર લગાવી દો. માવો ભભરાવી દો. વાટેલા મરી નાખી બેક કરો. ટામેટાં કાપીને સજાવો અને ફરી બેક કરી પીરસો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved