Last Update : 13-October-2012, Saturday

 

હમો-રાજાની બ્રિટનમાં ‘મહેમાનગતિ’?

- મન્નુ શેખચલ્લી

 

પાત્રોની સમજુતિ ઃ
હમો-રાજા = ગુજરાતના એક માત્ર રાજા, જે માને છે કે ‘હમો જ રાજા થવાને સર્જાયા છીએ’
તમો-પ્રજા = ગુજરાતની મામુલી પ્રજા જેને બધા નેતાઓ ‘તમો-પ્રજા’ કહીને ઘૂતકારે છે.
નમો-કારભારી = ગુજરાતના હમો-રાજાને નમો નમો કરીને નમવાનું કામ કરતા હજુરીયા.
* * *
હમો રાજા રંગમાં આવી ગયા છે. ખુશીથી ઉછળતા નમો કારભારીને બૂમ પાડે છે.
‘‘અલ્યા નમો કારભારી? ઓ નમો કારભારી!’’
‘‘જી રાજાજી.’’
‘‘હમો શું બોલ્યા?’’
‘‘તમો બોલ્યો કે નમો કારભારી.’’
‘‘તો નમો?’’
(કારભારી નમે છે હમો રાજા ખુશ થાય છે.)
‘‘અલ્યા સાંભળ્યું? હમોને છેક બ્રિટનથી શિરપાવ મળ્યો છે! ’’
‘‘ઓહો? દસ વરસ પહેલાં તો તમને ત્યાં ધૂસવા નહોતા દેતા.’’
‘‘હા, પણ એ પ્રતિબંધ ઊઠી ગયો!’’
‘‘તો એ વળી શિરપાવ શેનો કહેવાય? આ તો માંડ દસ વરસે માફી મળી કહેવાય!’’
‘‘અલ્યા કારભારી? તું બહુ દોઢ ડાહ્યો થઈ ગયો છે.’’
‘‘બઘું તમારી પાસેથી જ શીખ્યું છું બાપુ!’’
‘‘શટ અપ. અને સાંભળ, હવે બ્રિટનના રાજદૂત અહીં હમોનો વિકાસ જોવા આવવાના છે.’’
‘‘જરૂર બતાડો રાજાજી, તમો અરીસામાં તો હજાર ગણા વિકાસ પામ્યા છો!’’
‘‘ફરી પાછો ચાંપલો થયો? સાંભળ, એ રાજદૂત ફક્ત હમોનો નહિ તમોનો એટલે કે પ્રજાનો વિકાસ જોવા આવવાના છે.’’
‘‘હે ભગવાન! ફરી અમારે પ્રજાની પરેડો ગોઠવવી પડશે?’’
‘‘પરેડ નહિ ડફોળ! પ્રજાનો વિકાસ તો સૌને દેખાય છે.’’
‘‘એ તો તમારા જ માઈક્રોસ્કોપમાંથી!’’
‘‘માઈક્રોસ્કોપ નહિ, દૂરબીન! હમોને દૂર દૂર સુધીનો વિકાસ દેખાય છે.’’
‘‘પણ દીવા તળે કદી અંધારું દેખાય છે?’’
‘‘શું બોલ્યો?’’
‘‘કંઈ નહિ. પણ રાજાજી, પેલો રાજદુત તો એમના બ્રિટીશ નાગરીકોને રમખાણ વખતે કંઈ થયું તો નહોતું, એની તપાસ કરવાનો છે ને કંઈ?’’
‘‘તો ભલે ને કરતો?’’
‘‘પણ બ્રિટીશ નાગરિકોનો વાળ પણ વાંકો થયાનું બહાર આવ્યું તો?’’
‘‘તો શું? ભલે ને મારા પર કેસ કરતા?’’
‘‘પણ રાજાજી, કેસ બ્રિટનમાં થાય તો?’’
‘‘તો?’’
‘‘તો તમારે ત્યાંની કોર્ટમાં જવું પડે ને?’’
‘‘તો?’’
‘‘તો શું! કદાચ એટલે જ તમારો બ્રિટનમાં દાખલ થવાનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે!’’
‘‘હેં?’’

Share |
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved