Last Update : 13-October-2012, Saturday

 

રોજગારલક્ષી શિક્ષણ આપવા માગણી
સીએ અને એમબીએ થયેલા પણ નોકરી માટે ફાંફા મારે છે

 

- ટેકનિકલ ક્ષેત્રે ગ્રેજ્યુએટ ઘણા પણ કાર્યક્ષમતાનો અભાવ જણાય છે

 

તાજેતરમાં એક સીએ પાસ થનાર વિદ્યાર્થીનીનો ફોન આવ્યો હતો કે સીએ થયે ત્રણ મહિના થયા પણ નોકરી નથી મળતી. ઈન્ટરનેટ પરની જોબસર્ચ પર પણ કોઈ પ્રતિભાવ નથી મળતો. આવા કિસ્સામાં એક જ સલાહ અપાતી હોય છે કે હાલમાં ભલે ઓછા પગારે નોકરી મળે પણ તે લઈ લો, અનુભવ કામ આવશે પરંતુ અહીં ચિંતાનો વિષય એ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થનારાને પણ જો આસાનીથી નોકરી ના મળતી હોય તો બાકીનાઓની તો કેવી સ્થિતિ હશે તે સમજી શકાય છે.
યુપીએ કેન્દ્ર સરકારે જેમ આર્થિક સુધારણાનો મુદ્દો હાથ પર લીધો છે એમ શૈક્ષણિક સ્તરે પણ સુધારણા હાથમાં લેવાની જરૃર છે. ગઈ ૨૪ સપ્ટેમ્બરે દિલ્હીમાં અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષણ સમિતિ અને ભારતીય ઉદ્યોગ સંસ્થાનો દ્વારા આયોજીત પરિસંવાદમાં એ બાબતે ચિંતા વ્યક્ત થઈ હતી કે વિશ્વની ટોચની ૨૦૦ શિક્ષણ સંસ્થાઓમાં ભારતનું નામ નથી. ટેકનીકલ ક્ષેત્રે ભારત પાસે ૨૨ લાખ વિદ્યાર્થીઓ છે. વિશ્વમાં આ રીતે ભારત અમેરિકા પછી બીજા નંબરે આવે છે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવો ઉલ્લેખ હતો કે એમબીએ પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ૨૧ ટકા જેટલા જ નોકરીને પાત્ર છે. ૨૯ મોટા શહેરોમાં કરાયેલા સર્વે અનુસારનો આ સર્વે આંચકાજનક છે.
ટેકનીકલ ક્ષેત્રે થયેલા ગ્રેજ્યુએટને પણ જોબ આપતા પહેલાં ટ્રેનીંગમાંથી પસાર થવાનું કહેવાય છે. ટોચની આઈટી કંપની ઈન્ફોસીસે કહ્યું હતું કે અમે જે કામ આઈટી એન્જીન્યર પાસેથી લેવા ઈચ્છીએ છીએ તેમાં તેને પ્રથમ ટ્રેનીંગ માટે મોકલાય છે પછી તેની કાર્યક્ષમતા જોવાય છે.
દેશના ઉદ્યોગો અને પ્રોફેશનલ કંપનીઓમાં ટેકનીકલ નિષ્ણાત સ્ટાફની મોટી અછત છે.
આપણે ત્યાં ગામડામાં નરેગા જેવી સરકારી સ્કીમોના કારણે રોજગારી ઘરબેઠા મળી જાય છે. નરેગાના કૌભાંડ હેઠળ માત્ર હાજરી પૂરવાના પૈસા મળી જાય છે. પરંતુ શિક્ષિત વર્ગ માટે શહેરી વિસ્તારોમાં આવી કોઈ સવલતો નથી.
સત્તાવાળાઓ એમ કહ્યા કરે છે કે નાના સેન્ટરોમાં કોઈ નોકરીએ જવા તૈયાર નથી પરંતુ હકીકત તો એ છે કે લોકો કોઈપણ સ્થળે નોકરીએ જવા તૈયાર છે. અમદાવાદથી વડોદરા અપડાઉન કરનારની લાઈફ મુંબઈના લોકો જેવી હોય છે એમ કહેવામાં કશું ખોટું નથી. પરંતુ મુંબઈમાં ટ્રેનોની સવલત જેવી વડોદરા અપડાઉન કરનારા માટે નથી. માત્ર વડોદરા નહીં પણ ગાંધીનગર, વિરમગામ, મહેસાણા, હિંમતનગર તરફ પણ હજારો લોકો નોકરી અર્થે અપડાઉન કરે છે. એટલે એમ ના કહી શકાય કે લોકો નાના ટાઉનમાં નોકરી કરવા જવા તૈયાર નથી.
હવે લોકો ગમે ત્યાં નોકરી કરવા તૈયાર થઈ જાય છે પરંતુ ઉદ્યોગોના મતે તેમને જોઈતી કાર્યક્ષમતા અને કૌશલ્ય વાળો કર્મચારી મળતો નથી. આ સંજોગોમાં જોબ ઓરીએન્ટેડ કોર્સીસ પર ભાર મુકવાની જરૃર છે.
સારી જોબ માટે દેશની કોલેજોમાં ચાલતા પ્રોફેશનલ કોર્સ માટે ડિગ્રીની સાથે-સાથે કોમ્યુનિકેશનની આવડત, વાક્છટા, આંકડાકીય સંશોધનની આવડત, ઓવરઓલ જાગૃતી, સારું અંગ્રેજી વગેરેમાં પણ વિદ્યાર્થીઓને નિપુણ બનાવવા જોઈએ.
હવે જ્યારે એક તરફ વિદેશી કંપનીઓને રોકાણ માટે લાલ જાજમ બીછાવવામાં આવી રહી છે ત્યારે આવી કંપનીઓને લાયક કર્મચારીઓની પણ જરૃર પડશે. મંદીનો સામનો કરવો હોય કે વિકાસને વેગ આપવો હોય તો બેઝીક કોર્સ પણ મુખ્ય ડિગ્રી સાથે કરવાની જરૃર છે. માત્ર શૈક્ષણિક ડિગ્રી નહીં પણ તે અંગેની બેઝીક જરૃરિઆતોને પણ સમજવાની જરૃર હોય છે.
આમ માત્ર ઉચ્ચ શિક્ષણ નહીં પણ ઓવરઓલ ડેવલોપમેન્ટ જરૃરી બની ગયું છે.
આગળ લખ્યું છે એમ જ્યાં સીએ થયેલા જો જોબ શોધતા હોય તો પછી સામાન્ય ગ્રેજ્યુએટને તો જોબ કેવી રીતે મળે?! જોકે વધુ શિક્ષિત ઉંચા પગારની અપેક્ષા રાખે તે સ્વભાવિક છે. જ્યારે ગ્રેજ્યુએટ સ્તરના લોકો ઓછા પ્રકારના પગારે નોકરી સ્વિકારી લે છે. સૌથી વધુ યુવા વસ્તિવાળો દેશ ભારત છે. જો તેનું ઓવરઓલ ડેવલોપમેન્ટ થાય તો બેકારીને ભગાડી શકાય એમ છે.
ઉચ્ચ શિક્ષણ મેળવનારને જ્યારે જોબના ફાંફા પડે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. સૌથી વધુ પગાર આપતા કોર્સ તરીકે કોઈ વિદ્યાર્થી મહામહેનતે સીએ થાય અને પછી હાથમાં બાયોડેટા લઈને ફરવું પડે ત્યારે વિદ્યાર્થી અને વાલી તેમજ સમાજને આઘાત લાગે તે સ્વભાવિક છે. સરકારે જેમ આર્થિક પરિવર્તન માટે ડંડો પછાડયો છે એમ શિક્ષણ ક્ષેત્ર માટે પણ કરવા જેવું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 

 

 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved