Last Update : 13-October-2012, Saturday

 

સુથારી, દરજી અને હેર કટિંગનું કામ કરતાં સ્ટુડન્ટસ કહે છે,

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી

-સ્ટુડન્ટસ પોતાના પારંપરિક વ્યવસાય દરજીકામ, સુથારી કામ, ઘોબી કામ કરીને ઈન્કમ મેળવી એજ્યુકેશનનો ખર્ચ સરભર કરે છે.

ગ્રામિણ વિસ્તારમાંથી હાયર એજ્યુકેશન માટે શહેરની વાટ પકડતા સ્ટુડન્ટસ શહેરની હવા લાગતાની સાથે જ પોતાનો પરંપરાગત વ્યવસાય અપનાવવામાં શરમ અનુભવે છે. જો કે આ બધાની વચ્ચે કેટલાંક એવા પણ સ્ટુડન્ટસ છે જેઓ એજ્યોકેશનનો ખર્ચ પોતાના પેરેન્ટસ પર નાખવાને બદલે પોતાનો પરંપરાગત વ્યવસાય કરીને એજ્યુકેશન માટેના ખર્ચ જેટલી ઈન્કમ મેળવતા હોય છે. ગૂજરાત વિદ્યાપીઠની પ્રાણજીવન છાત્રાલયના સ્ટુડન્ટસ અને ગૃહપતિએ એક નવો પ્રયોગ અપનાવ્યો છે જેમાં કપડાની સિલાઇ, હેરકટિંગ, કપડાની ઇસ્ત્રી કરવી, અને ફર્નિચર કામ થકી સ્ટુડન્ટસ રોજગારી મેળવે છે. મુળ ઉત્તરપ્રદેશના અને હાલમાં વાડજમાં રહેતા અને ગૂજરાત વિદ્યાપીઠમાં સંસ્કૃત વિષય સાથે બી.એડ કરતા મંગલાપ્રસાદ બિસ્મકર્મા સ્ટડીની સાથે સુથારીકામ કરે છે જેમાં તેઓ માળીયા, કબાટ, કિચન, પલંગ, ડ્રેસિંગ તથા વિદ્યાપીઠના પરિસરના ફર્નિચર બનાવે છે. સુરેન્દ્રનગરના મેમકા ગામનો રહેવાસી ભરતભાઇ વાળીયા સંસ્કૃત વિષય સાથે બી.એડનો અભ્યાસ કરે છે સાથે સાથે કપડાની સિલાઇ કામ કરે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના કપડા જેવા કે પેન્ટ, શર્ટ, ઝભ્ભા લહેગા, અને વણાટકામ વગેરે જેવા સિલાઇના કામ કરે છે. બજારભાવ કરતાં ઓછી કિંમતમાં વિદ્યાર્થીઓને કપડા તૈયાર કરી આપવામાં આવે છે. વલસાડ જિલ્લાના મોટી પલસાણના રહેવાસી મોહન માદલા હાલ ગુજરાતી વિષય સાથે બી.એડનો અભ્યાસ કરે છે તેઓ હેર કટિંગનું કામ કરે છે બજારમાં વિદ્યાર્થીઓને હેરકટિંગ માટે કલાકો સુધી રાહ જોવી પડે છે તેથી હવે હોસ્ટેલમાં જ હેરકટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાવનગરના બોડેલીનો રહેવાસી અનિલ પરમાર પેઇન્ટરનું કામ કરે છે સંસ્થા ઉપરાંત વિદ્યાર્થીને અભ્યાસ માટે જરૃરી પેઇન્ટિંગ ભરત પરમાર બનાવે છે. સુરેન્દ્રનગરના અંબાલા ગામના વતની અશોક પરમાર કપડા પ્રેસ કરવાનું કામ કરે છે, વિદ્યાર્થીઓને બહાર કપડાં પ્રેસ કરવાના જોડી દીઠ પાંચ કે દસ રૃપિયા ચૂકવવા પડે છે જે હોસ્ટેલમાં એક રૃપિયામાં કરી આપવામાં આવે છે.
આ અંગે સુથારી કામ કરતા મંગલાપ્રસાદ કહે છે, છેલ્લા પાંચ વર્ષથી હું સુથારી કામ કરુ છું અને દરેક પ્રકારનું ફર્નિચર બનાવું છે મારે શિક્ષક બનવું છે તેથી બી.એડનો અભ્યાસ કરુ છું. શિક્ષણ પાછળ થતો તમામ ખર્ચ હું જાતે મહેનત કરીને સરભર કરુ છું. સ્વાવલંબી શિક્ષણ મેળવવામાં ક્યારેય નિષ્ફળતા મળતી નથી.
આ અંગે દરજી કામ કરતા ભરત વાળીયા કહે છે કે ઘરની પરિસ્થિતી સારી ન હોવાથી મારે જાતે જ મારા શિક્ષણનો ખર્ચ કાઢવો પડતો હતો તેથી મે દરજી કામ શીખ્યું છેલ્લા બે વર્ષતી દરજીકામ કરીને શિક્ષણ મેળવું છું. ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ સાથે વ્યવસાય કરવાની તક મળી એટલે હોસ્ટેલમાં જ દરજી કામની શરૃઆત કરી જેથી વિદ્યાર્થીને ઓછા ખર્ચમાં કપડા તૈયાર થઇ જાય.
આ અંગે હેર કટિંગ કરતા મોહન માળીયા કહે છે કે હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે બજારમાં હેરકટિંગ માટે જાય છે ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવી પડે છે તેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે હોસ્ટેલમાં જ હેરકટિંગનો વ્યવસાય શરૃ કરી દીધો, આ અગે કપડાને પ્રેસ કરતા અશોક કહે છે કે મોટા ભાગની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કપડાની પ્રેસ કરવા એક જોડી પાછળ ૧૦ રૃપિયા ખર્ચતા હોય છે જ્યારે અમારી હોસ્ટેલમાં એક રૃપિયામાં કપડાને પ્રેસ કરવામાં આવે છે.આ અંગે ગૃહપતિ સંદિપ ગોસ્વામી કહે છે કે મહાત્મા ગાંધીજીના વિચારો અનુસાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved