Last Update : 13-October-2012, Saturday

 
દિલ્હીની વાત
 

વાઢેરા પછી કોંગ્રેસ માટે કોયડો બનતા ખુરશિદ
નવી દિલ્હી,તા.૧૨
આજે પાટનગરમાં બે સ્થળો કેન્દ્ર બિંદુ બન્યા હતા ઃ વડાપ્રધાનનું નિવાસ સ્થાન, ૭ રેસકોર્સ રોડ, અને જાહેર વિરોધ માટેનું મુખ્ય સ્થળ જેવો જંતરમંતર વિસ્તાર સક્રિય કાર્યકરમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલને વડા પ્રધાનની મુલાકાતનો ઇન્કાર કરાતા તેઓ આજે અપંગોનું પ્રતિનિધિ મંડળ લઇને ૭, રેસકોર્સ રોડ ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશિદ અને એમના પત્ની લુઇઝી દ્વારા શરીરીર અપંગો માટે ચલાવાતા ટ્રસ્ટ સામેના આક્ષેપોની રજુઆત માટે કેજરીવાલ વડા પ્રધાનને મળવા માગતા હતા. એક ટીવી ચેનલે આદરેલા સ્ટીંગ ઓપરેશન પછી કાયદા પ્રધાનના આ ટ્રસ્ટ સામે આક્રોશ ફાટી નિકળતા ટીમ કેજરીવાલનો જુસ્સો વધ્યો હતો. આજે દેશવ્યાપી દેખાવો થયા હતા. કેન્દ્ર સરકારની ગ્રાંટ મેળવતા ટ્રસ્ટ સામે ૭૧ લાખ રૃપિયાની ઉચાપતનો આરોપ છે. ટીમ કેજરીવાલે આ ગુન્હા બદલ ખુરશિદની ધરપકડની માંગણી કરી છે. કોંગ્રેસ પક્ષ અને યુપીએ સરકારની કરૃણતાએ છે કે હજી તેઓ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને ઘેરતા વિવાદમાંથી બહાર આવ્યા નથી ત્યાં આ નવા ખુરશિદ કાંડમાં ફસાયા ! અલ્હાબાદ હાઇકોર્ટે વાઢેરા કેસમાં અરજી દાખલ કરી છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી વેળા અનામત મુદ્દે વાંધાજનક ટિપ્પણી કરીને પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મુક્યો હોવાની વાતને યાદ કરી છે. ખુરશિદની હકાલપટ્ટી માટે સોનિયા પર દબાણ વધી રહ્યું છે.
કેજરીવાલ સામે કેસની ખુરશિદની ધમકી
કેન્દ્રના કાયદા પ્રધાન સલમાન ખુરશિદે એમના ટ્રસ્ટ સામેના પાયાહીન આક્ષેપો બદલ અરવિંદ કેજરીવાલ અને ટીવી ચેનલ આજતક સામે કેસ કરવાની ધમકી આપી છે. ખુરશિદના ટ્રસ્ટે શારીરિક અપંગ માનવો માટેના ભંડોળની ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. કેજરીવાલે ખુરશિદને એમની ધમકીનો અમલ કરવાનો પડકાર ફેંક્યો છે. હાલમાં લંડનમાં બેઠેલા ખુરશિદે એક મુલાકાતમાં કેજરીવાલ પોતાને જાતે બની બેઠેલા જાહેર નૈતિકતાના રક્ષક માનતા હોવાનો ટોણો માર્યો છે. ખુરશિદે કેજરીવાલને છાના હુમલાખોરનું બિરૃદ પણ આપ્યું છે. કાયદા પ્રધાને ટીવી ચેનલ સામે પણ સમાચારમાં અતિરેકયુક્ત ટોન વાપરવાનો આક્ષેપ કર્યો છે. ખુરશિદના મતે, કેજરીવાલના દાવા શંકાસ્પદ અર્થઘટન અને વિવાદાસ્પદ દસ્તાવેજો પર આધારિત છે.
કોંગ્રેસ સામે વધુ મુશ્કેલી, ભાજપ શેરીઓમાં
જ્યારે ટીમ કેજરીવાલ ખુરશિદને લબડધક્કે લઇ રહી હતી ત્યારે ભાજપ નેતાઓ આજે જંતરમંતર ખાતે વિરોધ દેખાવોમાં યુપીએ સરકાર પર પ્રહારો કરતા જણાયા હતા. તૃણમૂલ કોંગ્રેસે ગઈ તા.૧ ઓક્ટોબરે યોજેલી એફડીઆઈ વિરોધી રેલી પછી આજે અહીં ભારે દેખાવો યોજાયા હતા. લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલીએ આવસ્યક ચીજવસ્તુઓ, ડીઝલ અને એલપીજીના ભાવવધારાના મુદ્દે યુપીએ સરકાર પર નવેસરથી નિશાન સાધ્યા હતા. જેટલીએ કહ્યું કે યુપીએ-૨ સરકાર દેશને અત્યાર સુધીમાં મળેલી સહુથી વધુ ભ્રષ્ટ સરકાર છે. મતદારો આગામી ચૂંટણીમાં એને પદાર્થપાઠ ભણાવશે. સુષ્માએ કહ્યું કે સરકારને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી. એ આશ્ચર્યપ્રેરક છે કે, કોંગ્રેસના શાસનમાં હંમેશા ભાવ વધ્યા છે. જેટલીએ કહ્યું કે એફડીઆઈ ખેડૂતોની ખબર લઈ નાખશે.
પ્રણવ મુખરજીને કોઈ અનુસરશે ખરું?
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ''હીઝ એક્સેલન્સી'' જેવા સન્માનસૂચક શબ્દોને હટાવી દઈને દાખલો બેસાડયો છે. હવેથી એમને 'માનનીય રાષ્ટ્રપતિ' એ શબ્દો સાથે સંબોધાશે. પ્રણવદાનો હેતુ લોકો સાથે સંપર્ક વધારવાનો છે, પરંતુ સવાલ એ પૂછાઈ રહ્યો છે કે જ્યાં રાજકીય પક્ષોના નેતાઓ માટે 'સુપ્રીમો' જેવા શીર્ષક વપરાય છે એ દેશમાં અન્ય મહાનુભાવો પ્રણવબાબુના દાખલાને અનુસરશે? એટલું જ નહિ, પોએઝ ગાર્ડનની લોખંડી મહિલા અને તમિલનાડુના મુખ્ય પ્રધાન જય લલિતાને ''રાઇટ ઓનરેબલ પુરાત્ચી થાલાચિ ડૉ. જયલલિતા'' તરીકે સંબોધાઇ રહ્યાં છે. પૂર્વ ભાજપ પ્રમુખ એલ.કે.અડવાણી લોખંડી પુરૃષ તરીકે જાણીતાં હતાં, પરંતુ સામાન્ય માણસ, પાછળથી આવાં શીર્ષકોથી કંટાળી જતા હોય છે.
'મ' પરિબળ
અનેક મોટા માથાનાં નામ 'મ' થી શરૃ થતા હોઇ 'મ' પરિબળ અવારનવાર સમાચારોમાં ચમકતું રહે છે. પાટનગરના રાજકીય વર્તુળોમાં ચાલુ થયેલો આને લગતો છેલ્લામાં છેલ્લો કિસ્સો આવો છે. કોઇકે કોંગ્રેસના પ્રવક્તા રેણુકા ચૌધરીનું મમતા બેનરજીના એ વિધાન ભણી ધ્યાન દોર્યું કે ''કોંગ્રેસ મની, મસલ અને માફિયાના જોરે સરકાર ચલાવે છે''. જવાબમાં રેણુકાએ કહ્યું કે મમતા ગઇ કાલ સુધી આ જ યુપીએ સરકારમાં ભાગીદાર હતાં આથી આપણે થોડાક સુધારા સાથે એમ કહી શકીએ કે ''મની , મસલ, માફિયા અને મમતા બધા જોડાયેલા છે.''
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved