Last Update : 13-October-2012, Saturday

 

ભાજપનાં કેન્દ્રીયસ્તરે નેતાગીરીમાં મતભેદો વર્તાય છે...
પ્રાદેશિક પક્ષોના નેતાઓનો કરિશ્માથી ભરેલા

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- જોડાણવાળી સરકારોમાં સ્થિરતાનું ફેકટર ભાગ્યે જ જોવા મળે છે ઃ ત્રીજો મોરચો રચાય તો તેમાં ૪૦ નાના-મોટા રાજકીય પક્ષો હશે

 

જેમ જેમ ૨૦૧૪નું વર્ષ નજીક આવતું જાય છે એમ એમ રાજકીય તખ્તા પર નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓ સમજવા જેવી હોય છે જે ભાવિમાં ડોકિયું કરાવે છે. પક્ષ પર મજબૂત પક્કડ ધરાવતા સોનિયા ગાંધી સાથે કેટલાક ટોપના નેતાઓને સમસ્યા હોય એમ લાગે છે. પરંતુ તે અંગે સુધારણાના પગલા લઈ શકાય છે. સરકાર અને પક્ષ લેવલે આ ફેરફાર આ મહિનામાં જોવા મળશે. ભાજપની સ્થિતિ કોંગ્રેસની સરખામણીમાં ઉંધી છે. ભાજપમાં ટોચના નેતાઓ વચ્ચે મતભેદો છે અને ૨૦૧૨-૧૪ દરમ્યાન આવનાર ચૂંટણીઓમાં ભાજપ શાસિત રાજ્યો એન્ટી-ઈન્કમબન્સી ફેક્ટરનો સામનો કરી રહ્યું છે. આપણે બે રાષ્ટ્રીય પક્ષો અંગે ચર્ચા કરીએ તો મારા મત પ્રમાણે બંને ૧૫૦ના આંકડા નજીકની બેઠકો મેળવી શકશે. આ રીતે તખ્તો પ્રાદેશિક પક્ષોના હાથમાં જતો રહેશે. આ ઉપરાંત ત્રીજો મોરચો હોય તો તેના પક્ષોની કુલ બેઠક ૮૪૦-૨૫૦ પર આવી શકે એમ છે. આંકડાની આ સ્થિતિ દર અઠવાડીયે બદલાતી રહેશે અને આ આંકડા કંઈ ફાઈનલ ગણી શકાય એમ નથી.
જો ત્રીજો મોરચો રચાય તો તેમાં ૪૦ થી ૫૦ પક્ષો હશે અને છ જેટલા મોભાદાર-માતબર નેતાઓ હશે. આ નેતાઓમાં શરદ પવાર, મુલાયમસિંહ યાદવ, મમતા બેનરજી, નીતીશકુમાર, જે. જયલલિથા, નવીન પટનાયકને મુકી શકાય. તેમની સાથે ૩૦ બેઠકો સાથે ડાબેરી પક્ષો અને ૨૫ જેટલી બેઠકો માયાવતી જોડાય એ વાત નકારી શકાય એમ નથી. ત્રીજા મોરચામાં સેક્યુલર અને નોન સેક્યુલર બંને પક્ષના લોકો હશે. આ પક્ષો ચેસ બોર્ડ પર ગોઠવાયેલી જોઈએ તો કોણ કઈ દિશામાં રાજકીય ચાલ રમશે તે કહી શકાય એમ નથી. આ પ્રાદેશિક પક્ષોમાં ટીડીપી/ટીઆરએસ/વાયએસઆર કોંગ્રેસ/એજીપી/જેડી(યુ), આરજેડી, એલજેપી, એચજેપી, આઈએનએલડી, એનસી, પીપી, જેએમએમ, જેવીએમ, જેડી(એસ), આઈએમએલ, કેસી, બીએસપી, આરએલડી, એસીપી/એનસીપી, શિવસેના, એમએનએસ, અકાલીદળ, બીજેડી, ડીએમકે, અન્નાડીએમકે, વીજીકે, ટીએમસી, સીપીઆઈ(એમ), આરપીઆઈ વગેરેનો સમાવેશ કરી શકાય. આ યાદીમાં ઉત્તર પૂર્વ અને કર્ણાટકના દશ નાના પક્ષોને સમાવી શકાય છે. આ ઉપરાંત કર્ણાટકમાં યેદુઆરપ્પા જે નવો પક્ષ રચી રહ્યા છે તેને પણ ના ભૂલવો જોઈએ અને અરવિંદ કેજરીવાલ જે નવો પક્ષ રચવાના છે તે પણ ઉમેરવાનો ના ભૂલવો જોઈએ.
આ બધા પક્ષોને સેક્યુલર અને નોન સેક્યુલર તરીકે છૂટા પડાય તો સ્પષ્ટ ચિત્ર ઉપસી આવે એમ છે. તેમ છતાં મૂંઝવણ નાના પક્ષો અને જૂથો સાથે છે જે નાની અમથી ઘટનાનો પણ જોરદાર પ્રત્યાઘાત આપે છે. શિવસેના બે ભાગમાં વહેંચાયેલી છે જ્યારે એનસીપી પણ તે દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત જો તમે ઉપર આપેલા પ્રાદેશિક પક્ષો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે આ પક્ષોમાં પણ બે-ત્રણ જૂથો છે. આ ઉપરાંત એ પણ યાદ રાખવું જોઈએ કે આ પક્ષોમાં કરિશ્માથી ભરેલો એક નેતા હોય છે. જો આ નેતા થોડો આઘોપાછો થાય તો પક્ષ ડામાડોળ થઈ શકે છે. તમિળનાડુના ડીએમકે પર નજર કરો તો અહીં પક્ષના વડા બે પત્નીઓ, બે પુત્રો, પુત્રી અને બે ભત્રીજા વચ્ચે સમતોલ સ્થિતિ રાખી શક્યા નહીં આ ઉપરાંત તેમના પૌત્રો પણ હવે મેદાનમાં આવ્યા છે. આપણે કોઈ રાજકીય ઉથલ-પાથલને નકારી શકતાં નથી. સત્તા માટે કોઈપણ ઉથલપાથલ નકારી શકાય નહીં. આ ઉપરાંત જે પક્ષ પાસે મજબૂત નેતાગીરીનો પ્લાન નહીં હોય તે ભવિષ્યમાં તૂટી પડશે.
મેં છેલ્લા અઠવાડીયાથી ઘણી મૂંઝવણો ઉભી કરી છે પરંતુ આ સ્થિતિમાં કામ કરતી સરકાર પણ જોવા મળી છે. આપણે છેલ્લા ત્રણ દાયકાથી જોડાણવાળુ રાજકારણ જોતા આવ્યા છીએ. પરંતુ હવે તો સ્થિરતાનું ફેક્ટર આસાનીથી મળે એમ લાગતું નથી. સ્થિરતા માટેના ઘણા મુદ્દાનો અભાવ હોય છે. ઘણી ટાઈમ કેન્દ્ર અને રાજ્ય માટે અલગ મુદ્દા કામ કરતા હોય છે.
દિલ્હીમાં જંતર-મંતર ખાતે ઘણા નેતાઓ આવ્યા અને ગયા. મમતા બેનરજી તેમાં અપવાદ નથી. તૃણમુલના નેતા ત્રણ દિવસ સુધી ટીવી ચેનલ પર દેખાયા, તેમની મુલાકાતને વારંવાર ટીવી પર રીપીટ કરવામાં આવી હતી. સોશ્યલ નેટવર્ક પર પણ બંગાળના ફાયરબ્રાન્ડ સમર્થકો છવાઈ ગયા હતા. ટીએમસીએ કોંગ્રેસ સાથેનું જોડાણ તોડી નાખ્યું છે જ્યારે કોંગ્રેસે કલકત્તા અને દિલ્હી એમ બંને સ્થળોએ મમતા પર વળતો પ્રહાર કર્યો છે. જોકે આ સ્થિતિનો આડકતરો લાભ ડાબેરી પક્ષોને થશે અને અંતે તે લાભ સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવને મળશે. જે ઉત્તર પ્રદેશમાં ૬૦ બેઠકો લાવવા પ્રયાસ કરશે અને અન્ય નાના પક્ષ મળીને ૧૦૦ બેઠકો લાવી શકે છે. મમતા બેનરજી અને ટીએમસીને ગેરલાભ થાય એમ છે. જો કે એકસમાન સ્થિતિ ક્યારેય રહેતી નથી. હું આ લખું છું, ત્યારે દીપા દાસમુન્શી સામે ૨૦ વર્ષ જૂનો કેસ કાઢવામાં આવ્યો છે આવું રાજકારણ ના હોવું જોઈએ.
ભાજપમાં કેન્દ્રીય સ્તરે નેતાગીરીનો વિવાદ ચાલી રહ્યો છે. લોકોની નજરમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોષી, જશવંતસિંહ, સુષ્મા સ્વરાજ, અરૃણ જેટલી જેવા નેતાઓ છે. અહીં આંતરીક રાજકારણ મોટા પાયે રમાય છે. ભાજપે આ રાજકારણને સાચવવાનું છે અને એનડીએને અકબંધ રાખવાનું છે. આ ઉપરાંત પક્ષને બિહારનું પણ ટેન્સન છે જ્યાં જેડી(યુ)ના નીતીશકુમાર નોંધપાત્ર બેઠકો સાથે અળગા થઈ શકે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મજબૂતી સાથે છવાયેલા છે પરંતુ ભાજપમાં જ તેમના સ્વીકારનો જે મુદ્દો છે એ નિવારાય તો પણ સાથી પક્ષોમાં તેમના સ્વીકારનો મુદ્દો ઉભો છે. હાલના ગુંચવાડાભર્યા જોડાણની સંખ્યાની સ્થિતિમાં સર્વાનુમતે નિર્ણય લેવાની જરૃર હોય છે કેમકે જ્યાં સુધી સર્વાનુમતી ના સધાય ત્યાં સુધી કોઈ નિર્ણય અમલી બનાવી શકાતો નથી.
ચૂંટણી યુદ્ધ વિશે ઘણું લખાયું છે. ઘણીવાર બીનજરૃરી વસ્તુઓ પણ બોલાતી હોય છે. મને લાગે છે કે રાજકીય વૉરમાં આક્ષેપબાજીમાં કેટલોક સંયમ રાખવો જોઈએ. જ્યારે મમતા બેનરજી વડાપ્રધાન મનમોહન સિંહ પર આક્ષેપોનો મારો ચલાવે છે ત્યારે અને નરેન્દ્ર મોદી જ્યારે સોનિયા ગાંધી પર આક્ષેપોનો મારો ચલાવે છે ત્યારે દુઃખ થાય છે. રાજકીય પક્ષો પોતાની ન્યુઝ એજન્સીઓ અને ટીવી ચેનલો દ્વારા પોતાના હીતની વાતો પ્રસરાવે છે. જેના કારણે કેટલીક ખોટી માહિતી પણ પ્રજાને અપાય છે. આ સંજોગોમાં ઈન્ટરનેટ પરની એક્ટીવીટી પણ વધશે.
હિમાચલ પ્રદેશમાં નવેમ્બરની શરૃઆતમાં અને ગુજરાતમાં ડિસેમ્બરની મધ્યમાં બે તબક્કાની ચૂંટણી જાહેર થઈ છે. હિમાચલ પ્રદેશમાં તીવ્ર રસાકસી જોવા મળશે. એકવાર ટીકીટો વહેંચાઈ જશે અને બળવાખોરીનું ફેક્ટર સાથે સમજૂતી સધાશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ભાજપે એન્ટી ઈન્કમબન્સીના ફેક્ટરનો પણ સામનો કરવાનો છે. ગુજરાતમાં ભાજપ જીતતું દેખાઈ રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદી તેમની હાલની ૧૧૯ બેઠકોમાં વધારો કરી શકશે કે કોંગ્રેસ તેમને ૧૧૦થી નીચે લઈ જશે?? ચૂંટણી રસપ્રદ બની રહી છે. નરેન્દ્ર મોદી મોટી ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. જ્યારે સોનિયા ગાંધીએ ગઈ ત્રીજી તારીખે રાજકોટમાં સંબોધેલી સભાથી કોંગ્રેસે ચૂંટણી પ્રચાર શરૃ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. બંને પક્ષ ચૂંટણીના યુધ્ધમાં તમામ પ્રયાસો કરી રહ્યા છે જે રાજકારણમાં આવકાર્ય છે. બંને પક્ષ ચૂંટણીમાં તનતોડ પ્રયાસ કરશે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 

 

 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved