Last Update : 13-October-2012, Saturday

 

સોનાની પાટના નવ 'નબળા' ચોર

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- પોલીસે 'સોના'-ના ચોરને તો પકડયા પણ સો-'મોટા' ચોરોને ક્યારે પકડી શકશે?

 

 

અમદાવાદમાં એક જોરદાર ઘટના બની ગઇ.
વિદેશથી ૧૮૦ કરોડનું સોનું (કાયદેસર સોનું હોં!) અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું. અમદાવાદથી એક ખખડધજ વાન એ સોનું ભરીને મુંબઇની પાર્ટીને ડીલીવરી કરવા માટે નીકળી.
કહે છે કે અમદાવાદના એક ખખડેલ વિસ્તારના ખખડી ગયેલા રસ્તા પરથી જ્યારે આ ખખડધજ વાન એક બમ્પ ઉપરથી સ્હેજ કૂદી, ત્યારે (કહે છે કે) વાનના કટાઇ ગયેલા પતરાના કાણામાંથી ૨૫ સોનાની પાટોનું એક પેકેટ નીચે પડી ગયું!
બાજુના એક ગેરેજમાંથી કારીગરોએ જોયું! એક ટેણિયાને મોકલીને પેકેટ મંગાવ્યું અને ખોલ્યું તો બધાની આંખો ફાટી ગઇ!!
નવ જણા વચ્ચે સોનાની પાટો વહેંચાઇ ગઇ. પણ ગેરેજના માલિકે બધાને શીખામણ આપેલી કે ડોબાઓ ચેતજો! હમણાં કશું સગેવગે કરવા નીકળતા નહિ! કદાચ પોલીસ શોધતી આવશે તો મરી જઇશું!
અને ખરેખર એવું જ થયું. બીજા દિવસે છાપાંની વિગતો વાંચીને બધા ફફડી ગયા. ગેરેજવાળાએ ફોન કરીને પોલીસને કહી દીધું કે પાટો અમારી પાસે છે.
પણ...
વાત એમ બની કે (હજી આ લખાય છે ત્યાં સુધીમાં) પેલી ૨૫ પાટોમાંથી ૨૪ તો પાછી આવી, પણ ૨૫મી સોનાની પાટ, પુરા ૩૨ લાખ રૃપિયાની, મળી નહિ!
પોલીસે બિચારા આ નવ 'અધુરા ઈમાનદારો' પર ચોરીનો ગુનો ઠોકીને એમને રિમાન્ડમાં લીધા છે...
પોલીસને હિસાબે આ લોકો 'ચોર' છે. પણ અમારા હિસાબે?
* * *
યાર, તમે દિલ પર હાથ મુકીને મને જવાબ આપો, ચોર કોને કહેવાય?
શું એ નવ મામૂલી માણસો ચોર છે, જે આજની મોંઘવારી અને હાડમારીઓમાં ઘેરાયેલા હોવા છતાં બત્રીસ બત્રીસ લાખની ૨૪ સોનાની પાટો પાછી આપે છે? કે પછી એ લોકો ચોર છે જે ૩૦૦ કરોડ, ૩૦૦૦ કરોડ કે ૧ લાખ ૮૬ હજાર કરોડ રૃપિયાની ચોરી કરીને બેઠા છે છતાં એક નવો પૈસો પણ પાછો આપવાની અધુરી પ્રમાણિકતા બતાડતા નથી!
* * *
કહે છે કે આ બિચારા નવે નવ જણાને આખી રાત ઊંઘ નહોતી આવી!
જરા કલ્પના કરો, પેલા લાખો કરોડોની ચોરી કરનારાઓને એવું થાય? ના એ લોકો તો તિહારની જેલમાં પણ બિન્દાસ ઘસઘસાટ ઊંઘી શકે છે!
- તો કહો ચોર કોણ?
* * *
અને ધારો કે માની લઇએ કે સોનાની છેલ્લી પાટ આ નવે નવ જણાએ ભેગા મળીને જ ક્યાંક સંતાડી રાખી છે... તો બિચારાઓને એમાંથી મળી મળીને કેટલાક મળશે? ત્રણ લાખ? સાડા ત્રણ લાખ?
આજે ત્રણ સાડા ત્રણ લાખમાં આવે પણ શું?
બિચારાઓએ આટલા રૃપિયામાંથી શેનું સપનું જોયું હશે! ઘરમાં રિપેરિંગ કરાવવાનું? છોકરાને ગ્રેજ્યુએટ બનાવવાનું? બે દિકરીનાં લગ્નોનો ખરચો કાઢવાનું? કે એકાદ જુનું સેકન્ડ હેન્ડ વન રૃમ કિચનવાળું નાનકડું પોતાનુ ટેનામેન્ટ ખરીદવાનું? બસ આટલું જ ને!
જ્યારે પેલી તરફ આ જ ટાઇપનાં બિચારા મામૂલી લોકોને હથેળીમાં ચાંદ બતાડતા હોય તેમ 'ઘરનું ઘર'નાં સપનાં દેખાડીને લાખો કરોડોના ઘપલા કરનારાઓનાં શું સપનાં હશે?
- એમને સાતમી ઈમ્પોર્ટેડ કાર લેવાની હશે...
- એમને ફેમિલી સાથે ત્રણ ચાર વર્લ્ડ ટુર કરવી હશે...
- એમને સ્કોટલેન્ડ આયરલેન્ડ કે હવાઈ જેવા રમણિય દેશમાં એકાદ ભવ્ય પેલેસ, એકાદ જાજરમાન વિલા કે એકાદ આખેઆખો ટાપુ ખરીદી લેવો હશે... ખરુંને?
એમને એમના સંતાનોને ભણાવવાની ચિંતા નથી. દિકરીને પરણાવવાનો પ્રોબ્લેમ નથી. ગેસનો સાતમો બાટલો ક્યાંથી અને ક્યારે લાવીશું એનું ટેન્શન નથી.
અને એ જ લોકો એમના આટલા અધધધ ચોરેલા રૃપિયામાંથી ૧ રૃપિયો પણ પાછો આપવા માગતા નથી.
* * *
બિચારા આ નવ અર્ધપ્રમાણિક ચોરોને આખી રાત ઊંઘ નહોતી આવતી! કેમ? કારણકે ડર લાગતો હતો! બિહામણાં દ્રશ્યો દેખાતાં હશે કે પેલી સોનાની એક પાટ માટે થઇને પોલીસ એમને બરફની નવ પાટ પર સુવડાવીને ડંડા મારી રહી છે...
પણ પેલા 'પ્રમાણિકતા-પ્રુફ' ચોરેને? એમને બિહામણાં સપનાં નથી આવતાં!
હા, એકાદ કલમાડીની 'યાદદાસ્ત' જતી રહે છે! એકાદ એ. રાજા 'ચેસ્ટ પેઇન'ની કંપ્લેન કરે છે! એકાદ કનીમોઝી જેલરને ફરિયાદ કરે છે કે તિહાર જેલનું ભોજન કરવાથી એનું વજન દોઢ કિલો ઘટી ગયું છે...
* * *
આ દેશમાં સંપૂર્ણ ચોરને કોઇ જ પ્રોબ્લેમ નથી થતો. એને પોલીસ ડંડા નથી મારતી, એને રાત્રે ઊંઘ નથી ઊડતી, એને દિવસે 'પ્રોટેકશન' મળે છે... જેથી પેલા બિચારાઓમાંથી કોઇ ધસી આવીને આ સંપૂર્ણ ચોરને ક્યાંક લાફો ન મારી જાય!
એમને પ્રોટેકશન, અને આમને રિમાન્ડ!
* * *
પોલીસ કહે છે કે જરૃર પડયે આ નવ અધૂરા-ચોરો પર લાઇ-ડિટેકટરનો ટેસ્ટ કરવામાં આવશે!
કેમ? કારણકે એ બિચારાઓ ખોટું બોલી રહ્યા છે!
પણ પેલા સંપૂર્ણ ચોરોનો કદી લાઇ-ડિટેકશન ટેસ્ટ નથી થતો, નાર્કો ટેસ્ટ પણ નથી થતો... બલ્કે એમનાં જુઠને છૂપાવવા માટે ઈન્ક્વાયરી 'કમિટી' બેસાડવામાં આવે છે.
* * *
આખી વાતમાંથી જો કંઇ સાર લેવો હોય તો એટલો જ લઇ શકાય કે આપણા ગરીબોનાં લોહીમાં હજુ એટલી બધી ઈમાનદારી છે કે એમને સાત જન્મારા પછી પણ 'ચોરી' કરતાં તો નહિ જ આવડે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 

 

 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved