Last Update : 13-October-2012, Saturday

 
 

આજે ટાઇટન્સ-પર્થ વચ્ચે સાંજે ૫ થી અને કોલકાતા-દિલ્હી વચ્ચે રાત્રે ૯ થી ટી-૨૦
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

પાંચ-પાંચ ટીમોને બે ગુ્રપમાં વહેંચાઈ ઃ લીગ મેચો બાદ ટોચની બે-બે ટીમો સેમિ ફાઇનલ રમશે ઃ વિજેતાને ૧૩.૨૫ કરોડનું ઇનામ

 

સેન્ચુરિયન,તા.૧૨
વિશ્વના પાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે આવતીકાલથી ટ્વેન્ટી-૨૦ની હાઇપ્રોફાઇલ ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ થશે. સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન ખાતેના સુપરસ્પોર્ટસ પાર્કમાં આવતીકાલે સાંજે પાંચ વાગ્યે સાઉથ આફ્રિકાની ટાઇટન્સ અને ઓસ્ટ્રેલિયાની પર્થની ટીમો વચ્ચે જંગ જામશે. જ્યારે બીજી મેચમાં આઇપીએલ ચેમ્પિયન કોલકાતા અને દિલ્હી વચ્ચે જંગ જામશે. ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં ભારતની ચાર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની બે-બે તેમજ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની એક-એક ટીમો ભાગ લઇ રહી છે.
ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકન બોર્ડના સંયુક્ત આયોજન હેઠળ ચાલતી ચેમ્પિયન્સ લીગની આ ચોથી ટુર્નામેન્ટ છે, જેમાં છ ટીમોના ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ બે ટીમોને મેઇન ડ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. કુલ ૧૦ ટીમોને પાંચ-પાંચના બેગુ્રપમાં વહેંચવામાં આવી છે, જેમની વચ્ચે પ્રથમ લીગ મેચ રમાશે અને ત્યાર બાદ બંને ગુ્રપમાં ટોચના બે સ્થાન મેળવનારી ટીમોને સેમિ ફાઇનલમાં પ્રવેશ મળશે. સેમિ ફાઇનલ ૨૫મી અને ૨૬મી ઓક્ટોબરે રમાશે, જ્યારે ફાઇનલ મુકાબલો ૨૮મીએ યોજાશે.
ચેમ્પિયન્સ લીગ ૨૦૧૦ બાદ બીજી વખત સાઉથ આફ્રિકામાં યોજાઇ રહી છે. ટુર્નામેન્ટની મેચો ડરબન, જોહનીસબર્ગ, સેન્ચુરિયન અને કેપ ટાઉન ખાતે યોજાશે. આ લીગમાં ચેમ્પિયનબનનારી ટીમને અંદાજે રૃપિયા ૧૩.૨૫ કરોડનું ઇનામ મળશે, જ્યારે રનર્સ અપ ટીમને આશરે રૃપિયા ૬.૭૦ કરોડ આપવામાં આવશે. વર્ષ ૨૦૦૯માં રમાયેલી સૌપ્રથમ ચેમ્પિયન્સ લીગમાં ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે ૨૦૧૦ની અને ૨૦૧૧ની લીગમાં અનુક્રમે ભારતની ચેન્નઇ અને મુંબઇની ટીમો વિજેતા બની હતી.
આ વખતે લીગમાં ભારતની ચાર ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં કોલકાતા, દિલ્હી, મુંબઇ અને ચેન્નઇનો સમાવેશ થાય છે. આવતીકાલે ચેમ્પિયન્સ લીગની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાની ટાઇટન્સ ટીમનો મુકાબલો પર્થ સામે થવાનો છે. પર્થની ટીમ કેપ્ટન માર્કોસ નોર્થની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. તેમની ટીમમાં ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બેટ્સમેન કેટિચ તેમજ સાઉથ આફ્રિકાનો સુપર સેન્સેશન હર્ષલ ગીબ્સ સામેલ છે. ઈંગ્લેન્ડનો કોલીંગવુડ, શોન અને મિશેલ માર્શ, બ્રેડ હોગ પણ મેચમાં નિર્ણાયક ભુમિકા ભજવી શકે તેમ છે. બીજી તરફ ટાઇટન્સની ટીમમાં કેપ્ટન માર્ટિન જાર્સવેલ્ડની સાથે સાથે બેહાર્ડીન, પોલ હેરિસ, રૃડોલ્ફ, આઇપીએલમાં રમી ચુકેલો થોમસ, મર્વ પણ સામેલ છે. જેઓ પણ ટ્વેન્ટી-૨૦માં સારો એવો અનુભવ ધરાવે છે.
રાત્રે ૯ વાગ્યાથી શરૃ થનારી બીજી મેચમાં આઇપીએલ ચેમ્પિયન્સ કોલકાતા અને દિલ્હી ડેરડેવિલ્સ આમને-સામને રહેશે. બંને ટીમોમાં ભારતના અને વિદેશના આંતરરાષ્ટ્રીય સુપર સ્ટાર્સ હોવાથી ચાહકોને આ મેચનો વધુ ઇંતેજાર રહેશે. ટીમ ઇન્ડિયાના ઓપનીંગ જોડીદાર અને દિલ્હીના સાથીઓ એવા સેહવાગ અને ગંભીર આવતીકાલે સામ-સામે રમશે. કોલકાતાની ટીમમાં બ્રેન્ડન મેકુલમ, કાલીસ, યુસુફ પઠાણ, સુનિલ નારાયણ અને બાલાજી નિર્ણાયક દેખાવ કરી શકે તેમ છે. તો બીજી તરફ દિલ્હીની પાસે પણ સેહવાગ, જયવર્દને, પીટરસન, ઇરફાન પઠાણ, ચંદ, રસેલ, રોસ ટેલર, વોર્નર જેવા ધુંરધર બેટસમેનો છે. બોલિંગમાં પણ તેઓ ઊમેશ યાદવ, મોર્ની મોર્કેલ પર મદાર રાખશે.

 

ચેમ્પિયન્સ લીગના ચેમ્પિયન્સ

વર્ષ

વિજેતા

રનર્સઅપ

૨૦૦૯

ન્યૂસાઉથવેલ્સ

ટ્રીનીદાદ

૨૦૧૦

ચેન્નાઈ

વોરિયર્સ

૨૦૧૧

મુંબઈ

બેંગ્લોર

ગુ્રપ-એ
કોલકાતા, દિલ્હી, ટાઈટન્સ, પર્થ, ઓકલેન્ડ
ગુ્રપ-બી
ચેન્નઈ, સીડની, લાયન્સ, મુંબઈ, યોર્કશાયર

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved