Last Update : 13-October-2012, Saturday

 
કેન્દ્ર ખાંડ ક્ષેત્રને અંકુશમુક્ત કરવાની રંગરાજન પેનલની ભલામણ સ્વીકારે તો
રેશનિંગની ખાંડ મોંઘી થવાના એંધાણ

મિલોને ખાંડ મુક્ત બજારમાં વેચવા દેવા, રેશનિંગ માટે નીચા ભાવે ન ખરીદવા દેવા ભલામણ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
ખાંડ ક્ષેત્રને અંકુશમુક્ત કરવાની ભલામણ કરતાં રંગરાજન પેનલે ખાંડ મિલોને તેમની પેદાશો મુક્ત બજારમાં વેચવાની છૂટ આપવાની અને રેશનિંગની દુકાનો માટે પૂરવઠો આપવા ખાંડ ઉદ્યોગમાંથી બજારથી નીચા ભાવે ખાંડની ખરીદી અટકાવવાની કેન્દ્રસરકારને સલાહ આપી છે. આમ જો સરકાર આ ભલામણને સ્વીકારે તો રેશનિંગની ખાંડ મોંઘી બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન મનમોહન સિંહે પીએમઇએસી ચેરમેન સી. રંગરાજનના અધ્યક્ષપદ હેઠળ રચેલી કમિટીએ ભલામણ કરી છે કે મિલો તેમની ૭૦ ટકા આવક દેશના આશરે પાંચ કરોડ શેરડી ઉત્પાદકોમાં વહેંચી દે. તેમણે ખાંડની આયાત-નિકાસ પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કર્યો છે.
આ ભલામણો અંગે બોલતાં કેન્દ્રીય અન્ન પ્રધાન કે.વી. થોમસે જણાવ્યું હતું કે વડાપ્રધાનની ઓફિસ (પીએમઓ) આ અહેવાલની ચકાસણી કરે પછી તેમનું મંત્રાલય સમયબધ્ધ નિર્ણય લેશે. ખાંડ ઉદ્યોગે આ અહેવાલને આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આ અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવશે.
અર્થતંત્રના અન્ય ક્ષેત્રો કેટલાક વર્ષોથી મુક્ત છે જ્યારે રૃ. ૮૦,૦૦૦ કરોડના ખાંડ ક્ષેત્ર પર સરકારનો અંકુશ ચાલુ રહ્યો છે. અગાઉ આ ક્ષેત્રને મુક્ત કરવાના કેટલાક પ્રયાસોનો કોઇ અર્થ નીકળ્યો નથી. હાલમાં સરકાર એક અંકુશિત સિસ્ટમ હેઠળ મુક્ત બજારમાં વેચવા માટે ખાંડનો ક્વોટા નક્કી કરે છે. આ ઉપરાંત રેશનિંગના પૂરવઠા માટે તેમની ઉત્પાદનની ૧૦ ટકા ખાંડ મિલોને નીચા ભાવે ફરજિયાત વેચવાની હોય છે.
આ અહેવાલને જારી કરતાં રંગરાજને જણાવ્યું હતું કે 'ખાંડ ક્ષેત્રને લગતાં અનેક નિયમનો છે. ખાંડ પર અન્ય વસ્તુઓ જેવી જ છે. તેથી તેના પર કોઇ અંકુશો હોવા ન જોઇએ. લેવી ખાંડની જવાબદારી અને નોન-લેવી ખાંડ પરના વહીવટી અંકુશો તત્કાળ અસરથી રદ કરી દેવા જોઇએ.'
વડાપ્રધાન મનમોહન સિંહને મોકલેલાં આ અહેવાલમાં પેનલે સલાહ આપી હતી કે રાજ્યો રેશનિંગની દુકાનો માટે મુક્ત બજારમાંથી સીધીરીતે ખાંડની ખરીદી કરે અને તેને તેમના દ્વારા નક્કી કરવામાં આવેલાં ભાવે વેચે. પેનલે તો હાલમાં મિલો દ્વારા વહન કરાતાં રૃ. ૩,૦૦૦ કરોડની વધારાની સબસિડી આપવાની પણ ભલામણ કરી છે.
રંગરાજને જણાવ્યું હતું કે આ બન્ને અંકુશો ઉઠાવી લેવાથી ઘરેલુ ભાવને કોઇ અસર નહિ થાય. ઉલટાનું તેના કારણે માંદી મિલોની આર્થિક સ્થિતિ સુધરશે અને શેરડીના પૂરવઠા આપનાર ખેડૂતોને સમયસર નાણાંની ચુકવણી થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved