Last Update : 13-October-2012, Saturday

 

ચંડીગઢના વહીવટી તંત્રએ હસ્તગત કરેલી
રાજીવ ગાંધી ટેક. પાર્ક માટે વધારાની જમીન ફાળવણી સુપ્રિમે રદ કરી

આઇ.ટી. પાર્કના નામે હસ્તગત કરેલી જમીન ખાનગી બિલ્ડરોને આપી દેવાઈ હતી

નવી દિલ્હી, તા. ૧૨
સર્વોચ્ચ અદાલતે આજે ચંડીગઢ વહીવટી તંત્ર દ્વારા રાજીવ ગાંધી ટેકનોલોજી પાર્કના વિસ્તૃતીકરણ માટે વિશાળ જમીન હસ્તગત કરવાની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવતા જમીનગ્રહણ રદ કર્યું હતું. અદાલતે સત્તાવાળાઓના અધિગ્રહિત જમીનને ખાનગી બિલ્ડરોને ફાળવવાના શરમજનક કૃત્ય બદલ તેમને દોષિત ગણ્યા હતા.
ન્યાયમૂર્તિઓ જી. એસ. સિંઘવી અને એસ. જે. મુખોપાધ્યાયની બનેલી બેન્ચે એ વખતના વહીવટકર્તાઓના દબાણથી અધિકારીઓને કેવી રીતે વિવશ બનવું પડયું અને જમીન અધિગ્રહણના કાયદાને અવગણીને રબર સ્ટેમ્પ તરીકે કામ કરવું પડયું એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. સ્વર્ગસ્થ વડાપ્રધાનના નામે ટેકનોલોજી પાર્ક બનાવવાનું જણાવીને જમીન મેળવ્યા બાદ એ જમીન રિયલ એસ્ટેટ ડેવલોપર્સને હવાલે કરી દેવા બદલ અદાલતે સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી.
અદાલતે જણાવ્યું હતું કે, આઇ.ટી. પાર્કમાં રહેણાંક અને અન્ય સુવિધાઓ ઉભી કરવાની ચંડીગઢ હાઉસિંગ બોર્ડના આડંબરી યોજના પાછળ ખરો હેતુ તો ખાનગી બિલ્ડરોને લાભ કરાવવાનો હતો. આ બાબત ચંડીગઢ વહીવટી તંત્રની ૩૦ માર્ચ, ૨૦૦૬ની અધિકારીઓની બેઠકથી ફલિત થાય છે એવું અદાલતે સ્પષ્ટ કર્યું હતું.
જમીન અધિગ્રહણના દસ્તાવેજો ચકાસતા અદાલતને માલુમ પડયું હતું કે, જમીન અધિગ્રહણ અધિકારીએ જમીનના માલિકોના વિરોધ બદલ જરાય દરકાર સુધ્ધા કરી નહોતી. જો કે અદાલતે અધિકારી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો તેમણે સ્વતંત્ર રીતે જમીન અધિગ્રહણના મામલે સત્તાવાળાઓથી વિરુદ્ધ જવાની હિંમત દાખવી હોત તો તેમને ચોક્કસ તેમના પદેથી દૂર કરાયા હોત અને તેમની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ હોત.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved