Last Update : 13-October-2012, Saturday

 
ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો

હીરાનો આ ગ્રહ ૪૦ પ્રકાશવર્ષ દૂર ઃ કર્ક નક્ષત્રમાં સૂર્ય જેવા તારા ફરતે ચક્કર મારે છે

લંડન, તા. ૧૨
કલ્પના કરી શકો છો કે મોટામાં મોટા કદનો હીરો કેવો હોઈ શકે ? ખગોળશાસ્ત્રીઓએ એક એવો હીરો શોધી કાઢ્યો છે જે પૃથ્વી કરતાં પણ મોટો છે. હકીકતમાં તો ખગોળશાસ્ત્રીઓએ એક ગ્રહ શોધી કાઢ્યો છે જે નરી આંખે પણ જોઈ શકાય છે. આ ગ્રહનો ત્રિજયા પૃથ્વી કરતા બમણી હોવાનું માનવામાં આવે છે. અર્થાત્ આ ગ્રહ પૃથ્વી કરતા બમણો મોટો દેખાય છે.
કર્ક નક્ષત્રમાં આપણા સૂર્ય જેવા જ એક તારાની ફરતે ચક્કર લગાવતા આ ખડકાળ ગ્રહનું નામ '૫૫ કેન્સરી' છે તેનું પરિભ્રમણ એટલું ઝડપી છે કે, માત્ર ૧૮ કલાકમાં તેનું એક વર્ષ પૂરું થઈ જાય છે એટલે કે પોતાના સૂર્યની પ્રદક્ષિણા તે માત્ર ૧૮ કલાકમાં પૂરી કરી લે છે. દેખાવમાં પૃથ્વી કરતા બમણો લાગતો આ ગ્રહ પૃથ્વી કરતા આઠ ગણો વજનદાર છે. આ ગ્રહ અત્યંત ગરમ છે અને તેની સપાટીનું તાપમાન ૧,૬૪૮ ડિગ્રી સેલ્સિયસ છે આ ગ્રહની શોધ અમેરિકાની ફ્રેન્કો રિસર્ચ ટીમે કરી છે. યેલના એક સંશોધક નિક્કુ મધુસૂદનના જણાવ્યા અનુસાર આ ગ્રહની સપાટી પાણી અને ગ્રેનાઇટના બદલે ગ્રેફાઇટ અને હીરાથી ઢંકાયેલી હોય તેવું જણાય છે.
ફ્રાન્સના ટુલોસમાં ઇન્સ્ટિટયૂટ ડી રિસર્ચ એન એસ્ટ્રોફિઝિક એટ પ્લેનેટોલોજીના ઓલિવિયર મૂસિસના એક અભ્યાસમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ ગ્રહના ત્રીજા ભાગનું દ્રવ્યમાન ત્રણ પૃથ્વીના દ્રવ્યમાન જેટલું છે અને આ હિસ્સો હીરાનો હોઈ શકે છે. હીરા જેવા ગ્રહો અગાઉ પણ જોવા મળ્યા છે પરંતુ એવું પહેલી વખત જોવા મળ્યું છે કે એ ગ્રહસૂર્ય જેવા કોઈ તારાની પ્રદક્ષિણા કરતો હોય. જો કે, હીરાના પ્રેમીઓ માટે નિરાશ થવા જેવી બાબત એ છે કે હીરારૃપી આ ગ્રહ તેમની પહોંચની બહાર એટલે કે ૪૦ પ્રકાશવર્ષ જેટલો દૂર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved