Last Update : 13-October-2012, Saturday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* એક મહિનામાં બળાત્કારની ૧૯ ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ છેક હવે હરિયાણાના મુખ્યપ્રધાન ભુપિન્દરસિંહ હુડા સફાળા જાગ્યા છે. તેમણે મહિલાઓ સામેના ગુનાઓના સંદર્ભે કડક પગલા જાહેર કર્યા છે. જેમાં દરેક જિલ્લામાં મહિલા સેલ અને મહિલા નાયબ એસપીની નિમણૂંકનો સમાવેશ થાય છે... આ પગલાં જાહેર કર્યાના થોડાં જ કલાકોમાં હરિયાણા ગુડગાંવમાં ૬ વર્ષની બાળકી પર ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજારાયાનું પ્રકાશમાં આવ્યું છે. બીજીબાજુ બળાત્કારની ઘટનાઓના સંદર્ભે નિમ્ન કક્ષાનું અને વિવાદાસ્પદ નિવેદન આપનારા કોંગ્રેસના નેતા ધરમવીર ગોયતને કોંગ્રેસે નોટિસ ફટકારી છે. પક્ષે તેમને ૧૫ દિવસમાં જવાબ આપવા કહ્યું છે.
* કૌભાંડો અને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલી કોંગ્રેસ જાણે હમણાં બોલેલું વાળવામાં જ વ્યસ્ત હોય તેવું લાગે છે. વિવિધસ્તરના નેતાઓની ટિપ્પણીઓ ઓછી હતી ત્યાં હવે રાહુલ ગાંધીએ પંજાબના યુવાનો અંગે આપેલા નિવેદનથી હોબાળો થતાં કોંગ્રેસને બચાવ માટે ઉતરવું પડયું છે. રાહુલે કહ્યું હતું કે પંજાબમાં દર ૧૦ યુવાનોમાંથી સાતને ડ્રગ્સનું બંધાણ હોય છે. જો કે રાહુલના બચાવમાં પ્રવકતા મનિષ તિવારીએ પંજાબ સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામાને ટાંક્યું હતું. જેમાં સરકારે કહ્યું હતું કે પંજાબમાં ૭૦ ટકા યુવાનોને ડ્રગ્સનું વ્યસન છે. રાહુલની ટીકા બદલ તેમણે પંજાબ સરકાર માફી માગે તેવી માગણી પણ કરી હતી.
* સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની મર્યાદિત સંખ્યામાં વધારો કરવાની માગણી સાથે કાશ્મીરમાં વેપારી સંગઠનોએ પાડેલી હડતાળથી સામાન્ય જનજીવન પર અસર પડી હતી. હડતાળમાં કાશ્મીર હાઈકોર્ટ બાર એસોશિએશન સહિતના સંગઠનો જોડાયા હતાં. લોકો સિલિન્ડરના મુદ્દે સરકાર પર દબાણ લાવવા હડતાળમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.
* એર ઈન્ડિયાના તેની સુધારણા નીતિના ભાગરૃપે વડુંમથક મુંબઈથી દિલ્હી ફેરવવાનું વિચારી રહી છે. જો કે આ અંગે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરાઈ નથી. સરકારે આગામી નવ વર્ષમાં એરઈન્ડિયાને ૩૦ હજાર કરોડનું પેકેજ આપવાની ખાતરી આપી છે. જોકે તેના માટે એરલાઈન્સે તેના કામકાજમાં કેટલાક હકારાત્મક સુધારા લાવવા પડશે. બીજીબાજુ સરકારે ઉડ્ડયન મંત્રાલયના ઓએસડી પ્રભાતકુમારની એરઈન્ડિયાના બોર્ડમાં નિમણૂંક કરી છે.
* બળાત્કારની ઘટનાઓ અંગે ગંભીર વલણ રજૂ કરતાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બળાત્કારના આરોપીઓને તુચ્છ કારણોસર અદાલતોએ છોડી મૂકવા જોઈએ નહીં. ૧૧ વર્ષની છોકરી પર બળાત્કાર બાદ તેની હત્યા કરનારા મુકેશને અલ્હાબાદ વડી અદાલતે છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેને પડકારતી ઉત્તરપ્રદેશ સરકારની અરજીને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખતાં આવો ચૂકાદો જાહેર કર્યો હતો. મુકેશ વિરૃદ્ધ એફાઈઆર દાખલ કરવામાં થયેલા વિલંબ અને સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસના આધારે અલ્હાબાદ કોર્ટે તેને દોષમુક્ત જાહેર કર્યો હતો.

 


* લંડનમાં રમ પીવઆંતરરાષ્ટ્રીયાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં યુનિવર્સિટી ઓફ સેસેક્સના વિદ્યાર્થી ટિમોથી જાર્વિસે ૧૫ મિનિટમાં રમની આખી બોટલ ગટગટાવી ગયો...પીતા તો પીવાઈ ગઈ પણ અંતે તો રમ... ટિમોથીએ સમતોલન ગુમાવ્યું અને દાદરા પરથી ગબડી પડતાં તેનું મૃત્યુ થયું. ટિમોથીએ કહેલું કે તે એક બોટલ ૩૦ મિનિટમાં પી શકે છે પણ તેણે આ 'પડકાર' ૧૫ જ મિનિટમાં હાંસલ કરી લીધો... જો કે સરવાળે કંઈ જ હાંસલ ન થયું !
* ચોરના દિલમાં રામ... અમેરિકાના પોર્ટલેન્ડ કોમ્યુનિટી કોલેજમાં ભણતો પૌલ ગિલ્મૌર કોલેજમાંથી બહાર નીકળ્યો ત્યારે તેની સાયકલ ચોરાઈ ગઈ હતી પરંતુ પૌલના નસીબ આટલા સારા હશે તેની કદાચ પૌલને પણ ખબર નહોતી. ચોર સાઇકલની સાથે માફી માગતો પત્ર અને સાઇકલના તુટેલા તાળાને બદલે નવું ખરીદવાના ૧૦ ડોલર પણ મૂકતો ગયો !
* પ્રિન્સ હેરીના નગ્ન ફોટા કસીનોના શહેર લાસવેગાસ માટે ઘણા કામના સાબિત થયા છે. આ ફોટાને વેગાસમાં ૧૫.૪ કરોડ લોકોએ જોયા જેના કારણે વેગાસને ૨.૩ કરોડ ડોલરની કમાણી થઈ. ૨૮ વર્ષીય રાજકુંવરના ફોટાએ ભલે વિવાદ સર્જ્યો હોત પણ અહીં તો એ ડોલર રળવાનું ઉત્તમ માધ્યમ બન્યા હતા.
* રેસ્ટોરન્ટમાં માલપુડાનો ઓર્ડર આપો અને મોહનથાળ આવે તેવી ભૂલ તો સમજ્યા પણ, બ્રિટનના સ્યાનસી ખાતેની ફ્રેંકી એન્ડ બેન્ની રેસ્ટોરન્ટે તો માનવ ભૂલની હદ વટાવી દીધી...! આ રેસ્ટોરન્ટે બે વર્ષના બાળકને ભૂલથી વ્હીસ્કી પીરસી દીધી હતી. આ બાળકે એકાદ ઘૂંટડો ભર્યો અને તેનો સ્વાદ ન ભાવતા તેણે બગાડેલું મોઢું જોઈને તેની માતાને શંકા પડી તેણે પણ ઘૂંટડો ભર્યો ત્યારે ખબર પડી કે વેઇટરે શું ભૂલ કરી છે. રેસ્ટોરન્ટને માફી માગવી પડી અને બાળકને તાત્કાલિક દવાખાને લઈ જવાયું. જો કે તબીબોએ 'સબ સલામત' હોવાનું કહેતા મામલો થાળે પડયો.
* જાપાનના પૂર્વ ભાગમાં પાંચની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સુનામીની કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી અને ભૂકંપમાં જાનમાલનું નુકસાન થયાના કોઈ અહેવાલો પણ સાંપડયા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાએ ગુણવત્તા અને કાયદા મુજબ મોદીને વિઝા આપવાનો સંકેત આપ્યો

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની ડિબેટમાં ઉપપ્રમુખ બિડેને મેદાન માર્યું
ઇસ્લામમાં મહિલાઓને શિક્ષણ મેળવવા પર કોઇ પ્રતિબંધ નથી

મુકેલી વસ્તુઓ ભૂલી જાવ છો ? ચિંતા નહિ, મદદ માટે હાઈ ટેક મોજાં હાજર છે

ખગોળશાસ્ત્રીઓને પૃથ્વી કરતાં પણ મોટા કદનો હીરો મળી આવ્યો
આજથી ચેમ્પિયન્સ લીગઃપાંચ દેશોની ૧૦ ટીમો વચ્ચે ટક્કર

ચેમ્પિયન્સ લીગની ટીમો

ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો કાર્યક્રમ
પુણે બ્લાસ્ટસ કેસ ઉકેલાયો ઃ પકડાયેલા ત્રણેય આતંકવાદી મહારાષ્ટ્રના જ
છેલ્લા એકાદ દાયકામાં દેશના ૭ ટકાથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ

ઉત્તર પ્રદેશના મહેસૂલ પ્રધાન વિનોદ કુમારે રાજીનામું આપ્યું

સબસિડીવાળા ૧૨ સિલિન્ડર આપવાની સરકારની વિચારણા
RTIનો દુરુપયોગ અટકાવવા તેને મર્યાદિત કરવો જોઈએ ઃ મનમોહન સિંહ
અમારા બેટ્સમેનો અને દિલ્હીના બોલરો વચ્ચેનો મુકાબલો જામશે

સેહવાગ અને ગંભીર માટે ફોર્મ પાછું મેળવવાની સારી તક છે

 
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved