Last Update : 13-October-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૧૦-૨૦૧૨, શનિવાર

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૪ મિ. (સૂ) ૭ ક. ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મ રાશિ ઃ આજે સાંજના ૬ ક. ૨૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુર્વાફાલ્ગુની બપોરના ૧૨ ક. ૫૩ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સંિહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- સાંજના ૬ ક. ૨૯ મિ. સુધી સંિહ પછી કન્યા
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ. આ. ૨૧- માસ-તિથિ-વાર ઃ- નિજ ભાદરવા વદ તેરસ ને શનિવાર.
- આજે તેરસનું શ્રાઘ્ધ છે. - પ્રદોષવૃત. માસિક શિવરાત્રી. શિવપૂજા અર્ચના પ્રાર્થના. - વિષ્ટી ૨૩-૦૯ થી. - ગુંસાઇજીના ત્રીજા લાલજી બાલકૃષ્ણનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દેશ-પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે. સંતાનનો સાથ-સહકાર રહેતા કામકાજમાં રાહત અનુભવો. સીઝનલ ધંધામાં સંભાળવું.

 

વૃષભ ઃનોકરી-ધંધાની સાથે ઘર પરિવારની ચંિતાને લીધે કામમાં મન લાગે નહીં. મિત્રવર્ગના લીધે કામનો વિલંબ અનુભવાય.

 

મિથુન ઃ ઉપરી વર્ગ- સહકાર્યકરવર્ગના સાથ-સહકારથી આપના કામકાજનો ઉકેલ લાવી શકો. કૌટુંબિક પારિવારિક કામ અંગે બહાર જવાનું થાય.

 

કર્ક ઃ સામાજિક - વ્યવહારિક કામ અંગે મહત્વના નિર્ણયો લેવાના હોય તો તેમાં સાનુકુળતા જણાય. ધંધામાં આવક થાય.

 

સંિહ ઃ વિચારોની દ્વિઘા થતાં આપના કામમાં વ્યસ્ત રહીને તેનો ઉકેલ લાવી શકો. અગત્યના કામ અંગેની મુલાકાતમાં પ્રગતિ જણાય.

 

કન્યા ઃ આપ હરો - ફરો કામકાજ કરો પરંતુ વ્યગ્રતા - બેચેની રહ્યા કરે. નાણાકીય લેવા-દેવાની બાબતમાં આપે. સાવધાની રાખવી.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ સાનુકુળતા જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે. ધંધામાં આવક જણાય.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ અંગે વ્યસ્ત રહેવું પડે. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ કરવા પડે.

 

ધન ઃ ધર્મકાર્યથી આપને આનંદ થાય. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર રહેવાથી કાર્યનો ઉકેલ લાવી શકો. યાત્રા-પ્રવાસ થાય.

 

મકર ઃ તબિયતની અસ્વસ્થતાને લીધે બેચેની વ્યગ્રતા અનુભવો. વાહન ધીમે ચલાવવું. નાણાંકીય નુકસાનીથી સંભાળવું પડે.

 

કુંભ ઃ આપને ધાર્યું કામકાજ કરવામાં સાનુકૂળતા જણાય. આપના રૂકાવટ વિલંબમાં અટવાઇ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો.

 

મીન ઃ રાજકીય સરકારી કામમાં રુકાવટ વિલંબ અનુભવાય. આપની દોડધામ શ્રમમાં ખર્ચમાં વધારો થાય. નાણાભીડ અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત - તા. ૧૩-૧૦-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મ વર્ષ આરોહ અવરોહમાં પસાર થાય. કયારેક આકસ્મિક - સફળતા તો કયારેક નાના કામમાં પણ આપને રુકાવટ- મુશ્કેલીનો સામનો કરવો પડે. સગા સંબંધી મિત્રવર્ગની મુશ્કેલીના લીધે આપ ચંિતા પરિતાપ અનુભવો. સંયુકત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં, વાદ વિવાદ મનદુઃખથી સંભાળવું પડે. વર્ષારંભે દેશ-પરદેશની કાર્યવાહીમાં ઘ્યાન રાખવું. ઉતાવળ કરવી નહીં. નોકરીમાં નજીકના લાગતા માણસો દ્વારા જ દગા વિશ્વાસઘાતથી સંભાળવું પડે. વર્ષના ઉત્તરાર્ધમાં થોડીક રાહત અનુભવાય. ધંધાકીય નવું આયોજન વર્ષ દરમ્યાન કરવું નહીં, સ્ત્રીવર્ગને નોકરી અને ઘર પરિવારની એક સાથે દેખ-રેખ રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. વિદ્યાર્થીબંઘુને ઠીક.

 

સુપ્રભાતમ્

- જ્યારે યુદ્ધ ન કરવા છતાં પણ મૃત્યુ નિશ્ચિત બને અને યુદ્ધ કરવા છતાં કદાચ જીવી જવાનો સંભવ હોય, તે જ યુદ્ધ કરવાનો સાચો સમય છે એમ પ્રખર બુદ્ધિશાળીઓ કહે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

નવી બાઈક લઈને આવેલા છગનને મગનને કહ્યું, ‘‘ચાલો, આપણે રેસ લગાવીએ...’’
‘‘ભલે’’, છગન બોલ્યો, ‘‘હારે એ બે હજાર રૂપિયા ભાઈબંધો વચ્ચે વાપરે...’’ થોડી સેકન્ડમાં એ બોલ્યો, ‘‘પણ મને રસ્તાની નથી ખબર.’’
‘‘કંઈ વાંધો નહીં’’, મગન બોલ્યો, ‘‘તું મારી પાછળ પાછળ આવજે...’’
‘‘હા, છગને કહ્યું, એ બરોબર છે.’’

[Top]
 

આજ ની રેસીપી

મોંમાં પાણી લાવતા મિષ્ટાન અને ફરસાણ

કોકો સ્પ્રેડ

 

સામગ્રી ઃ- ૧ લીટર દૂદ, ૩ ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજા જરદાળું, ૬ નંગ બદામ, ૫૦ ગ્રામ ચેરી, ૩ ટે. સ્પૂન ક્રીમ, ૧ ટે. સ્પૂન, ન્યુટ્રામૂલ પાવડર, ૨ ટે.સ્પૂન જીંજર બિસ્કિટનો ભૂકો, ૨ ટે. સ્પૂન કોર્નફલેક્સનો ભૂકો. ચપટી દાલચીની, ૧ ટે. સ્પૂન હની (મધ)

 

રીતઃ- દૂધને ઉકાળો. આશરે ૫૦૦ મિ.લી. જેટલું દૂધ રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી ઠંડુ થવા એક બાજુ મુકી દો.

 

દૂધ ઠંડુ થઈ જાય પછી તેને એક પહોળી ડીશમાં નાખો. એમાં બિસ્કીટ પાવડર નાખી ૧૫ મિનિટ રહેવા દો.

 

પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી એમાં કોર્નફલેક્સ પાવડર મિક્સ કરો.

 

કોકો પાવડરમાં હની (મધ) અને ક્રીમ મિક્સ કરી પુડીંગના ઉપર પ્રસરીને નાખવું.

 

જરદાળુના પાતળા-લાંબા પીસેસ કરી દરેક પીસને કોકો પાવડરમાં બોળી લો. પછી આ કોકો પાવડર કોટેડ જરદાળુના પીસેસ ડીશના ચારે બાજુ સજાવીને મૂકો.

 

હવે ઓવનને ગરમ કરો. ઓવન ગરમ થઈ જાય પછી તેમાં ડીશ મૂકી ૩૦ મિનિટ સુધી (૧૬૫ એફ) રહેવા દો.

 

૩૦ મિનિટ પછી બહાર કાઢી તેમાં બદામ નાખી ઠંડુ પડવા દો. પછી ફ્રીજમાં રાખી દો. વેફર અથવા બિસ્કિટ સાથે સર્વ કરો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved