Last Update : 12-October-2012, Friday

 

મુંગામોહનસિંહની વેતાલકથા- ૬

- મન્નુ શેખચલ્લી

 

બાર વરસે બાવો બોલતો હોય એમ આઠ વરસે આપણા 'મહા-પ્રમાણિક' પ્રધાનમંત્રી એમ બોલ્યા કે ''ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે કાયદામાં સુધારો કરવો પડશે!''
લો બોલો, એક લોકપાલનો કાયદો તો લવાતો નથી, ત્યાં આ ભ્રષ્ટાચારી સાંસદો પોતે શું ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાવવાના?
રામ રામ કરો...
* * *
...ફરીથી મુંગામોહનસિંહે ઝાડ પર લટકતું મડદું ખભે ઉપાડીને ચાલવા માંડયું. મડદામાં બેઠેલો વેતાલ જાગ્યો ઃ
''હે ગુંગા રાજન! મારી વારતા સાંભળ અને મારા સવાલનો જવાબ આપ...
એક ભવ્ય રાજ્યના ભવ્ય રાજમહેલની ભવ્ય તિજોરી લોકો પર નાંખેલા ભવ્ય કરવેરાથી છલોછલ રહેતી હતી. એ ભવ્ય તિજોરીની ચોકી કરનારો એક ભવ્ય ડોબો ચોકીદાર હતો. એ એટલો ડોબો અને બાઘો હતો કે રાજાના સગાવ્હાલા, મળતિયા, લાગવગીયા, ઘૂસણિયા અને લાલચુ વેપારીઓ વગેરે ભેગા મળીને તિજોરીમાંથી ખુલ્લે આમ લૂંટ ચલાવ્યા કરતા હતા.
એક દિવસ લોકોને ખબર પડી કે અમે આપેલા ભવ્ય કરવેરામાંથી થયેલો ભવ્ય સરકારી ખજાનો તો લૂંટાઈ રહ્યો છે! સૌ ભેગા મળીને પેલા ભવ્ય-ડોબા ચોકીદારને ખખડાવવા લાગ્યા ઃ
''અલ્યા, તને અહીં શા માટે રાખ્યો છે? આટલી ઊઘાડી લૂંટ ચાલતી હોય ત્યારે તું ચોરોને પકડતો કેમ નથી? અરે, પકડવાની વાત તો બાજુ પર રહી, પણ ડંગોરો પછાડવાનું, હાકોટા કરવાનું, ચેતવણી આપવાનું, હવામાં બંદૂકના ફાયર કરવાનું કે હાથકડી દેખાડીને ડરાવવાનું કામ કરે તોય પોણા ભાગની લૂંટ અટકી જાય! તું આવું કેમ નહોતો કરતો?''
જવાબમાં ફોદા જેવો ચોકીદાર ઢીલા અવાજે કહે છે ''એનાથી કશો ફેર પડવાનો નથી. ચોરો પકડાય તોય છૂટી જ જાય છે! હવે તો ચોરોનો રાજદરબાર ભરાય અને બધા ચોરો ભેગા મળીને ચોરોને સખત સજા કરવાનો કાયદો કરે તો જ કંઈક થઈ શકે...''
વેતાલે વારતા પુરી કરીને પૂછ્યું ''હે ગુંગા રાજન! આ નફ્ફટ ચોકીદારનું શું કરવું જોઈએ?''
મુંગામોહનસિંહે આંખો પટપટાવી, ખોંખારો ખાધો અને બિલાડી જેવા તીણા અવાજે જવાબ આપ્યો ''અરે, કુચ્છ નંઈ જી... ઉસે ભારત કા પરધાનમંતરી બના દો જી!''

Share |
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved