Last Update : 12-October-2012, Friday

 

બોન્ડ, જેમ્સ બોન્ડ


દંતકથાઓને ગુણવત્તા સાથે લેવાદેવા હોતી નથી. જેમ્સ બોન્ડનું પાત્ર એ હકીકતનો દમદાર પુરાવો છે. આ સપ્તાહે પડદા પર અવતરણનાં ૫૦ વર્ષ પૂરાં કરનાર બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડનું પાત્ર, આમ જુઓ તો, નીતાંત 'મસાલા' પ્રકારનું છે. 'લાયસન્સ ટુ કીલ' (કાયદાની પરવા કર્યા વિના વિશ્વહિતમાં શત્રુને મારી નાખવાનો પરવાનો) ધરાવતો જેમ્સ બોન્ડ મહાશક્તિમાન કે બોડીબિલ્ડર નથી. તે 'સ્પાઇડરમેન' કે 'સુપરમેન' પ્રકારનો 'મેન' પણ નથી. તે 'ઓન્લી ફોર મેન' પ્રકારનાં સામયિકોનો આરાધ્ય બને એવો જણ છે. બહાદુરી, ત્વરિત નિર્ણયશક્તિ, અવનવાં ઉપકરણ, પરાક્રમો માટેની તત્પરતા, માર ખાવાની ક્ષમતા, (ફેસબુક પર ન હોવા છતાં) સ્ત્રીઓ પ્રત્યે જોવાની એક જ પ્રકારની દૃષ્ટિ, તેમ છતાં એક કઠણ મહિલાના ઉપરીપણા તળે 'હર મેજેસ્ટી' (રાણી)ની નોકરી... આ બધી પડદા પરના જેમ્સ બોન્ડની પચાસ વર્ષમાં ન બદલાયેલી ખાસિયતો છે. 'માય નેમ ઇઝ બોન્ડ, જેમ્સ બોન્ડ' એ ફિલ્મી દુનિયાના સૌથી લોકપ્રિય અને જાણીતા સંવાદોમાંનો એક છે. ડબિંગ-યુગમાં પિઅર્સ બ્રોસ્નન અને તેના પછી બોન્ડ બનનાર ડેનિઅલ ક્રેગ બોન્ડીય છટા સાથે કહે છે,'નામ હૈ મેેરા બોન્ડ, જેમ્સ બોન્ડ'.
દલપતરામની શૈલીમાં કહેવું હોય તો 'રાજ ગયાં ને તાજ ગયા, વળી રાતો કેર ગયા કરનાર' (તાજઃ બ્રિટિશ સલ્તનત, રાતોઃ સામ્યવાદી). તેમ છતાં, જેમ્સ બોન્ડનો દબદબો પચાસ વર્ષે પણ અડીખમ છે, 'એ ઉપકાર ગણી જગતનો, હરખ હવે તું ઇંગ્લીસ્તાન'. જેમ્સ બોન્ડ પડદા પર આવ્યો ત્યારે સામ્યવાદી રાષ્ટ્રોનો અંતિવાદ જગત સામે મોટો પડકાર બનીને ઊભો હતો. જેમ્સ બોન્ડનું માનીએ તો, દુનિયાનો નાશ કરવાથી નાની સાઇઝનાં કાવતરાં ઘડાતાં જ ન હતાં. એટલે બોન્ડને મોકળું મેદાન મળી ગયું. તેને કોઇ કહેવાવાળું ન હતું, એવું તો સાવ નથી. કોલેજની હોસ્ટેલનાં ગૃહમાતા જેવાં, કડકમિજાજ છતાં માયાળુ અને બોન્ડનાં તોફાન વિશે ગૌરવ ધરાવતાં બોસ 'એમ' ખરાં- પણ એમ નહીં.
સરેરાશ ભારતવાસીઓમાંથી ઘણાનો અંગ્રેજી ફિલ્મો સાથેનો સંપર્ક જેમ્સ બોન્ડનાં પરાક્રમો થકી થયો. ખપજોગું અંગ્રેજી આવડતું હોય એવા પ્રેક્ષકો માટે બોન્ડની ફિલ્મો આશીર્વાદરૃપ નીવડે એવી હતી. એના ડાયલોગમાં સમજણ ન પડે તો પણ, દિલધડક બહાદુરી, ભારતીય સેન્સરની લક્ષ્મણરેખાથી બે ડગલાં આગળ નીકળતો દિલફેંક રોમાન્સ, દિલ થંભાવી દે એવાં એક્શન દૃશ્યો, દિલના ધબકારા તેજ થઇ જાય એવી સુંદરીઓ, દિલ ડોલી ઊઠે એવાં આઉટડોર દૃશ્યો- આ બધું નિર્વિધ્ને માણી શકાતું હતું.
એ સમયે શૉન કોનરી અને રોજર મૂર જેવા હીરો ભારતમાં જ નહીં, ઘણાખરા દેશોમાં મુખ્યત્વે જેમ્સ બોન્ડ તરીકે ઓળખાયા. એકલદોકલ પિક્ચરમાં ભૂમિકા કરનારાને બાદ કરતાં, કોનરી, મૂર ઉપરાંત પિઅર્સ બ્રોસ્નન અને ડેનિઅલ ક્રેગ મુખ્ય જેમ્સ બોન્ડ ગણાય. એ ચારેયનાં વ્યક્તિત્વ જુદાં. એ પ્રમાણે જેમ્સ બોન્ડના વ્યક્તિત્વમાં પણ ક્યારેક ગુલાબી રંગ ઉભરાતો હોય, તો ક્યારેક સખ્તાઇ. પરંતુ બોન્ડ ગમે તે બને, બોન્ડની ફિલ્મોમાં એક સામ્ય હોય તો એ મનોરંજનની ગેરન્ટીનું.
બોન્ડનું પાત્રાલેખન મુખ્યત્વે 'સમરથકો નહીં દોષ ગુંસાઇ' ટાઇપનું. પણ આ 'સમર્થ' જે કંઇ દોષ કરે છે તે આખરે 'વિશ્વને બચાવવા માટે' એવું પ્રેક્ષકોને સતત યાદ કરાવવામાં આવે, એટલે બોન્ડ લાડકો લાગતો હતો. બોન્ડની એક્શન સાથે ધર્મેન્દ્ર- અમિતાભ બચ્ચનની ફાઇટિંગની સરખામણી ન જ થાય, છતાં અંગ્રેજી ફિલ્મોના રસિયા બોન્ડની 'રીઅલ લાગે એવી ફાઇટિંગ'નાં વખાણ પણ કરતા હતા.
'બોન્ડની ફિલ્મોમાં નારીપાત્રોનું આલેખન' એ હંમેશાં વિવાદાસ્પદ મુદ્દો રહ્યો. નારીવાદીઓને એ વાતે બહુ વાંધો પડતો કે ઘણીખરી બોન્ડ ફિલ્મોમાં અભિનેત્રીઓના ભાગે 'નેત્રસુખ' આપવાનું (આઇકેન્ડી બનવાનું) જ આવતું. છેલ્લા થોડા વખતથી જોકે એ ફરિયાદ ઘણી હદે દૂર થઇ છે અને અભિનેત્રીઓને બોન્ડ ફિલ્મોમાં કામ જેવાં કામ મળતાં થયાં છે. હોલિવુડમાં અવનવા વિષયો અને તેની અદ્ભૂત માવજત ધરાવતી એક્શન ફિલ્મો આવ્યા પછી - અને ડબિંગ પછી તે હિંદીમાં ઉપલબ્ધ બનતાં- બોન્ડ ફિલ્મો હવે એક્શન ફિલ્મોનો પર્યાય રહી નથી એ ખરું, પણ ફિલ્મી દુનિયામાં બોન્ડનો કોઇ વિકલ્પ નથી એ પણ એટલું જ સાચું છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved