Last Update : 12-October-2012, Friday

 

કોંગ્રેસ, ભાજપ, મુલાયમ, માયા એ કોઈને ય વહેલી ચૂંટણી પાલવે તેમ નથી
મધ્યસત્ર ચૂંટણીઃ હમેં માલૂમ હૈ જન્નત કી હકિકત લેકિન...

આધુનિક પંચતંત્રની વાર્તા મુજબ, કાગડાના મોંમાંથી પૂરી પડવાની રાહ જોઈને ઊભેલું શિયાળ એવી પ્રાર્થના કરી રહ્યું છે કે, હે ભગવાન, હમણાં કાગડાને કહેજે પૂરી પકડી રાખે, પડે તો મારા ભાગે આવે તેવું લાગતું નથી!

 

ગોળની કણી વેરાય અને આંખના પલકારામાં કીડીઓની વણઝાર હાજર થઈ જાય તેવી જ હાલત અત્યારે દિલ્હીના રાજકીય ગલિયારામાં વર્તાઈ રહી છે. કેન્દ્રની યુપીએ ગઠબંધન સરકાર હવે આખરી શ્વાસ લઈ રહી છે. ગમે ત્યારે સરકાર ઉથલી પડશે એવા રોજરોજના વર્તારાનો પવન જુદી જુદી દિશાએથી વાઈ રહ્યો છે. ક્યારેક કોલકાતા બાજુથી વાવાઝોડું ફૂંકાય છે તો ક્યારેક લખનૌની રેલીમાંથી ચક્રાવાત વિંઝાય છે. મુંબઈ અને ચેન્નાઈ તો ઘણીવાર ડાકલા વગાડી ચૂક્યા છે. બધી દિશાએથી ફૂંકાતી હવાનો સૂર એક જ છે... મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે. શું ખરેખર યુપીએ સરકાર સંસદમાં બહુમતિ ગુમાવવાના પંથે છે? કે પછી 'વાઘ આવ્યો રે વાઘ'ની બુમરાણ મચાવીને છેવટે તો હાઉ ઊભો કરવામાં આવે છે?
લાંબા સમયની સુસ્તીમાંથી માથું ધૂણાવીને બેઠા થયેલા મનમોહનસિંહે આર્થિક સુધારાનો કડક દૌર આરંભ્યો અને ડિઝલના ભાવ વધારી દીધા તેમજ રાંધણગેસમાં ક્વોટા સિસ્ટમ લાગુ કરી એ સાથે દિલ્હીની રાજકીય સડક પર સત્તાનો ગોળ વેરાવા માંડયો હતો. મમતા બેનર્જીએ યુપીએ સરકારનો દામન છોડવાનો નિર્ણય કર્યો ત્યારે સત્તાના રિક્ટર સ્કેલ પર મોટા ધરતીકંપ પૂર્વેના હળવા આંચકા વર્તાવા લાગ્યા હતા.
એ ઘડીએ લથડતી સરકારને મુલાયમનો સહારો મળી ગયો અને મનમોહનના ચહેરા પર 'હાશ, બચી ગયા!'ની હળવાશ આવી ગઈ. જોકે એ પછી પણ મુલાયમે કોલકાતામાં સરકારને ભરચક ભાંડી પણ લીધી અને દર વખતની માફક સાંપ્રદાયિક પરિબળોને સત્તાથી દૂર રાખવા માટે મજબૂરીવશ પોતે યુપીએને ટેકો આપે છે એવી ઘસાઈ ગયેલી કેસેટ પણ વગાડી લીધી. મુલાયમનો મંત્ર સ્પષ્ટ છે, સરકારને સમર્થન જારી રાખવું અને ઉત્તરપ્રદેશ માટે મહત્તમ લાભ મેળવીને લખનૌમાં પોતાના પગ મજબૂત કરતાં જવા.
યુપીએ સરકારની કઠણાઈ એ છે કે મુલાયમ અને માયાવતી જેવા ઉત્તરપ્રદેશના બે પરંપરાગત પ્રતિસ્પર્ધીઓને તેણે સમર્થનની એક જ પંગતમાં બેસાડવાના છે. મુલાયમ અને માયાનો સંબંધ ગણિતના વ્યસ્ત પ્રમાણ જેવો છે. એક અંશમાં હોય એટલે બીજાની ભૂમિકા આપોઆપ છેદમાં જ ગણી લેવાની રહે. મુલાયમ સમર્થનની કંકોત્રી પાઠવે એટલે માયાવતીએ છેડો ફાડવાની કાળોતરી પકડાવી જ સમજવાની. હાલમાં પણ એમ જ બન્યું. મુલાયમનું વર્ચસ્વ યુપીએ ગઠબંધનમાં વધે એ પહેલાં જ માયાવતીએ લખનૌમાં રેલી યોજીને ભરચક શક્તિ પ્રદર્શન કરી નાંખ્યું અને 'આવતીકાલે સમર્થનના નિર્ણયની ફેરવિચારણા કરીશ' પ્રકારની ગર્ભિત ધમકી પણ આપી દીધી.
મમતા, મુલાયમ કે માયાવતી... આ દરેક નેતાઓના આવા તેવર અને તેનો સૂચિતાર્થ કોઈથી અજાણ્યા નથી. વાસ્તવિકતા એ છે કે, માયાવતી હાલ ઉત્તરપ્રદેશમાં રાજકીય વનવાસ હેઠળ છે. આ સંજોગોમાં ધારો કે મધ્યસત્ર ચૂંટણી આવી જાય તો માયાવતીને ઉત્તરપ્રદેશમાં હાલ જીતેલી ૨૧ બેઠકો ટકાવવામાં ય નાકે દમ આવી જાય તેમ છે. આમ છતાં સરકારનું સમર્થન કરીને ચૂંટણીઓ ટાળવી, એ દરમિયાન સરકારમાં મુલાયમને મોટો લાડવો ખાટી જતાં અટકાવીને રાજ્યમાં બસપાને ફરી મેદાનમાં લાવવી અને ત્યાં સુધી લાગ મળ્યે સરકારનું બાવડું પણ આમળતા જવું જેથી લોકોની નજરમાં સરકારની નિષ્ફળતામાં પોતે હિસ્સેદાર ન ગણાય.
મમતા, માયા, મુલાયમના રાબેતા મુજબના 'મ'કારમાં હવે મરાઠા નેતા પણ ઉમેરાયા છે. એનસીપીના શરદ પવાર જેટલા ચતુરસૂજાણ ખેલાડી છે એટલાં જ તકવાદી પણ છે. દિલ્હીની ગાદી પર યુપીએ સરકાર ન હોય તો આ કદાવર મરાઠા નેતાનો મહારાષ્ટ્ર સિવાય કોઈ ભાવ પૂછે તેમ નથી એ સંજોગોમાં યુપીએ સરકાર ટકાવવાની જેટલી સોનિયા, મનમોહનને ગરજ હોય એટલી જ ગરજ શરદરાવને ય છે જ પરંતુ તાજેતરમાં તેમણે પણ સરકારની ટિકા કરવામાં જોડાઈને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા કાર્યકરોને હાકલ કરી નાંખી.
ચૂંટણી પંચના સત્તાવાર રેકોર્ડ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ ગણાય છે પરંતુ વાસ્તવિક ચિત્રમાં તેની મહારાષ્ટ્રની બહાર કંઈ ઓળખ નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની વોટબેન્ક સમાન હોવાથી ત્યાં બંનેને એકમેકના ગાલે ગુલાલ છાંટયા વગર ચાલે તેમ નથી. હાલ લોકસભામાં ફક્ત નવ બેઠકોના જોરે તેઓ બબ્બે તગડાં ખાતાનું પ્રધાનપદું ધરાવે છે અને તેમના ખાતા સામે સરકારને ઉંહકારો પણ કાઢવા દેતાં નથી. સરકાર તૂટી પડે અને મધ્યસત્ર ચૂંટણી આવી પડે તો શરદરાવના બારે ય વ્હાણ અધવચ્ચે જ ડૂબે તેમ છતાં. આમ છતાં સરકારના નામના છાજિયા લેવામાં તેઓ પણ જોડાયા છે કારણ કે મુલાયમ, મમતા, માયાની માફક તેમને ય (સત્તાનો) ગોળ ખાવો છે પણ (નિષ્ફળતાની માખીનું) બણબણ નથી જોઈતું.
મધ્યસત્ર ચૂંટણીના આ ઢોલનગારાં પીટવામાં છેવટે હવે ભાજપે પણ હાથ અજમાવી લીધો છે. ગુરુવારે વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે તો સંસદના શિયાળુ સત્ર પછી ગમે ત્યારે સરકારનું પતન નિશ્ચિત હોવાનું પણ કહી દીધું. ભોપાલમાં યુવા મોરચાના કાર્યક્રમમાં તેમણે જો હાલમાં વિશ્વાસનો મત લેવામાં આવે તો પણ સરકારે બહુમતિ ખોઈ દીધી હોવાનો અભિપ્રાય આપીને આવતાં વર્ષના મધ્ય સુધીમાં ચૂંટણી આવવાની ખાતરી આપી છે. ભાજપની કઠણાઈ કહો કે વિશેષતા, ખુદ યુપીએ ગઠબંધનના સાથીપક્ષો જેટલાં જોરશોરથી સરકારની નિષ્ફળતાને ભાંડે છે અને મધ્યસત્ર ચૂંટણીના હાકલા-પડકારા કરે છે તેની સરખામણીએ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપનો વિરોધ ગૂંગાની પીપુડી જેટલો ય નથી.
મધ્યસત્ર ચૂંટણી ધારો કે આવી પણ જાય તો ય ભાજપ લાભ ઊઠાવી શકવા સજ્જ હોય તેવું વર્તાતું નથી. સૌ પ્રથમ તો ભાજપ જ્યાં મજબૂત છે એવા રાજ્યો પૈકી ગુજરાતને બાદ કરતાં કર્ણાટકમાં યેદીયુરપ્પા શંકરસિંહવાળી કરી રહ્યા છે એટલે ત્યાં ભાજપે હજુ લાયબંબો લઈનો દોડવાનું છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથેની યુતિ મજબૂત હોય તો પણ જનાધારમાં ખાસ ફરક નથી. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકાર સામે અસંતોષ વધી રહ્યો છે.
પંજાબમાં અકાલીદળ સાથે ગઠબંધન હજુ હેમખેમ છે પરંતુ જેના પર સૌથી મોટો દારોમદાર છે એ બિહારમાં નીતિશ અને ઓરિસ્સામાં નવીનની ચાલચલગત ભાજપ માટે સારી નથી. ભાજપની હાલત મોટી ઉંમરે કોડીલી કન્યાને પરણેલા એવા વૃધ્ધ માણસ જેવી છે જે પત્નીને વારવા કે ડારવા સક્ષમ નથી. ભાજપની આ લાચારી નીતિશ અને નવીન બરાબર ઓળખે છે એટલે જ છાશવારે ભાજપને બે ડફણા ય મારી લે છે અને યુપીએમાં જોડાવાના આંખ-ઉલાળા પણ કરી લે છે.
આ હાલતમાં જો મધ્યસત્ર ચૂંટણી આવી પણ જાય તો યુપીએનું જે થવું હોય એ થાય, સૌથી પહેલાં તો એનડીએના જ ખોળામાંથી છૂટી પડતી ભારીમાંથી ચિભડાં વેરાય એમ સાથી પક્ષો વેરાઈ જાય તેમ છે. આ સંજોગોમાં ભાજપ ક્યા મોઢે મધ્યસત્ર ચૂંટણીની વાત કરે છે એ ફક્ત સુષ્મા જ જાણે. રિમેકનો જમાનો છે. જૂની ફિલ્મો, જૂના કથાનકોને નવેસરથી કહેવાના આ દૌરમાં ધારો કે પંચતંત્રની પેલી કાગડા અને શિયાળવાળી વાર્તા નવેસરથી લખવાની થાય તો?
- તો કાગડાના મોંમાંથી પૂરી પડવાની રાહ જોઈને ઊભેલું શિયાળ નવી વાર્તામાં પ્રાર્થના કરતું હશે કે હે ભગવાન, હમણાં પૂરી ન પડવા દઈશ. ઝીલવા માટે હું સક્ષમ નથી!

Share |
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved