Last Update : 12-October-2012, Friday

 
અમિતાભની આવી સફળતાનું રહસ્ય શું?
- અમિતાભ શું પોતાની આત્મકથા કદી લખશે ખરા?
- લોકપ્રિયતાની બાબતમાં હોલિવુડના અને આપણા દેશના કોઈપણ ફિલ્મી કલાકારને પાછળ રાખનાર અમિતાભ
- ૭૧માં વર્ષમાં પ્રવેશ કરતી વખતે પણ એટલી જ એવીને એવી લોકપ્રિયતા
- આવતા વર્ષે લગ્નજીવનના ૪૦ વર્ષ પૂરા કરશે ત્યાં પત્ની જયા એમના વિષે શું માને છે?
- એક પત્નીની નજરે એક પતિ
- અમિતાભના કૌટુમ્બિક અંગત જીવનની વાતો

ઢીચકી જયા ભાદુરી અને લાંબો તાડ અમિતાભ બચ્ચન એક અલગ પ્રકારના પણ આદર્શ દંપતિ છે. બન્નેના લગ્ન ૧૯૭૩માં થયા ત્યારે જેટલી નવાઈ પ્રસરેલી એટલી નવાઈ અત્યારે પણ એમનું સુખી દામ્પત્ય જીવન જોનારને થાય તેવું છે. (સુખી દામ્પત્ય જીવન માટે ત્યાગ અને બાંધછોડની ભાવના મુખ્યત્વે જરૃરી છે.)
એક બાજુ નટખટ અને તોફાની સ્વભાવની જયા ત્યારે બીજી બાજુ શાંત, ગંભીર અને પોતાના વિચારોમાં ખોવાયેલા રહેતા અમિતાભ.
આ બચ્ચન કુટુંબ ૧૧ ઓક્ટોબરે અમિતાભનો ૭૦મો જન્મદિન અને ૭૧માં વર્ષમાં પ્રવેશ મેળવવાના દિવસની તૈયારીમાં પડયા છે. ૨૦૧૩માં જયા-અમિતાભના લગ્નની ૪૦મી વર્ષગાંઠ આવે છે એને પણ ઉજવવાનું અત્યારથી વિચારઈ રહ્યું છે.
એમના વિષે જયા બચ્ચન કહે છે કે...
કોઈ ૭૦ વર્ષનું થયું છે ત્યારે આપણને થાય કે, 'હેં! ૭૦? ઘણી મોટી ઉંમર થઈ ગઈ. પણ આપણે જ્યારે અમિતને મળીએ ત્યારે એમની સાથે વાતો કરતા થાય કે સીત્તેર? ના, આ માણસ તો સિત્તેરના હોય શકે જ નહીં. એટલે કે એમણે ઉંમરની જુદી જ વ્યાખ્યા કરી છે. જોત જોતમાં સમય કેવો પસાર થઈ ગયો.
મેં એમને પહેલી વખત પૂના ઈન્સ્ટીટયુટમાં ૫૦ વર્ષ પહેલાં જોયા હતા. ત્યારે તેઓ ખ્વાજા અહમદ અબ્બાસ સાથે આવેલા. જોકે અમારા બન્નેની પહેલી ઓળખ 'ગુડ્ડી'ના સેટ ઉપર થયેલી. એમાં અમિત ભાંજાએ જે રોલ કરેલો એ પહેલાં એમણે કરવાનો હતો. દરમ્યાનમાં આનંદ ફિલ્મ રજુ થઈ ચુકી હતી અને ઋષિકેશ મુખરજી ગુડ્ડીમાં કોઈ જાણીતા ચહેરાને લેવા માંગતા નહોતો. હું એમનાથી પ્રભાવિત થઈ. તેઓ હિન્દીના યુગકવિ હરિરાય બચ્ચનના પુત્ર હોવાની ધાક પણ હતી. (જયા ભાદુરી એક પત્રકાર પિતાની પુત્રી થાય એટલે એની જાણકારીઓ પણ બીજા કરતાં વધુ હોય) તેઓ મને બાજાથી અલગ લાગતા હતા. ત્યારે બીજાઓ મારા ઉપર હસતા હતા. ત્યારે પણ મેં કહી દીધું કે... તેઓ બહુ આગળ આવશે. મને એ વખતે પણ લાગતું હતું કે તેઓ બીજા જેવા હીરો નથી. એમની સાથે જલદી મને પ્રેમ થઈ ગયો. હું પહેલાં એમને લંબુજીના નામે બોલાવ્યા કરતી હતી પણ પછી નાનકડી શ્વેતાએ પણ એમને લંબુજી કહીને બોલાવવા માંડયા ત્યારે મને લાગ્યું કે હવે એમને એ નામથી બોલાવવાનું મારે બંધ કરવું જોઈએ. શ્વેતાના જન્મ વખતે ઘરનું કામ કરવા માટે ઘરમાં એક બાઈ રહેતી હતી પણ એ દિવસ માટે જ. બાકી રાતના તો અમે અમારું કામ અમારી જાતે જ લેતા હતા.
એમાં પણ રવિવારે અમિત ઘરનો ચાર્જ લઈ લેતા હતા. એટલે એ શ્વેતાને નવરાવતા પણ હતા. અભિષેક નાનો હતો ત્યારે તેઓ એ કામ નહોતા કરતા કારણ કે એ વખતે એમને ઘણું વધારે કામ થઈ ગયું હતું.
અમિત અમારા બન્ને સંતાનોની વધુ નજદીક છે તો પણ શ્વેતાથી તેઓ વધુ નિકટ છે કે અભિષેકથી એ નક્કી કરવું અઘરું છે. અભિષેક તો અમારા કુટુંબનો સૌથી નાનો બાળક ત્યાં સુધી રહ્યો કે જ્યાં સુધી એ પોતે બાપ ન બન્યો! જ્યારે અમે જાણ્યું કે ઐશ્વર્યા માતા બનવાની છે ત્યારે એમના આનંદનું ઠેકાણું ન રહ્યું. શરૃના ચાર મહિના એણે એ વાત માંડમાંડ પચાવી અને જેવું ડોક્ટરે કહ્યું કે હવે બધાને જાણ કરી શકાય છે કે તરત જ એણે ટ્વીટર પર એ વાત જાહેર કરી દીધી. એ પછી જ્યારે આરાધ્યા જન્મી ત્યારે અભિષેક જેવી ઘણી લાગતી હતી. એના જેવો જ ચહેરોમોહરો. પણ હવે એ પોતાની મા જેવી લાગે છે.
અમિતને દરેક જણ પોતપોતાના રીતે જૂએ છે. પણ મને લાગે છે કે એમની અંદર જે ઈન્સાન છે માનવી છે એને એમનું કુટુંબ જ જાણતું હોય છે.
એમની સફળતાનું રહસ્ય છે એમની સજ્જનતા મને લાગે છે કે હજી પણ તેઓ સંપૂર્ણપણે નથી જાણતા કે તેઓ શું છે, ક્યાં પહોંચી ગયા છે અને શું શું કરી રહ્યા છે. એમને બસ, જે ઠીક લાગે એ કરે છે. એક સેલીબ્રીટી હોવા છતાં તેઓ એક આમ આદમીની જેમ વિચારે છે. તેઓ એવું નથી વિચારતા કે હું અમિતાભ બચ્ચન છું. એવું ક્યારેય નથી વિચારતા. એમને એ હંમેસા ખ્યાલમાં જ રહે છે કે તેઓ હરિરાય બચ્ચનના અને તેજી બચ્ચનના પુત્ર છે, શ્વેતા અને અભિષેકના પિતા છે, ઐશ્વર્યાના સસરા છે. કશું પણ કરતા પહેલાં તેઓ સૌ પ્રથમ આ જ વિચારે છે. કોઈ પણ સ્થિતિ કે મુશ્કેલીનો સામનો તેઓ આપણે સામાન્ય માનવી કરીએ છીએ એ જ રીતે કરે છે. બાકી અત્યારે તેઓ જ્યાં છે ત્યાંથી આડા રસ્તે જવાનું અથવા બીજી રીતે વિચારવાનું બહુ સરળ હતું.
સફળતા કદી પણ એમના માથા ઉપર નથી ચઢી. એમણે જેનો ખ્યાલ રાખ્યો છે એ સફળતા અને સિદ્ધિઓને હાંસલ કરી છે એનું કારણ આ છે. એમની સફળતાનું એ જ રહસ્ય છે કે એમણે કદી પોતાની સિદ્ધિઓને માથે ચઢવા નથી દીધી.
જ્યારે તેઓ સડક પર બંગલાની બહાર લોકોને રવિવારે મળવા જાય છે ત્યારે અચંબિત થઈ જાય છે. એમને વિશ્વાસ નથી બેસતો આટલા બધા લોકો એમને મળવા આવે છે. એ ભીડમાં ઔરતો હોય છે એની ફીકર એમને હોય છે અને પોતાના સિક્યોરીટી ગાર્ડ પાએ ઓરતોને જુદી કરાવે છે. ઓરતોને કોઈ હેરાન ન કરે એનો તેઓ ખાસ ખ્યાલ રાખે છે. કોઈની સાથે અન્યાય ન કરવો અને અન્યાય થવા ન દેવો એ એમનો સ્વભાવ છે.
અમિત બહુ જ વિનમ્ર છે. લંડનમાં જે ઓલિમ્પિક રમતો થઈ ત્યારની વાત કરું તો એમણે એના વિષે કોઈને કહ્યું નહોતું. મેં જ્યારે ત્યાં જવા માટે એમને પૂછ્યું ત્યારે ગોળ ગોળ જવાબ આપ્યો કે, 'જોઈએ, શું થાય છે.' એમને ઓલિમ્પિક રમતોત્સવની કમીટીએ એમને ઓલિમ્પિકની મશાલ લઈને દોડવા માટે એમને બોલાવેલા છતાં એમણે ત્યાં જવાનું બે વખત ટાળ્યું. અને પછી ચૂપચાપ ફલાઈટ લઈને ઉપડી ગયા, પોતાનું કામ કર્યું અને પાછા પણ આવતા રહ્યા.
એમનો એક ગુણ છે 'દરેક વસ્તુને બીજાની નજરે જુઓ.' નેગેટીવ કશું જ નહીં. હું ક્યારેક નારાજ થઈ જઉં પણ એ કદી નહીં. આ બાબતમાં અમે બન્ને બહુ અલગ છીએ.
જ્યારે તેઓ સ્ટ્રગલ કરી રહ્યા હતા અને એમની ફિલ્મો ચાલતી નહોતી. ત્યારે બીજાને થાય એટલું દુઃખ થતું હતું. પછી જ્યારે સફળતા મળી ત્યારે એમણેએ ન જોયું કે... આ તો થવાનું જ હતું. એમની અસફળતાના દિવસોમાં મેં ઘરમાં પુરુષ અને સ્ત્રીનું બન્નેનું કામ સંભાળી લીધું. એમણે પૈસા કમાવાનું. બહુ લાંબા સમય સુધી એ ચાલતું રહ્યું. હું એકલા ઘર ચલાવવાની એવી આદી થઈ ગઈ હતી કે, તેઓ જ્યારે ઘરમાં હોય ત્યારે મારે યાદ રાખવું પડે છે કે આ ઘર છે અને એમનો મત પણ લેવો જરૃરી છે.
જ્યારે તેઓ કામ નહોતા કરતા ત્યારે એમણે અમને ગાંડા કરી મૂક્યા હતા. એ વખતે એમણે ઓવન, વોશીંગ મશીન જેવી વસ્તુઓ ખરીદવા માંડેલી. એક ગૃહિણી તરીકે એ બધું રાખવાનું મને મુશ્કેલ થઈ ગયું. એમણે કહ્યું કે, 'જે ઘરમાં હતું એ જૂનું થઈ ગયું છે... એને કોઈને આપી દઈશું અને એકદમ નવું મોડલ લેવા માંડયા.'
તેઓ પોતાના નિર્ણયો કુટુંબ ઉપર નથી લાદતા. રોજબરોજના જીવનમાં દખલ દેવાની એમને ટેવ નથી. ક્યારેક કોઈ ખાવાનું એમને ભાવી જાય તો એ કહેશે કે એ વસ્તુ વાનગી ફરીથી ખાવાની એમને ઇચ્છા છે. આમ તો અમને ખ્યાલ છે કે એમને શું ભાવે છે અને એનું ધ્યાન પણ રાખવામાં આવે છે. તેઓ શાકાહારી જ જમે છે. તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તેઓ દરરોજ ઊઠીને યોગાભ્યાસ કરે છે.
જ્યારે બાળકો નાના હતા ત્યારે અમે રજા ગાળવા જઈ શકતા હતા. એ વખતે રજાઓમાં અમે એમને આઉટડોરમાં મળવા જતા હતા. મારા સાસુ, સસરા અને મોટા દિયર બધા જ અમિત જ્યાં આઉટડોરમાં શુટીંગ કરતા હોય ત્યાં પહોંચી જતા.
એ પછી શ્વેતા અને અભિષેક બોર્ડિંગમાં ચાલ્યા ગયા ત્યારે એમનું ક્યાંય જવાનું મન થતું નહીં. રજાઓમાં એમને ઘરેજ રહેવાનું ગમતું. અમિતને ઘરમાં રહેવામાં મજા આવે છે. આમ પણ તેઓ પાર્ટી વગેરેમાં ઓછા જાય છે. હા, પ્રિમિયર પર જરૃર જતા જે એ વખતે મોટી વાત ગણાતી.
એમના બાળકોના બાળકો એમની આસપાસ રહે એ એમને બહુ ગમે છે. શ્વેતાના સંતાન નવ્યાનવેલી અને અગસ્ત્ય અને હવે અભિષેકની બેટી આરાધ્યાએ બધાને નવાનવા ગેજેક્ટસનો બહુ જ શોખ છે. અગસ્ત્ય પોતાના નાનાને નવા નવા ગેજેક્ટ્સ વિષે શીખડાવે છે. અમિતને પોતાના કોમ્પ્યુટર કે ફોનમાં કંઈ સમજ ન પડે તો ૧૨ વર્ષના અગસ્ત્યને ફોન કરીને પૂછે છે કે હવે શું કરવું? તેઓ ફેસટાઈમ ઉપર એકબીજા સાથે વાતો કરે છે. જ્યારે એમની મુશ્કેલી દૂર થઈ જાય ત્યારે અગસ્ત્યને 'થેન્કસ બડી' કહે છે. આજે એમની પાસે આ બચ્ચાઓ માટે ઘણો સમય છે અને અભિષેક અને શ્વેત નાના હતા ત્યારે એટલો સમય નહોતો.
જ્યારે બધા ઘરમાં હોય છે ત્યારે તેઓ ઘરે પાછા ફરીને પૂછે છે કે 'મેમસાબ ક્યાં છે? ભાઈ ક્યાં છે? બહુરાની ક્યાં છે?' જો શ્વેતા આવી હોય તો 'બેબી ક્યાં છે? બાળકો ક્યાં છે?' પછી એમને ખ્યાલ આવી જાય કે બધા ઘરમાં છે એટલે એ પોતાના રૃમમાં ચાલ્યા જાય છે અને પોતાના કામમાં લાગી જાય છે. બાળકો ફરિયાદ કરતા હોય છે. શ્વેતા કહે છે કે, હું અહિં રહેવા આવી છું અને એ પોતાના કામમાં કેમ રહે છે?
અને ગેેેજેટ્સવિષે કશી જ ખબર નથી પડતી. મારે જે કંઈ પૂછવું હોય તો હું અભિષેકને ફન કરું છું અથવા અગસ્ત્યને.
મને સવારના પહોરમાં છાપું વાંચવું જોઈએ. ઈન્ટરનેટ ઉપર ન્યુઝ વાંચવાનું નથી ગમતું. મુંબઈમાં હોઉં ત્યારે હું ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વાંચું છું અને દિલ્હીમાં ધી હિન્દુ જ્યારે અમિત બધા જ છાપા વાંચે છે.
બ્લોગમાં તેઓ અમારા વિષે પણ ગમે તે લખી નાંખે છે.
મને નથી લાગતું કે તેઓ પોતાની આત્મકથા લખે કેટલાક લોકો એમના માટે એ કામ કરવા તૈયાર છે. હું તો લખી જ શકતી નથી. એ મોડી રાત સુધી જાગીને પોતાના બ્લોગ લખે છે. એ વખતે એમનું મગજ બહુ જ ચાલે છે. બધે શાંતિ હોય છે અને એમને ડિસ્ટર્બ કરનાર કોઈ નથી હોતું. એમને ઊંધની બિમારી નથી કારણ કે એ ગમે ત્યારે ત્યાં ઊંધી શકે છે. શુટીંગ દરમ્યાન શોટસની વચ્ચે પણ એ ઊંધી જતા હોય છે.
- ગુણવંત છો. શાહ

 

બોનાન્ઝા
બેકપેઈન યોગથી મટી શકે છે
આપણે તો, અને 'નેટવર્ક' તો હંમેશા કહેતું આવ્યું છે કે, કેટલાય અસાધ્ય રોગો અથવા એલોપથીમાં જેનો ઉપાય નથી એવા રોગો યોગસનોથી મટી જાય છે. ધીરજ એટલે કે દરરોજ વર્ષ બે વર્ષ સુધી કરતા રહેવાથીએ મટે છે. એલોપથીની દવાઓએ એવું ઘુસાડી દીધું છે કે ટિકડી લો એટલે પંદર વીસ મિનિટમાં માથું દુઃખતું બંધ થઈ જાય. જ્યારે રોગને મૂળમાંથી કાઢવો હોય તો વાર તો લાગે ને?
યોગને અંગ્રેજોએ એલોપથી ઘુસાડવા જેમ આયુર્વેદને બદનામ કરેલો એમ યોગને પણ કરેલો. પરંતુ અમેરિકનોએ આપણી આંખો ૪૦-૫૦ વર્ષ પહેલાં ઉઘાડી. એટલે આપણે 'યોગા-યોગા' જપવા લાગ્યા. વિદ્યા આપણી, સંશોધન આપણું પણ અમેરિકાએ થપ્પડ મારીને આપણી આંખો ઉઘાડી.
એ જ અંગ્રેજોની નવી પેઠી જેમ આયુર્વેદને અપનાવવા ભણી વળી છે એમ યોગ તરફ પણ વળી છે. યોગ વિષે હમણાં બ્રિટનમાં મોટું સંશોધન થયું એ સંશોધનના પરિણામ 'સ્પાઈન' નામના મેગેઝીનમાં પ્રગટ થયા છે. (જેમની પાસે ગુગલ કે ઈન્ટરનેટ જેવું હોય એણે એમાં આ મેગેઝીન કાઢીને જોવું જોઈએ)
એમાં જણાવ્યા પ્રમાણે, યોગના કારણે બેકપેઈન મટી જાય છે એટલું જ નહીં પણ જલદી મટી જાય છે. વળી મફતમાં મટે છે.
એક બીજો ઉપાય ગોમૂત્રનો પણ છે. ગોમૂત્રનું બેકપેઈન ઉપર માલિસ કરવાથી નુકસાન નથી પણ મટી જશે. 'બેકપેઈન' મટાડનાર યોગાસન ક્યું છે એ પણ હમણાં 'નેટવર્ક'માં આપેલું.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved