Last Update : 12-October-2012, Friday

 

રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો

- દૂધ ગરમ કરવા મૂક્યું હોય ત્યારે ઉભરાઈ જવાનો ભય ગેસથી દૂર ખસવા નથી દેતો. આવા વખતે ફોગટ ઉભા રહેવાને બદલે ડાબો હાથ ઉપર લો અને જમણો હાથ ઘુંટણની બાજુના ભાગમાં રાખો.

 

 

સામાન્ય રીતે નોકરી કરતી વેમેનનું વજન વધતું જતું હોય તોય તેમને કસરત કરવાનો સમય નથી મળતો. ઘરમાં પતિ, સંતાનો અને ઘરના વડિલોની જવાબદારી અને ઓફિસના કામ વચ્ચે સતત દોડતી રહેતી મહિલાઓ ચાહે તોય પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપી શકતી. પણ નિષ્ણાતો તેમની આ મુશ્કેલી આસાન બનાવવાના ઉપાયો સૂચવતાં કહે છે કે વધારાનો સમય ફાળવ્યા વિના રસોઈ બનાવતી વખતે પણ તમે થોડો વ્યાયામ કરી શકો છો.
શાક સમારતી વખતે એક જ પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરો. એક પગ જમીન પર ટેકવી રાખો અને બીજો પગ ફરસથી થોડા ઈંચ ઉપર લો. પાંચેક સેકંડ માટે પગ અધ્ધર રાખ્યા પછી જમીન પર મુકી દો. આ પ્રક્રિયા પાંચથી સાત વખત કરો એક પગનો આ સરળ વ્યાયામ થઈ જાય પછી બીજા પગને ફરસથી ઉપર રાખવાની પ્રક્રિયા રિપીટ કરો. જો પગ અધ્ધર રાખતીવખતે સંતુલન જાળવવાનું ન ફાવે તો પ્લેટફોર્મ પર હાથ ટેકવી શકાય. જો કે આમેય શાક સમારતી વખતે પ્લેટફોર્મનો થોડો ટેકો તો મળી જ રહે છે.
લોટ બાંધવાની ક્રિયા એટલે હાથને મળતો ઉત્તમ વ્યાયામ. તેથી જ લોટ બાંધવા માટે ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કરવાને બદલે હાથેથી જ લોટ બાંધો. આનાથી હાથને કસરત મળવા સાથે હથેળી પણ સુંવાળી થાય છે અને રોટલી પણ નરમ બને છે.
દૂધ ગરમ કરવા મૂક્યું હોય ત્યારે તે ઉભરાઈ જવાનો ભય માનુનીને ગેસથી દૂર ખસવા નથી દેતો. આવા વખતે ફોગટ ઉભા રહેવાને બદલે ડાબો હાથ ઉપર લો અને જમણો હાથ ઘુંટણની બાજુના ભાગમાં રાખો. હવે જમણી બાજુએ વળો. આ પ્રક્રિયા પાંચ વખત કરી ડાબી બાજુએ આ કસરત રિપીટ કરો તેવી જ રીતે વાંકા વળીને અંગુઠા પકડો. હાથને માથાના પાછળના ભાગમા ંલઈ જઈને બંને હાથની આંગળીઓના અંકોડા ભેરવો. પછી બંને હાથની કોણી શક્ય એટલી નજીક લાવવાનો પ્રયાસ કરો.
રસોડામાં નમક-મસાલાના ડબ્બા, તજ, લવિંગ, મરી કે મેથીના દાણાની ડબ્બીઓ પ્લેટફોર્મની નીચેના ખાનામાં મૂકો. આ બધી વસ્તુઓ લેતી વખતે કમરેથી વાંકા વળવાને બદલે ઘુંટણ વાળીને થોડાં બેસતાં હો એવી સ્થિતિમાં આવો. આ રીતે તમે ઘુંટણ અને સાથળનો વ્યાયામ કરી શકશો.
થોડે ઉપરથી કોઈવસ્તુ લેવી હોય તો સ્ટુલનો ઉપયોગ કરવાને બદલે એડી ઉંચી કરીને તે વસ્તુ લઈ લો. રાંધતી વખતે વચ્ચે વચ્ચે ૧૦થી ૧૫ સેકંડનો સમય મળે ત્યારે પણ તમે એડી ઊંચી કરવાની પ્રક્રિયા કરી શકો. આમ કરવાથી સાથળ અને પગના નળાને કસરત મળે છે.
દાળ કે છાશ વલોવતી વખતે બ્લેન્ડરનો ઉપયોગ કરવાને બદલે વલોણાનો ઉપયોગ કરો. ઝડપથી વલોણુ ચલાવવાથી હાથના સ્નાયુ મજબૂત થાય છે. ક્યારેક કેટલીક મહિલાઓ તો કાનમાં ગીતો સાંભળતી રસોઇ કામ કરતી હોય છે અને પછી રસોઇ બગડવાનો પણ ભય ઉભો થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved