Last Update : 12-October-2012, Friday

 

ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...

- લાલ, વાદળી, બ્લેક કે સફેદ બૂટ કાળા કરતાં વધારે સારા લાગે છે. બૂટની લંબાઈ પણ હવે ઢીંચણને બદલે ઘૂંટી સુધીની બની ગઈ છે.

 

 

સુમોના ગરવારે તેના બૂટ વગર જીવી શકે તેમ નથી. પરમેશ્વર ગોદરેજ પણ ઘણીવાર પોતે બૂટની હોટ પેરમાં દેખાય છે. આ બંને ફેશનેબલ મહિલાઓનું સદભાગ્ય કે શિયાળાની ઋતુમાં બૂટ પાછા ફેશનેબલ બન્યા છે.
ડિઝાઈનર રોકી એસ જે ઘણીવાર તેનાં વસ્ત્રોની સાથે બૂટ રજૂ કરે છે તેનું કહેવું છે કે બૂટ કદી આઉટ ઓફ ફેશન થતાં જ નથી. તે કહે છે બૂટ પહેરવાથી મહિલા મજબૂત, સેક્સી અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. અને મારાં વસ્ત્રો પણ આ જ બાબતો પર ભાર મૂકે છે. રોકીએ ઉમેર્યું હતું કે બૂટની સ્ટાઈલ બદલાતી રહે છે.
કેટલીક વાર આગળનો હિસ્સો ચોરસ બોક્સ જેવો હોય છે, પણ જો મહિલાને આત્મવિશ્વાસ સભર અને સેક્સી દેખાવું હોય તો તેણે બૂટની જોડી પહેરવી જ રહી.
રોકી એસે ફિલ્મ રક્ત માટે યાના ગુપ્તા માટે અને આગામી ફિલ્મ ઐતબારમાં બિપાશા બસુ માટે બૂટ ડિઝાઈન કર્યા છે. રોકીએ જણાવ્યું હતું કે બિપાશા અને વીજે સોફિયા પાસે ઓછામાં ઓછા દસ જોડી બૂટ છે. જ્યારે દિયા મિરઝા તો માત્ર બૂટ જ પહેરે છે.
સાથી ફેશન ફોટોગ્રાફર શ્રધ્ધા બોરાવકેને તેના કાળા ઢીંચણ સુધીના બૂટ ગમે છે. તે કહે છે કે હું મારા મિની સ્કર્ટ સાથે આખો વખત હું પહેરી રાખું છું. બૂટ એ નારીની નાજુકાઈ અને ખરબચડાપણા વચ્ચેનો સરસ વિરોધાભાસ છે. આ તો સેક્સી અંડરવેર પહેરવા સમાન છે. ફરક માત્ર એટલો જ છે કે બૂટ બધા જોઈ શકે છે.
ડિઝાઈનર પ્રિયદર્શિની રાવે જણાવ્યું હતું કે આજકાલર રંગીન બૂટ વધારે ફેશનેબલ છે. લાલ, વાદળી અથળા સફેદ બૂટ કાળા કરતાં વધારે સારા લાગે છે. બૂટની લંબાઈ પણ હવે ઢીંચણને બદલે ઘૂંટી સુધીની બની ગઈ છે. રાવને લાગે છે નારીના નાજુક વસ્ત્રોમાં બૂટ મજબૂતાઈ ઉમેરે છે. રાવે જણાવ્યું હતું કે તે વસ્ત્રોને વધારે યૌવનભર્યા બનાવે છે. હું મારાં ટૂંકા વસ્ત્રો સાથે અથવા સ્કર્ટ સાથે બૂટ પહેરું છું, પણ મેડોનાએ ફાટેલા કાર્ગો પેન્ટ પર બૂટ પહેરી તહેલકો મચાવી દીધો હતો.
અગાઉ કરતાં બૂટ સાથે હવે વધારે પ્રયોગો થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત ડૉ.માર્ટેન્સના બૂટમાં હવે બકલ આવતાં નથી તેનું સ્થાન ફૂલોવાળી પ્રિન્ટ્સે લીધું છે જ્યારે કોલાબામાં આવેલી રિનાલ્ડીએ ભરતકામવાળા બૂટ ૪૫૦૦ થી ૭૫૦૦ રૃપિયાના ભાવે બજારમાં મૂક્યા છે.
રાવે મજાકમાં જણાવ્યું હતું કે બૂટની સાથે બેગ કે કમરપટ્ટાનો રંગ મેચ ન કરવો જોઈએ. જો લાલ બૂટની સાથે તમે લાલ કમરપટ્ટો પહેરો તો તમારો દેખાવ કૂતરા જેવો બની જાય છે. હાઉ હાઉ....જી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved