Last Update : 12-October-2012, Friday

 
દિલ્હીની વાત
 


પીએમના''નવા અવતાર'' એ નવો વિક્રમ કર્યો છે..!
નવીદિલ્હી,તા.૧૨
બહુ દૂરની વાત નથી ઃ મનમોહન સિંઘની સરકારને કથિત અકર્મણ્યતા માટે ગાળો દેવાતી હતી, પરંતુ છેલ્લા ત્રણ અઠવાડિયામાં વડાપ્રધાને સુધારાને આગળ વધારીને એમની અસરકારકતાનો પરિચય આપતા અપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. માનવું પડે કે તાજેતરની કેબિનેટની સીસીઇએ, સીસીઆઇ અને સીસીપીએની ત્રણ બેઠકોમાં એકંદરે ૪૪ દરખાસ્તોને મંજૂર કરી દેવાઇ હતી. એટલું જ નહિ, મહત્વપૂર્ણ નિર્ણયો ગણતરીની મિનિટોમાં લેવાઇ ગયા હતા. જેમ કે સીસીપીએએ તા.૧૪ સપ્ટેમ્બરે માત્ર ૨૯ મિનિટની બેઠકમાં બળતમોનાં ભાવ વધારાને મંજૂર કરી દીધો હતો. સીસીઇએ ૩૦ મિનિટમાં પાંચ કામને મંજૂર કરી દીધા હતા. સીસીઆઇએ ફક્ત ૧૫ મિનિટમાં ત્રણ મુદ્દે નિર્ણય લઇ લીધો હતો. આ માસમાં મળેલી કેબિનેટની છેલ્લી બેઠકમાં ૯૦ મિનિટમાં ૧૮ બાબતોમાં નિર્ણય લેવાઇ ગયા હતા.
ચર્ચા નહિ
વડાપ્રધાન સર્વસંમતિ સાધવામાં માને છે, છતાં શક્ય વધુ દરખાસ્તોને મંજુરી આપવાની જરૃરિયાતને ધ્યાનમાં લેતા એમણે ચર્ચા ટાળવા માટે તાજેતરની બેઠકોમાં ઘણીવાર દરમિયાનગીરી કરી હતી. એમણે ગ્રામવિકાસ પ્રધાન જયરામ રમેશના વક્તવ્યને ટુંકાવી નાખી નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને વક્તવ્ય શરૃ કરવા કહ્યુિં એમણે વરિષ્ઠ પ્રધાન વ્યાલાર રવિને બાજુએ મુકીને એક દરખાસ્ત મજુર કરી દીધી હતી. યાદીમાં વીમા સુધારા દરખાસ્ત ૧૨મા ક્રમે હતી, જ્યારે પેન્શન ફંડ સુધારા, કંપની બિલ અને ફોરવર્ડ કોન્ટ્રાકટ્સ રેગ્યુલેટરી બિલ યાદીમાં અનુક્રમે ૧૩મા, ૧૫મા અને ૧૭મા ક્રમે હતા, પરંતુ એમને કોઇ ચર્ચા વિના જ મંજુર કરી દેવાયા હતા.
હવે, કોંગ્રેસ દ્વારા ટીમ કેજરીવાલને આહવાન
ગઇકાલે બીજો ધડાકો કરવાની જાહેરાત કરનાર કેજરીવાલ એન્ડ કાું.એ કાર્યક્રમને તા.૧૬ ઓકટોબર પર ઠેલતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. કેજરીવાલની બીજી હીટ યાદીમાં વિપક્ષ નેતા હોવા વિષે પણ તેઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે. કોંગ્રેસે મિજાજ બતાવવાનું શરૃ કર્યુ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પ્રશાંત ભુષણ પરિવાર બગીચાની ૪.૫ હેકટર જમીન પર શિક્ષણ સંસ્થા ચલાવી રહ્યું છે. આનાથી તિજોરીને રૃા.૭૧ લાખનું નુકશાન થયું છે, એમ કોંગ્રેસનો આક્ષેપ છે. કેન્દ્રના કાયદાપ્રધાન સલમાન ખુરશિદની પત્ની લુઈસીએ ટીમ કેજરીવાલને નોટિસ આપવાની ધમકી ઉચ્ચારી છે. આ મહિલા શારીરિક અપંગો માટે ડૉ. ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ નામનું બિનસરકારી સંગઠન ચલાવે છે. આ ટ્રસ્ટ સામે એક ન્યુઝ ચેનલે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં કેજરીવાલે કરેલા આક્ષેપોને જાહેર કરાતા મહિલાએ આક્ષેપોને નકારી કાઢયા છે. સલમાન ખુરશીદ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જ્યારે એમની પત્ની લુઈસી એનું વ્યવસ્થાપન સંભાળે છે. લુઈસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આક્ષેપો બદઈરાદાપૂર્વક કરાયા છે અને એ પાયાવિહોણા છે, એમ કહીને લુઈસીએ ઉમેર્યું છે કે, કેજરીવાલને કાનૂની નોટિસ પાઠવાઈ રહી છે. યોગ્ય કાર્યવાહી શરૃ કરાશે.
ઉશ્કેરણી
ભૂષણને આડે હાથ લેવાની કોંગ્રેસને ઉશ્કેરણી ટીમ કેજરીવાલે પૂરી પાડી હોવાનું મનાઈ રહ્યું છે. ટીમ કેજરીવાલે આવતીકાલે સોનિયાના ૧૦, જનપથ સ્થિત નિવાસને ઘેરો ઘાલવાની ધમકી આપી છે. આશ્ચર્ય એ વાતનું છે કે ઘેરાઓ માટેનું કારણ સોનિયાના જમાઈ રોબર્ટ વાઢેરા સામે ટીમ કેજરીવાલે કરેલા આક્ષેપો નથી, પરંતુ ખુરશીદના ઉપરોક્ત બિનસરકારી સંગઠન સામેની નાણાકીય ગેરરીતિઓના આક્ષેપો છે. કેજરીવાલે યુપીનામુખ્ય પ્રધાનને બિન સરકારી સંગઠન સામે પ્રથમદર્શી અહેવાલ નોંધી એની સામે તપાસ કરવા જણાવાયું છે. નહી તો એમ સાબિત થશે કે સમાજવાદી પાક અનેકોંગ્રેસ વચ્ચેમિલિ ભગત છે.
બસપા વિના પણ સરકારને જોખમ નહી
તૃણમૂલા કોંગ્રેસે એફડીઆઇ મુદ્દે કેન્દ્ર સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતા મુશ્કેલીમાં મુકાયેલી કેન્દ્ર સરકારને ટેકો આપનારા બસપા નેતા માયાવતી ટેકો આપવા વિષે જાળવી રહેલાં ભેદભરમનાં કારણો તેઓ જ જણાવી શકે. એમણે ગુંચવાડા ભર્યા સંકેતો પાઠવ્યા છે. એમણે એફડીઆઇ સંબંધી નિર્ણયનો વિરોધ કર્યો છે. એમણે મધ્યવર્તી ચૂંટણીની વાત કરી છે. તેઓ કોમવાદી બળોને આઘા રાખવાની જરૃરિયાતો વિષે પણ બોલ્યા છે. ગમે એમ, યુપીએના વ્યૂહકારોને માયાવતી ટેકો પાછોખેંચી લે તો પણ સરકાર પડી જવાનો કોઇ ભય હોય એમ જણાતુ નથી. એમના દાવા પ્રમાણે બસપાના ટેકા વિના પણ ૫૪૩ સભ્યોની લોકસભામાં યુપીએ સરકારને ૨૮૩ સાંસદોનો ટેકો છે. જો ૨૧ સાંસદોનું માયાવતી જુથ બહારથી ટેકો આપવાનું ચાલુ રાખે તો ઉપરોક્ત આંકડો ૩૦૪ પર પહોંચશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved