Last Update : 12-October-2012, Friday

 

વિચારની સાથે વિવેક ભળે તો સોનામાં સુગંધ ભળે

વિચાર વિહાર - યાસીન દલાલ
- વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ અને માણસ જાતે જ પોતાનું હિત-અહિત સમજવા લાગ્યો, એ પછી ધર્મની આખી ભૂમિકા એનો સંદર્ભ જ બદલાઈ ગયો

 

કોઈપણ વિચારની સાથે વિવેક હોય તો જ એ વિચારનો અમલ ખીલી ઊઠે છે. વિચાર કરવાની તસ્દી નહીં લેનારાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. વિચારવાનું છોડી પરંપરાનું વધુ પડતું પાલન માણસના વ્યક્તિત્વને ખોરવી નાખે છે. વિચારશીલ માણસ બુદ્ધિ અને તર્કથી કામ લે છે. શ્રદ્ધા કરતાં તર્ક વધુ આવકાર્ય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે.
કેટલાક લોકો માને છે કે વિજ્ઞાાન અને ધર્મ એકબીજાના વિરોધી છે. ધર્મનો જો વિશાળ અર્થ કાઢવામાં આવે તો આ વિરોધ તરત જ ખરી પડે. ધર્મને જો સંપ્રદાયના સાંકડા ચોકઠામાં પૂરી દેવામાં આવે તો બહુ મોટો વિરોધાભાસ સર્જાય.
માણસજાત હવે ૨૧મી સદીમાં પ્રવેશી ચૂકી છે. આ સદી વિચારોની વિશાળતાની છે. પૂર્વ અને પશ્ચિમનો વિરોધાભાસ હવે ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. એ જ રીતે જુદા જુદા ધર્મો વચ્ચેનો વિરોધાભાસ પણ ઓગળી જવો જોઈએ. અત્યારના સમયનો આ જ તકાદો છે.
છેલ્લી બે-ત્રણ સદીઆનો મનુષ્ય ઈતિહાસ એ પરિવર્તનનો અને બદલાવનો ઈતિહાસ છે. આ પરિવર્તનની પ્રક્રિયા હજી ચાલી રહી છે. જેમ જેમ નવી નવી શોધખોળો થાય છે, તેમ તેમ માણસનું બાહ્ય જીવન બદલે છે અને જેમ જ્ઞાાનનાં નવા ક્ષેત્રો ખૂલતાં જાય છે તેમ એનું આંતરિક જીવન પણ બદલાઈ રહ્યું છે. કિરણ બેદી જ્યારે તિહાર જેલના કેદીઓનું જીવન સુધારવાનો પ્રયોગ કરીને એવોર્ડ મેળવે છે ત્યારે એ વાત સમજવી જોઈએ કે મનોવિજ્ઞાાન તથા મનુષ્ય સ્વભાવ તથા એના વલણોને ફોઈડ જેવા વૈજ્ઞાાનિકોએ સમજાવ્યા ન હોત તો ાવી જેલસુધારણા શક્ય જ નહોતી. આજથી દોઢ-બે હજાર વર્ષો પહેલાં તો માણસ 'ખૂન કા બદલા ખૂન'ના સિદ્ધાંતમાં માનતો હતો. માણસ ગુનાખોરી તરફ કેમ વળે છે તે મનોવલણો જાણવાનું કોઈ શાસ્ત્ર જ વિકસ્યુ નહોતું. હવે માણસ સાચું બોલે છે કે ખોટું એ જાણવા માટે 'લાઈ ડિટેક્ટર' નામની મશીનનો ઉપયોગ થાય છે.
માણસના જીવન પર કેટલાંક પરિબળો સતત પ્રભાવ પાડે છે. એમાં કુટુંબ, શાળા, જ્ઞાાતિ ઉપરાંત ધર્મનો સમાવેશ થાય છે. કુટુંબપ્રથા બદલાઈ ગઈ, શિક્ષણની પ્રદ્ધતિમાં સંખ્યાબંધ ફેરફારો થઈ ગયા, પહેરવેશ બદલાયો, પણ ધર્મ હજી બદલતો નથી. એ સ્થગિત થઈ ગયો છે.
એમ.એન. રોયે સંગઠિત ધર્મોની એક મોટી મર્યાદા તરફ નિર્દેશ કર્યો હતો. અહમ્, અભિમાન એ મનુષ્યની એક નબળાઈ છે અને ધર્મ માણસમાં સામૂહિક અહમ્ પ્રેરે છે. દરેક માણસને પોતાના વતન પ્રત્યે પ્રેમ હોય, પોતાની જ્ઞાાતિ, કોમનું ગૌરવ હોય એ સમજી શકાય. પણ ધર્મ તો એની બધી મર્યાદાઓને વટાવીને સામૂહિક અહમની લાગણી જન્માને છે. પરિણામે 'મારો ધર્મ મહાન'થી શરૃ કર્યા પછી માણસ એમ માનતો થઈ જાય છે કે, બીજા ધર્મો તુચ્છ છે, ઉતરતા છે. વાસ્તવમાં ચોક્કસ ધર્મ પાળતા લોકોની સખ્યા વધારતા જવાથી કોઈ ધર્મનો ઉદ્ધાર થઈ જતો નથી કે કોઈ પ્રજાનો ઉદ્ધાર થઈ જતો નથી. ધર્મ એ આંતરપ્રતીતી સાથે સંબંધ ધરાવે છે. માણસને જે ધર્મના સિદ્ધાંતો પ્રત્યે આકર્ષણ થાય એ ધર્મ એ અપનાવી શકે પણ, બાહ્ય આકર્ષણ કે બાહ્ય પ્રચારથી અંજાઈને ધર્મપરિવર્તનો થાય, ત્યારે એનો પાયો જ નબળો હોય છે. આવી ધાર્મિકતા પોકળ અને ખોખલી હોય છે. ધર્મનું લેબલ બદલવાથી અંદરનો માણસ બદલી જતો નથી.
માણસ કરોડો વર્ષો સુધી અસંસ્કારી અને સભ્યતા વગરનો રહ્યો. એને સભ્યતા અને સંસ્કાર શીખવનાર ધર્મ નથી. એમ હોય તો માણસનો જન્મ થયો, ત્યારથી એ સંસ્કારી બની ગયો હોત. હકીકતે, આજના મનુષ્યની બધી સભ્યતા અને બધી સંસ્કારિતા માત્ર પાંચ હજાર વર્ષ પુરાણી છે. માણસે ચિત્રકળા વિકસાવી એમાંથી લેખિત ભાષાનો ઉદ્ભવ થયો. પહેલાં માણસે બોલચાલની ભાષાનું પ્રબળ માધ્યમ માણસને હાથ લાગ્યું અને એનું સમગ્ર જીવન બદલી નાખ્યું. હસ્તલિખિત ભાષાની મદદથી માણસે જ્ઞાાન અને માહિતીનો ધીમોધીમો પ્રસાર શરૃ કર્યો. આજે જીવનમાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં માહિતી અને જ્ઞાાનનું જે ખેડાણ થયું છે, એની પાછળ ભાષાનો પાયો પડેલો છે. ભાષા ન જાણનાર માણસ વિચારી પણ શકતો નથી. વિચારવા માટે પણ ભાષા જરૃરી છે. ગુટનેબર્ગ જ્યારે સોળમી સદીના મધ્યમાં મુદ્રણની કળા વિકસાવી ત્યારે આ ભાષાને જાણે એક નવું હથિયાર સાંપડી ગયું. પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપનાએ મનુષ્ય સંસ્કૃતિમાં ક્રાંતિ કરી નાખી. વિશ્વનો પ્રથમ છપાયેલો ગ્રંથ બાઈબલ હતો. મનુષ્યની કળાનો વિકાસ થયો અને ધર્મગ્રંથોની લાખો નકલો છપાઈને ઘેર ઘેર પહોંચી ગઈ. આમ, ધર્મ એ વિજ્ઞાાન અને ટેકનોલોજીની મદદથી ફેલાઈ છે. આજે તો અખબાર, પુસ્તક, રેડિયો, વિડિયો, ટેલીફોન કે માઈક્રોફોન વિના કોઈ ધાર્મિક વિધિ કે કથા પણ શક્ય નથી પણ એક જ્યારે આ બધું નહોતું ત્યારે પણ ભાષા હતી અને કોતરણી કામ હતું, પાંદડાં પર લખવાની કળા હતી, જ્યાંથી શિલાલેખોનું નિર્માણ થયું. આમ, મનુષ્યની આધુનિક સંસ્કૃતિનો વિકાસ સદીઓ અને દાયકાઓથી મહેનત અને શોધખોળથી થયો છે. આ વિકાસ રાતોરાત થયો નથી અને કોઈ દેવી ચમત્કારથી થયો નથી. ઔદ્યોગિક ક્રાંતિ અને વૈજ્ઞાાનિક પ્રગતિએ માણસના કરોડો વર્ષના પછાતપણાને દૂર કરીને એના જીવનને સુખ, સગવડથી ભરી દીધું. એ ઝડપથી પ્રવાસ કરવા લાગ્યો, હજારો માઈલ દૂર બેઠેલા મિત્ર કે સંબંધી સાથે વાત કરવા લાગ્યો. એ ગાડામાં બેસીને કે ઘોડા પર સવાર થઈને પ્રવાસ કરતો હતો અને બદલે જમ્બો વિમાનમાં ઊડવા લાગ્યો. સદીઓ પહેલાનો આદિમાનવ આમ ગુફામાંથી બહાર આવીને એરકન્ડિશન્ડ ઈમારતમાં મહાલવા માડયો. આ સમૃદ્ધિ, આ સગવડો અને આ અનુકુળતાઓ ટેકનોલોજીથી આવી, વિજ્ઞાાનથી આવી, મતલબ કે પ્રચંડ પુરુષાર્થ અને મગજશક્તિથી આવી.
જે પ્રજા પોતાની સમાજવ્યવસ્થા, કુટુંબવ્યવસ્થા, અર્થવ્યવસ્થા કે શિક્ષણ પદ્ધતિમાં જમાના પ્રમાણે પરિવર્તન નથી કરતી એ પ્રજાનું માનસ બંધિયાર થઈ જાય છે. નદીનું પાણી વહેતું હોય છે અને ખાબોચિયાનું પાણી બંધિયાર બનીને ગંધાવા માંડે છે. એ જ રીતે જે પ્રજા ધર્મના બાહ્ય પ્રતીકો, બાહ્ય આદેશો અને બાહ્ય ક્રિયાકાંડોને સર્વસ્વ સમજીને એને જડતાથી વળગી રહીએ છે એ પ્રજા પણ સંકુચિત અને સંકીર્ણ બની જાય છે.
સંગઠિત ધર્મથી ઉદ્ધાર થતો હોત તો બે દેશો, એક જ ધર્મની પ્રજા ધરાવતા હોવા છતાં, વર્ષો સુધી લોહિયાળ યુદ્ધ ન ખેલત. ધર્મેને નામે લોહીની નદીઓ વહેત વહેત નહીં અને ધર્મને નામે નફરત તથા વેરઝેરનો ફેલાવો થાત નહીં. ધર્મ આખર શું છે ? એ માનવકલ્યાણનું સાધન છે કે સાધ્ય છે ? જો મનુષ્યનો ઉદ્ધાર કરવાને બદલે એ પીછેહઠ અને બંધિયારપણું લાવતો હોય તો સમજવું જોઈએ કે આપણા સાધનમાં ખામી છે. એમાં વિકૃતિઓ ઘૂસી ગઈ છે. આપણે ધાર્મિક વિધિઓને જ સાધ્ય ગણીને એમાં જ ડૂબી ગયા. પરિણામે મનુષ્ય સ્વભાવની બધી બૂરાઈઓ એક બાજુ ચાલે છે અને બીજીબાજુ ધાર્મિક ઉત્સવોનો ઝમેલો ચાલતો રહે છે.
કહેવાનો અર્થ એ નથી કે ધર્મોએ માણસના વિકાસમાં કોઈ ભજવ્યો નથી, કે એણે માત્ર નુકસાન જ કર્યુ છે. માણસ જ્યારે પશુપંખીની જેમ જંગલોમાં ભટકતો હતો અને પ્રાકૃત અવસ્થામાં હતો ત્યારે ધર્મે બતાવેલા નીતિનિયમોએ એને સંસ્કારી બનાવવામાં ફાળો આપ્યો હતો.
પ્રશ્ન એ છે કે વૈજ્ઞાાનિક ક્રાંતિ થઈ અને માણસ જાતે જ પોતાનું હિત-અહિત સમજવા લાગ્યો, એ પછી ધર્મની આખી ભૂમિકા એનો સંદર્ભ જ બદલાઈ ગયો.
યુરોપની પ્રજાએ તો આ સત્ય તરત જાણી લીધું અને ધર્મ અને વિજ્ઞાાનની ટક્કરમાંથી માર્ગ કાઢી લીધો. આ માર્ગનું નામ એટલે બિનસાંપ્રદાયિકતા. યુરોપમાં હોલિયોક જેવા વિચારકોએ સમજાવ્યું કે ધર્મગ્રંથો હજારો વર્ષ પહેલાં જે તે સમયની જરૃરિયાત મુજબ લખાયા હતા એમાં લખેલી ઘણી વાતો આજે વિજ્ઞાાનની કસોટીએ ચડાવતાં ખોટી પુરવાર થાય છે. આથી બે બાબતો અને મુદ્દાઓને કાઢી લઈને ધર્મના નૈતિક સિદ્ધાંતો અને મૂલ્યોના પ્લાન પર ભાર મૂકવો જોઈએ. ગેલિલિયો કે કોપરનિક્સ જેવા વૈજ્ઞાાનિકોને ધર્મગુરુઓએ પ્રારંભમાં પરેશાન કર્યા, પણ વિજ્ઞાાનના ઘોડાપૂર સામે ધર્મની અંધશ્રદ્ધા અને જડતા સટક્યાં નહીં. પરિણામે પશ્ચિમના લોકો જીવનમાં ધર્મનું મર્યાદિત બની ગયું છે. એ લોકોએ ધર્મને શેરીઓમાં લાવવાને બદલે શિક્ષણ કે અર્થકરણમાં ઘુસાડવાને બદલે એને અંગત માન્યતાઓ મુદ્દો બનાવી દીધો. પરિણામે વૈજ્ઞાાનિક શોધખોળો અને ટેક્નોલોજીની આગેકૂચ ચાલુ રહી અને મનુષ્યજીવન વધુ સુખી અને સમૃદ્ધ બનતું જ ગયું.
પણ, આપણે એશિયાના લોકો હજી ધર્મના બાહ્ય ક્રિયાકાંડો અને વિધિવિધાનોમાંથી બહાર આવતા નથી, પરિણામે ધર્મનાં આવાં તત્વો અદ્રશ્ય થયા અને આપણી બધી શક્તિ ધાર્મિક જુલુસો, શોભાયાત્રાઓ અને યજ્ઞાોમાં વેડફાઈ રહી છે. લોકો ધર્મ-અધર્મ વચ્ચે ભેદ જ કરી શકતા નથી. પાખંડી સાધુઓ અને મૌલવીઓને ધાર્મિકતાનું પ્રતીક માને છે, એમનાથી છેતરાય છે અને પ્રમાણિક, નિષ્ઠાવાન માણસ મંદિર કે મસ્જિદમાં ન જાય, ન જાય, એટલે એની ઉપેક્ષા કરે છે.
આજના યુગમાં નીતિનિયમો અને મુલ્યોનું ચોક્કસ મહત્વ છે પણ સદીઓ જૂના ધાર્મિક ક્રિયાકંડોનું હવે કોઈ સ્થાન નથી. માણસ ધર્મને એના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજે અને ધાર્મિકતાની વ્યાખ્યા બદલે તો જ આ સ્થિતિમાંથી બહાર આવી શકાશે. જે વૈજ્ઞાાનિક કોઈ જીવલેણ રોગની રસી બનાવે છે કે મનુષ્યને યાતના આપતા દર્દોની દવા શોધે એ ધાર્મિક પયગંબર સકે ધર્મગુરુથી બિલકુલ ઊતરતો નથી અને જે કહેવાતો ધર્મગુરુ ધાર્મિકતાના આંચળા હેઠળ લોકો સાથે ઠગબાજી કરે છે. એ આઝના માફિયા સરદારોથી બિલકુલ ઓછો ખતરનાક નથી.
સાંપ્રદાયિકતાથી ભારતીયતા અને રાષ્ટ્રીયતાના ટુકડા થઈ જાય છે. બંધારણે નાગરિકતાને જ મહત્વ આપ્યું છે. તે ધર્મ પર આધારિત નથી તેમ પ્રદેશ અને જાતિ પર પણ આધારિત નથી. પ્રેમ એ જ ધર્મ. ધર્માધતા માણસને બેહોશ બનાવે છે. જે દિવસે માનવજાત સચેત અને સભાન થઈ જશે તે દિવસથી એ ધર્મને નામે લડતી બંધ થઈ જશે. આજે નૂતનવિજ્ઞાાન અને ટેકનોલોજીનો યુગ છે એ સત્ય સ્વીકારીને જ ચાલવું પડશે. તો જ આપણી મિશ્ર સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાની ગરિમા જળવાશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 

 

 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved