Last Update : 12-October-2012, Friday

 

દિલ્હીમાં સાયલિન્સ ઝોન

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

દિલ્હીની તાજેતરની મુલાકાત વખતે વડા પ્રધાન મનમોહન સિંહના સત્તાવાર નિવાસસ્થાન પાસે સાયલિન્સ ઝોનનું બોર્ડ જોઈને મેં ટેકસીવાળાને કહ્યું 'જાળવજે, હોર્ન ન વગાડતો, સામે લખ્યું છે સાયલિન્સ ઝોન.' ટેકસીવાળો હસીને બોલ્યો 'સાહબ, યહ સાયલિન્સ ઝોન કી સૂચના કા પાલન હમારે પ્રધાન-મંત્રી કરતે હૈ, કુછ બોલતે હી નહીં, ચૂપચાપ બૈઠે રહેતે હૈ તો ફિર હમે ભી સાયલિન્સ ઝોન કે નિયમ કા પાલન કરના હી હોગા.'
ટેકસીવાળાએ ખરેખર નજર સામે ચાલતા ગોટાળા જોઈને પણ ચૂપ રહેતા ભૂપ વિશે માર્મીક ટકોર કરી. ગોટાળા ચાલે ગુપચૂપ તોય ભૂપ રહે ચૂપ.
ટેકસી થોડે આગળ વધી ત્યાં ખડખડાટી બોલવા માંડી. મેં પૂછ્યું 'ક્યા હુઆ?' ડ્રાઈવર કહે કે 'સાઇલેન્સર કા પ્રોબ્લેમ હૈ, રાસ્તે મેં ઠીક કરા લૂંગા.' મને વિચાર આવ્યો કારમાં સાયલેન્સરનો પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે અવાજ થાય જ્યારે સરકારમાં 'સાઇલેન્સર' નો પ્રોબ્લેમ થાય ત્યારે અવાજ બંધ થાય એટલો ફેર છે.
દિલ્હીની તાસીર જ અનોખી છે. ગડબડ ગોટાળા નજર સામે થતા જોયા છતાં મોટા મોટા નેતાઓ ચૂપચાપ સાઇલન્સ ઝોનમાં બેઠા રહે છે, અને બીજી બાજુ ટેસથી ઓળખીતા-પાળખીતાને જાતજાતના લાયસન્સની ખેરાત થતી રહે છે. એક તરફ સાઇલન્સ ઝોન અને બીજી તરફ લાઇસન્સ ઝોન. આ કૌભાંડી કપૂતો, ખોટાડાઓ માટે અંગ્રેજીમાં એક જ શબ્દ ફિટમફિટ બેસે છે ''લાય-સન્સ.''
દરદીને 'મરવા'નો સમય
હોસ્પિટલની ફરજ દરદીને જિવાડવાની છે. પણ કોઈ હોસ્પિટલમાં દરદીને જોવા જાવ અને ત્યાંનો કોઈ કર્મચારી કહે કે દરદીને મરવાનો ટાઈમ સાંજે ચારથી સાત છે, તો કેવો આંચકો લાગે? મને આવો આંચકો લાગ્યો હતો સુરતમાં. જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો એ વખતે એક ઓળખીતાને જોવા માટે સવારે હોસ્પિટલમાં જઈ ચડયો. દરવાજે બેઠેલા સુરતી કર્મચારીએ 'ળ'નો ઉચ્ચાર 'ર' કરતા કહ્યું કે દરદીને મ-ર-વાનો (મળવાનો) ટાઈમ સાંજે ચારથી સાત છે. જ્યારે 'ર'ના ઉચ્ચારથી કેવો અર્થનો અનર્થ થઈ જાય એ સુરતી કર્મચારીને કહ્યું ત્યારે એ પણ હસી પડયો.
આ પ્રસંગ યાદ આવતાંની સાથે આજે દેશના ગ્રામીણ વિસ્તારોના આરોગ્ય કેન્દ્રો,રુગ્ણાલયો, પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં સુવિધાના અભાવે અને ટાંચાં સાધનોને લીધે દરદીઓએ કેવું સહન કરવું પડે છે એની કલ્પના માત્રથી કમકમાટી છૂટી જાય. કોઈ હોસ્પિટલમાં ઇન્ક્યુબેટરમાં રાખેલા અધૂરા મહિને જન્મેલા બાળકને ઉંદરડા રીતસર કરડી ખાય, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારના હેલ્થ સેન્ટરમાં પોસ્ટ મોર્ટમની સગવડ ન હોવાથી આકસ્મિક મોતના કેસમાં ડૉકટર મૃતકના ઘરે જઈ સહુની નજર સામે પોસ્ટ મોર્ટમ કરે, આંખના ઓપરેશન વખતે કાચું કપાવાથી એક સાથે કેટલાય ગ્રામજનો આંખની રોશની ગુમાવી બેસે, ડૉક્ટરોને બદલે કમ્પાઉન્ડરો ઇન્જેકશનો ભોંકતા હોય અથવા ડૉકટરની બેદરકારીને લીધે દરદી મરણને શરણ થતાં હોય એવી હોસ્પિટલોની બહાર લોકોને ચેતવવા માટે સુરતી ભાષામાં લખવું જોઈએ 'દરદીઓને મ...ર...વાનો સમય... નક્કી નથી, ગમે ત્યરે 'મરી' શકાય છે.
કાન અને જાન બચાવવા ભાન રાખો
મોબાઈલ ફોનને લીધે ભલે ગણતરીની સેકન્ડમાં દુનિયાના એક છેડેથી બીજી છેડે વાત થઈ શકે છે, પરંતુ આ જ મોબાઈલથી કાન પણ જાય અને જાન પણ જાય. આખો દિવસ મોબાઈલની શ્રવણ-ભૂંગળી કાનમાં ખોસી ફરતા રહેતા અને ઊંચા અવાજે મ્યુઝિક સાંભળતા રહેતા જુવાનિયાઓ અને જુવાનડીઓના કાનોમાં જતે દિવસે બહેરાશ આવી જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે ૮૫ ડેસીબલથી વધુ અવાજ સતત કાનના પડદે અથડાતો રહે તો કાનને નુકસાન થયા વિના રહેતું નથી. ઇઝરાયલની તેલ-અવિવ યુનિવર્સિટીએ તાજેતરમાં જ કરેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતુ ંકે મોબાઈલમાં તેમ જ એમપી-થ્રી અને આઈપોડ જેવી પર્સનલ લિસનીંગ ડિવાઈસીઝ (પીએલડી) ઉપર ઊંચા અવાજે સતત મ્યુઝિક સાંભળતા રહેવાને લીધે દર ચાર ટીનએજરમાંથી એક ટીનએજર કાનની બહેરાશનો ભોગ બની શકે છે. એકટીવીસ્ટોના જણાવ્યા પ્રમાણે જતે દિવસે આ દેશ બહેરાઓના દેશમાં ફેરવાતો જશે? એવો ભય ઊભો થયો છે. મોબાઈલ પણ માણસના કાનને સરકારી કાન બનાવી નાખે છે. સરકારી કાન જ કહેવાયને? પ્રજા ચિલ્લાઈ ચિલ્લાઈને મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કૌભાંડોની ફરિયાદોનો ગોકીરો મચાવે છે એ બહેરા કાને જ અથડાય છેને? એમ-ફોર મોબાઈલ એમ ફોર મનમોહન.
મુંબઈમાં તો કાન નહીં જાન પણ જાય છે મોબાઈલથી. કાનમાં મોબાઈલની ભૂંગળીઓ ખોંસી મ્યુઝિક સાંભળતા અને ધીંગામસ્તી કરતા ત્રણ ટીનએજર દોસ્તોને પાછળથી ધસમસતી આવતી ટ્રેન ભરખી ગઈ. આ મોબાઈલના વળગણને લીધે બે બહેનપણીઓ ટ્રેન નીચે કપાઈ ગઈ. પરાંના એક સ્ટેશને મોબાઈલમાં મ્યુઝિક સાંભળતા સાંભળતા ટેસથી પ્લેટફોર્મની કિનારે ચાલતા યુવાનને પૂરઝડપે આવતી ટ્રેને ઉડાડયો તો ખરો, પણ કેટલો ખબર છે? દોઢસોથી બસો ફૂટ દૂર ઉડાડતાં શરીરના ફુરચેફુરચા ઊડી ગયા. મોબાઈલથી મોત નોતરવાના કિસ્સા છાશવારે મુંબઈમાં બનતા રહે છે. એટલે જ છાપરે ચડી ચડીને ચેતવવામાં આવે છે કે ભાન નહીં રાખો તો કાન પણ જશે ને જાન પણ જશે.
ગોવામાં મહિલાઓને પેન્શન
મોટા ભાગનાં ભાજપ શાસિત રાજ્યો વિરોધ અને વિવાદોના વમળમાંથી બહાર નથી આવતાં જ્યારે પર્યટકોના સ્વર્ગ સમા ગોવા રાજ્યમાં જરૃરતમંદો માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકાય છે. ગયા અઠવાડિયે જ ગોવાની સરકારે ગૃહ-આધાર યોજના અમલમાં મૂકી. આ યોજના હેઠળ જે પરિણીત મહિલાના પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે એ મહિલાને દર મહિને એક હજાર રૃપિયા સરકાર આપશે. વિધવાઓ તેમજ છૂટાછેડા લઈને બાળકો સાથે એકલી રહેતી મહિલાને પણ ગૃહ-આધાર યોજનાનો આધાર મળશે. ગોવાની ગરવી ગોવા-લણો તો રાજી રાજી થઈ ગઈ છે. પુરુષોને કમાવાનું ટેન્શન અને મહિલાઓને પેન્શન. કેવી મજા? વિવાદપ્રેમીઓ, વિખવાદપ્રેમીઓ અને વિરોધપ્રેમીઓ જેવાં રાજકારણીઓને કહેવું જોઈએ કે એકબીજાની ટાંટિયાખેંચ કરવાને બદલે જરા ગોવા જઈને જુઓ તો ખરા કે લોકો માટે શું થાય છે? શરત એટલો કે ગોવા જાવ, પણ વ-ગોવા નહીં.
દેશી ધરતી વિદેશી કોફિન
આજે દેશમાં સીધા વિદેશી રોકાણ વિરુદ્ધ વિરોધનો વંટોળ જાગ્યો છે ત્યારે કેરળથી ઊડતા ઊડતા આવેલા ખબર મુજબ મૃત્યુ પછી દફનવિધિ માટે ચીની બનાવટના કોફિન આવવા માંડયા છે. ચીની માલ આખી દુનિયામાં ઠલવાઈ રહ્યો છે, એમાંથી ભારત ક્યાંથી બચી શકે? ચીન તો દોસ્ત હોય કે દુશ્મન બધા દેશોમાં રૃપકડો અને તકલાદી માલ ઠાલવે છે. લોકો જીવતા હોય ત્યારે કેલ્ક્યુલેટર, ઘડિયાળ, ટોર્ચ, મોબાઈલ, આઈપોડ જેવી અગણિત ચીની આઈટમો વાપરે છે, પણ હવે કેરળમાં મૃત્યુ પછી ચીની કોફિનમાં જ ઢબૂરાઈને દફન થવાનંુ? ૧૭૦ તાબૂતની પહેલી ખેપ કેરળ પહોંચી ગઈ છે. કોફિનની કિંમત બે હજારથી માંડીને બે લાખ સુધીની છે. આને કહેવાય વૈશ્વીકકરણ. મરણ પછી પણ પરદેશી તાબૂત. ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી. દુનિયાભરમાં માલ પધરાવતા દુશ્મન ચીનાઓ તો વકરો કરી હરખાઈને ગાતા હશે મેરા નામ ચીન.. ચીન... ચીન... દેશી ધરતી પરદેશી કોફિન...
પંચ-વાણી
પહેલી મૂક ફિલ્મ-રાજા હરિશ્ચંદ્ર
પહેલા મૂક પી.એમ.-રાજા વરીઝ-ચંદ્ર.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 

 

 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved