Last Update : 12-October-2012, Friday

 

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટ્રાઉસનો પણ સમાવેશ
કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

વિન્ડિઝના ક્લાઇવ લોઇડ અને ઇયાન બીશપ વિદાય લેશે ઃ૨૦૦૮માં વિવાદ બાદ ગાવસ્કરે આ પદ છોડયું હતું

કોલંબો,તા.૧૧
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુમ્બલેને આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂંક આપવામાં આવી છે. કુંબલે વિદાય લઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના લેજન્ડરી કેપ્ટન ક્લાઇવ લોઇડનું સ્થાન લેશે. તાજેતરમાં નિવૃત્તિ લેનારા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટ્રાઉસને પણ આ કમિટિમાં સમાવવામાં આવ્યો છે. તેને વેસ્ટ ઇન્ડિઝના ઇયાન બિશપની જગ્યાએ સમાવવામાં આવ્યો છે.
નોંધપાત્ર છે કે કુમ્બલેને એજ પદ આપવામાંઆવ્યું છે કે જેને ૨૦૦૮માં ભારે વિવાદ બાદ ભારતના લેજન્ડરી બેટ્સમેન ગાવસ્કરે છોડયું હતુ. તે સમયે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સાયમંડ્સ અને હરભજન વચ્ચે વંશીય કોમેન્ટનો વિવાદ થયો હતો. જેમાં ગાવસ્કરે આઇસીસીના મેચ રેફરી માઇક પ્રોક્ટરની તેની મીડિયામાં ચાલતી કોલમમાં ઝાટકણી કાઢી હતી. જેનાથી નારાજ આઇસીસીએ ગાવસ્કરને તેની કોલમો બંધ કરવા કે પછી આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકેનું પદ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપી દીધું હતુ. ગાવસ્કરે ત્યાર બાદ ક્રિકેટ કમિટિનાચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતુ અને ત્યાર બાદ પોતાની કોલમોમાં આઇસીસીમાં રંગભેદ ચાલતો હોવાનો ઇશારો કર્યો હતો. ગાવસ્કરની વિદાય બાદ જ ક્લાઇવ લોઇડને ક્રિકેટ કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
કોલંબોમાં ચાલી રહેલી આઇસીસીની એક્ઝિક્યુટીવ બોર્ડની બેઠકમાં પ્રેસિડેન્ટ આઇસાકે કહ્યું કે, અનિલ કુંબલે હવે ક્રિકેટ કમિટિના નવા ચેરમેન તરીકેની કામગીરી સંભાળશે. તેની ક્રિકટેર તરીકેની પ્રતિભા સામે તો કોઇને શંકા હોઇ જ ના શકે. તેણે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનમાં હોદ્દેદાર તરીકે પ્રસંશીય કામગીરી બજાવી છે.કુમ્બલે તેની ૧૮ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ૧૩૨ ટેસ્ટમાં ૬૧૯ વિકેટ અને ૨૭૧ વન ડેમાં ૩૩૭ વિકેટ ઝડપી ચુક્યો છે.
તેમણે ઊમેર્યું કે, ક્લાઇવ લોઇડે કરેલી પ્રસંશનીય કામગીરીને કુંબલે આગળ ધપાવશે. તેની સાથે સ્ટ્રાઉસને પણ આ કમિટિમાં સામેલ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે બંને નવા સભ્યો આધુનિક સમયમાં ક્રિકેટની લોકપ્રિયતા સામેના પડકારોથી સારી રીતે વાકેફ છે. તેઓ ખેલાડીઓના પક્ષને પણ વધુ સારી રીતે સમજી શકે છે. તેમના બંનેનાઅમૂલ્ય અનુભવને કારણે ક્રિકેટને સારી મદદ મળશે તેવો મનેવિશ્વાસ છે. હું વિદાય લઇ રહેલા ક્લાઇવ લોઇડ તેમજ ઇયાન બિશપનો આભાર માનું છું.
આઇસીસીના સૂત્રોએ જણાવ્યું હતુ કે, કુમ્બલેને બે વર્ષ માટે ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે કામગીરી સોંપવામાં આવી છે. આઇસીસીની ક્રિકેટ કમિટિની બેઠક વર્ષ દરમિયાન બે વખત મળતી હોય છે. આ વખતે તેની બીજી બેઠક નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. આઇસીસીના બોર્ડે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરની તેમજ આંકડાશાસ્ત્રી ડેવિડ કેન્ડીક્ષની ટર્મને લંબાવવાનો પણ નિર્ણય લીધો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved