Last Update : 12-October-2012, Friday

 

અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

મહાનાયકે અભિવાદન સ્વીકાર્યું ઃ બ્લોગ પર આભાર માન્યો ઃ પેટનું ઓપરેશન થયું હતું એ હોસ્પિટલની મુલાકાત લીધી

(પીટીઆઈ) મુંબઈ,તા.૧૧
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનના આજે ૭૦મા જન્મદિનની પૂર્વસંધ્યાએ બચ્ચન પરિવાર અને મિત્રોએ ભવ્ય ઊજવણી કર્યા બાદ જુહુમાં આવેલા 'જલસા' બંગલા પર બિગ-બીનાબિગ-બર્થ ડેની ઝાકઝમાળ અને અમિતાભના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
'જલસા' બંગલાના પ્રવેશદ્વારને ફૂલોના હારથી સજાવવામાં આવ્યું હતું. બંગલાની બહાર મુંબઈથી જ નહી બહારગામથી પણ આવેલા ચાહકોએ ભીડ જમાવી હતી. સહુ મનોમન અમિતાભ બચ્ચનની દીર્ઘાયુની જ પ્રાર્થના કરતા હતા અને બીગ-બી એક વાર દર્શન આપે એ માટે કલાકોથી રસ્તા પર ઊભા રહી તપ કરતા હતા.
ઠેઠ પંજાબ અને હરિયાણાથી આવેલા અમિતાભના પ્રશંષકો સવારથી 'જલસા'ની ફૂટપાથ પર ગોઠવાઈ ગયા હતા અને હવન શરૃ કર્યો હતો. મહાનાયકના મસ્ત પ્રેમીઓ ખુશખુશાલ ચહેરે સહુને મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવતા હતા.
બીગ-બીના પ્રશંસકોમાંથી કેટલાય તો મહાનાયકના ફોટાવાળા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. કોઈ તો વળી બચ્ચનની ફિલ્મોના નામો સાંકળી ને પરોડી સોંગ પણ લલકારતા હતા. સાત હિન્દુસ્તાની ઉસમેં સે એક શરાબી, જીસકા નામ થા આનંદ જો ગયા બોમ્બે ટુ ગોવા ઔર બન ગયા ડોન....
આમ તો દર રવિવારે બચ્ચન દર્શન માટે 'જલસા'ની બહાર ભીડ જમા થાય છે. મુંબઈ દર્શન કરાવતી ટુરિસ્ટ બસો પણ આ જગ્યાએ થોડીવાર રોકવામાં આવે છે અને પર્યટકોને અમિતાભનો બંગલો દેખાડવામાં આવે છે. પણ જન્મદિને તો સામાન્ય દિવસ કરતાં અનેકગણી વધુ ભીડ ઊમટે છે.
આજે 'જલસા'માંથી કારમાં નીકળતી વખતે અમિતાભ બચ્ચને પોતાના ચાહકોને હાથ ઊંચો કર્યો હતો અને અભિવાદન સ્વીકાર્યું હતું.
અમિતાભ બચ્ચનને ૭૦મા બર્થ-ડેની ગીફ્ટ તરીકે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનરે મોબાઈલ ડાયાબિટિસ ટેસ્ટીંગ યુનિટ વેન ભેટ આપવામાં આવી હતી. આ ભેટ સ્વીકારવા માટે બીગ-બી જ્યાં તેમનું ઓપરેશન થયું હતું એ અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં ગયા હતા. આ યુનિટ સેવા કાર્ય માટે ઉપયોગમાં લેવાશે.
આજે વરલીમાં અમિતાભ બચ્ચનના જન્મદિન નિમિત્તે બી-સેવેન્ટી પ્રદર્શન ખુલ્લું મૂકાયું હતું. ૭૦ ભારતીય ચિત્રકારોએ બચ્ચનની ઝાંખી કરાવતા ચિત્રો દોર્યા છે એ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
અમિતાભ બચ્ચને સ્પેશ્યલ નેટવર્કિંગ સાઈટ ઉપર તમામ ચાહકોનો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેમણે બ્લોગ પર લખ્યું હતું કે આપ સહુનો હું આભારી છું, આપ વિના મારૃં જીવન જ અધુરૃં રહી જાત. ઉપરવાળાની અસીમ કૃપા, માતા-પિતાના આશીર્વાદ, પરિવારે આપેલી હૂંફ તેમ જ ચાહકોના અનહદ પ્રેમને લીધે જ હું ટકી રહ્યો છું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved