Last Update : 12-October-2012, Friday

 
ક્રેડિટ રેટિંગ સંસ્થા દ્વારા
ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ

નાણાંપ્રધાન બે વર્ષમાં ઘણાં સુધારાલક્ષી પગલાં ભરવાનું વચન આપ્યું

(પી.ટી.આઇ.) ટોકિયો, તા. ૧૧
આગામી બે વર્ષમાં વધુ સુધારાલક્ષી પગલાંનું વચન આપતાં કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ક્રેડિટ રેટિંગ સંસ્થા સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ દ્વારા દેશનું ક્રેડિટ રેટિંગ ઘટાડવાથી કોઇ ગંભીર ખતરો નથી. તેથી તે અંગે ચિંતા કરવાની કોઇ જરૃર નથી.
આઇએમએફ-વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોમાં હાજરી આપવા ગયેલાં નાણાં પ્રધાને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે 'ડાઉનગ્રેડિંગનો કોઇ ખતરો હોય તેમ હું નથી માનતો. પરંતુ આપણે તેની ચર્ચાને ગંભીરતાથી લેવી જોઇએ. અમે રેટિંગ એજન્સીનો સંપર્ક સાધીશું અને ભારતનું રેટિંગ ઘટાડવા માટેનું કોઇ કારણ નથી તેમ સમજાવવાનો પ્રયાસ કરી.'
જો વધુ સુધારા હાથ ધરવામાં નહિ આવે તો સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ૨૪ મહિનામાં ભારતનું રેટિંગ ઘટાડીને જંક ગ્રેડ કરી દેશે તેવા સવાલના જવાબમાં ચિદમ્બરમે કહ્યું હતું કે તેઓ (એસએન્ડપી)એ કહ્યું હતું કે ૨૪થી વધુ મહિનામાં રેટિંગમાં ઘટાડાની શક્યતાનો ચાંસ એક-તૃતીયાંશ જેટલો છે. હું માનું છું કે ૨૪ મહિના એ એક લાંબો સમય છે. આ ગાળામાં તમને વધુ સુધારા અને ફેરફારો જોવા મળશે. વૃધ્ધિ અને વૃધ્ધિ દરની સંભાવનાના સંદર્ભમાં ભારત વિશ્વના અનેક દેશોની સરખામણીએ ઘણો ઉપર છે.
ગઇકાલે તેના રિપોર્ટમાં એસએન્ડપીએ કહ્યું હતું કે જો ભારતની વૃધ્ધિ દરની સંભાવના ધૂંધળી જણાશે કે તેના વિદેશી ઋણની સ્થિતિ બગડશે કે રાજકોષીય સુધારો ધીમો પડશે તો તેના રેટિંગમાં ઘટાડાની શક્યતા એક-તૃતીયાંશ જેટલી છે. વિકસિત દેશો દ્વારા અપનાવવામાં આવી રહેલી સરળ નાણાં નીતિની અસર અંગેના સવાલોના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેનાથી વિકાસશીલ દેશોમાં વધુ નાણાં તો આવશે. પરંતુ તેનાથી ચીજવસ્તુઓના ભાવોમાં ભડકો થશે.
ચિદમ્બરમે કહ્યું હતું કે 'પ્લસ-માઇનસ એમ બન્ને શક્યતા રહેલી છે. તાકીદની ચિંતા એ છે કે જો નાણાં વ્યવસ્થામાં મોટાપાયે નાણાં આવશે તો તેનાથી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે અને તેની સાથે સાથે ક્રૂડ, ઓઇલ, ઘઉં, કોટન અને ધાતુમાં સટ્ટાખોરી વધશે.'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved