Last Update : 12-October-2012, Friday

 

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી

જાપાન સાથેના યુધ્ધ પછીના પરીપેક્ષ્યમાં રચાયેલી મોનીકૃતિ 'રેડ સોર્ઘમ' બદલ ઈનામ

સ્ટોકહોમ, તા. ૧૧
ચીનના લેખત મો યાન વોનને સાહિત્ય માટેનું નોબેલ ઈનામ એનાયત કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી યુરોપીયન લેખકોને જ નોબેલ ઈનામ માટે પસંદગી આપતી, પસંદગી સમિતીનો આ અનપેક્ષીત નિર્ણય માનવામાં આવે છે.
આ અત્યંત માનપૂર્ણ ગણાતા એવોર્ડની જાહેરાત કરનારી સમિતીએ મો યાન વોનના 'કાલ્પનીક રીતે વાસ્તવિકતા' રજુ કરવાની કલાની પ્રસંશા કરી છે. તેમણે જણાવ્યું છે કે મોની સાહિત્ય કૃતિમાં લોકકથા, ઈતિહાસ અને કાલ્પનિકતાનો ત્રિવેણી સંગમ છે.
એકેડેમીના કાયમી મંત્રી પિટર ઈંગ્લેન્ડે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે જાહેરાત કરતાં પહેલા મો યાન વોનનો સંપર્ક કર્યો હતો. ઈંગ્લેન્ડે ઉમેર્યું હતું કે તેઓ અત્યંત આનંદિત થયા હતા. જો કે મો-યાન-વોન સાહિત્ય માટેનું નોબેલ ઈનામ મેળવનારા પ્રથમ ચીની નાગરિક છે. પણ પ્રથમ ચીની નથી. વર્ષ ૨૦૦૦માં ચીનથી ફ્રાંસ જતા રહેલા સાહિત્યકાર ગાઓ જીંગ્જીઆનને તેમના અદ્ભૂત નાટય સમર્જન માટે સાહિત્યનું નોબેલ ઈનામ મળ્યું હતું. પણ તેઓ ચીની હોવા છતાં ફ્રાંસના નાગરિક ગણાયા હતા અને તેમના નાટકો કે લખાણ પર ચીનમાં પ્રતિબંધ હતો.
ગાઓના નાટકોમાં ચીનના સામ્યવાદી શાસન પર આકરા પ્રહારો હોવાને કારણે ચીનની સરકારે પણ ગાઓના સાહિત્ય સર્જન કે તેમને પ્રાપ્ત નોબેલ ઈનામની ખાસ પ્રસંશા કે ઉજવણી કરી નહતી. પણ મો યાનને પ્રાપ્ત ઈનામને ચીનની સરકાર ઉજવશે તેવું માનવામાં આવે છે.
બહુ જ બોલકો સ્વભાવ ધરાવતા ૫૭ વર્ષીય મો યાન વોનનું મુબનામ ગુઆન મોયે છે. ચીનના પૂર્વ શેંગડોંગ વિસ્તારમાં એક ખેડૂત પરીવારમાં વર્ષ ૧૯૫૫માં તેમનો જન્મ થયો હતો. તેમણે જ્યારે પ્રથમ નવલકથા લખી ત્યારથી તેમનું 'તખલ્લુસ' નામ મો યાન વોન તેમણે પસંદ કર્યું હતું. તેના નામનો અર્થ થાય છે 'બોલશ નહીં' તેમણે આવું નામ પસંદ કર્યાનું પણ એક કારણ છે. તેમણે લખવાની શરૃઆત કરી ત્યારે તેઓ સેનામાં ફરજ બજાવતા હતા. તેમના લખાણોએ તેમને મુશ્કેલીમાં મુકી દીધા હતા. પરીણામે તેમણે આવું ઉપનામ ધારણ કરીને લખવાનું ચાલુ કરી દીધું. આ નામથી તેમને સતત એ બાબત યાદ રહેતી હતી કે 'મારે જીભ બંધ રાખવાની છે !'
૧૯૮૭માં પ્રકાશિત થયેલી તેમની નવલકથા 'રેડ સોર્ઘમ' પછી તેઓ પ્રકાશમાં આવ્યા. આ નવલમાં જાપાન સાથેના યુધ્ધ પછીના પરીપેક્ષ્યમાં પ્રેમ અને જીવનના ઝંઝાવાતો સામે ઝઝુમવાની પ્રેમી બેલડીની જીવન કથાને પોત તરીકે, કથાબીજ તરીકે લઈને આ કથા રચાઈ હતી. આ નવલકથા પરથી ફિલ્મ પણ બની હતી અને તેને ૧૯૮૮ના બર્લીન ખાતેના ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ કથાનક માટેનો એવોર્ડ મળ્યો હતો જેને મોની લોકપ્રિયતામાં અનન્ય વધારો કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved