Last Update : 12-October-2012, Friday

 

દિલ્હી- પૂણે બ્લાસ્ટના ત્રણ શકમંદોને પકડી પાડયાનો પોલીસનો દાવો
દિલ્હી- બોધગયામાં તહેવારોમાં ત્રાટકવાનું ત્રાસવાદી કાવતરું પકડાયું

ત્રણેય ત્રાસવાદી ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય ઃ પૂણે વિસ્ફોટમાં પણ શકમંદ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૧
દિલ્હી પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને ઓગસ્ટમાં પૂણેમાં થયેલાં સીરિયલ બ્લાસ્ટ્સ કેસને ઉકેલવાનો તેમજ દિલ્હી અને બિહારના બોધગયામાં તહેવારોમાં આગામી મોસમમાં આતંકવાદી હુમલાની યોજના ખાળી દીધી હોવાનો દાવો કર્યો છે. દિલ્હીમાંથી પકડાયેલાં આ તમામ આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદીન (આઇએમ) સાથે સંકળાયેલાં હોવાનું માનવામાં આવે છે.
આ શકમંદોએ આઠમી જૂને યરવડા જેલમાં પોતાના સાથી અને આઇએમના કાર્યકર કાતિલ સિદીકીની હત્યાનો બદલો લેવા માટે પૂણે બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. આ શકમંદોની પ્રાથમિક યોજના મુંબઇ કે જેલને નિશાન બનાવવાની હતી. પરંતુ કંઇકકારણોસર તેને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. પકડાયેલાં ત્રણેય શકમંદોના નામો અસાદ ખાન (૩૩) અને ઇમરાન ખાન (૩૧) અને સઇદ ફિરોઝ (૩૮) છે. પ્રથમ બે શકમંદોને દક્ષિણ દિલ્હીના તેમના ઠેકાણેથી પકડવામાં આવ્યા હતા, જ્યારે સઇદ પાંચ દિવસ પછી નિઝામુદીન રેલવે સ્ટેશન પરથી પકડાયો હતો તેવી માહિતી દિલ્હીના પોલીસ કમીશનર નીરજ કુમારે આપી હતી.
આ ત્રણેય શકમંદો પાસેથી પાંચ કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી, દસ ડિટોનેટર્સ અને અન્ય આર્ટિકલ્સ પણ મળી આવ્યા છે તેમજ તેઓ આઇએમના વડા યાસિન ભટકલની સાવ નજીક છે તેવી માહિતી છે. દિલ્હી પોલીસના ત્રાસવાદ વિરોધી એકમના ખાસ સેલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે આ ત્રિપુટી કથિતરીતે આ વર્ષે ઓગસ્ટમાં થયેલાં ઓછી તીવ્રતાના ચાર બ્લાસ્ટમાં કથિતરીતે સામેલ હોવાનું કહેવાય છે. આમાં એક વ્યક્તિ ઘાયલ થઇ હતી. ૨૭ માર્ચે પોલીસે આઇએમના એક અન્ય શંકાસ્પદ આતંકવાદી અને ભટકલના કથિત સહયોગીની એક કિલોગ્રામ વિસ્ફોટકો અને ડિટોનેટર સાથે ઉત્તર-પૂર્વી દિલ્હીમાંથી ઝડપ્યા હતા.
અસાદુલ્લાહ રહેમાન ઉર્ફે દિલકાશની કરવાલ નગરના ચંદુ નગરમાંથી પૂછપરછ કરવામાં આવી છે. બિહારના દરભંગાનો રહેવાસી દિલકાશ ગત વર્ષે પશ્ચિમી દિલ્હીના નાંગ્લોઇ વિસ્તારમાં આઇએમ દ્વારા ચલાવવામાં આવતી આર્મ્સ ફેક્ટરીમાંથી ભાગી છૂટયો હતો. ત્યારે પોલીસે અનેક કથિત ્આતંકવાદીઓની ધરપકડ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલકાશે પોલીસને જણાવ્યું છે કે તાજેતરમાં તેણે ચંદુનગરમાં એક મિલ્કત ભાડે લીધી હતી અને તપાસકર્તાઓએ કથિતરીતે એક કિલોગ્રામ વિસ્ફોટક પાવડર, એક ડિટોનેટર, એક ટાઇમર અને એક મોબાઇલ ફોન મેળવ્યા છે.
પછી તે આઇએમના પ્રેરક અને સિધ્ધાંતોમાં માનનાર મોહમ્મદ કફીલ અહમદના સંપર્કમાં આવ્યો હતો અને પછી તેણે દિલકાશની મુલાકાત ભટકલ સાથે કરાવી હતી. દિલ્હીમાં તે લેથ મશીન પર કામ કરવાનું શીખ્યો હતો અને મોહમ્મદ ઇરશાદ અને ભટકલને કથિતરીતે પિસ્તોલો અને અન્ય શસ્ત્રો બનાવવામાં મદદ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved