Last Update : 12-October-2012, Friday

 

S & P ની ચેતવણી, IMF, વર્લ્ડ બેંકના નબળા જીડીપી અંદાજો, નિકાસ ઘટાડાને અવગણી
FII ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે શેરોમાં અવિરત ધૂમ લેવાલ ઃ ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫

આજે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના આંક, ઇન્ફોસીસ, એચડીએફસી બેંકના પરિણામ, રીટેલ ક્ષેત્રે એફડીઆઇ પર સુપ્રિમ કોર્ટની સુનાવણી પર નજર

યુનીટેક- ટેલીનોરના સમાધાને રીયાલ્ટી શેરોમાં તેજી ઃ રેટીંગ ડાઉનગ્રેડ છતાં સ્ટેટ બેંક સહિત બેંકિંગ શેરોમાં મોટાપાયે લેવાલી ઃ નિફ્ટી ૫૬ પોઇન્ટ વધીને ૫૭૦૮
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ રેટીંગ એજન્સી દ્વારા ગઇકાલે ભારતની ઉંચી રાજકોષીય ખાધને લઇ દેશના રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ યથાવત હોવાની આપેલી ચેતવણીને મુંબઇ શેરબજારોમાં ખેલંદાઓએ સાવચેત થઇ શેરોમાં મોટું પ્રોફીટ બુકીંગ કર્યા છતાં એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ટસના મસ નહીં થઇ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં તાજેતરના નાણા પ્રધાન પી. ચિદમ્બરમની આર્થિક સુધારા- રીફોર્મ્સની આક્રમક પહેલને પરિણામે પૂર્ણ વિશ્વાસ રાખીને શેરોમાં વણથંભી ખરીદી ચાલુ રાખતા રૃપિયા સામે ડોલરની તેજી અટકી આજે ફરી રૃા. ૫૩ની સપાટી ગુમાવી દેતા અને કોર્પોરેટ પરિણામોની બીજા ત્રિમાસિકની સીઝન આવતીકાલે શુક્રવારે ૧૨, ઓક્ટોબરના રોજ ઇન્ફોસીસ ટેક્નોલોજીસ અને એચડીએફસી બેંકના પરિણામોથી વિધિવત શરૃ થઇ રહી હોઇ ફરી ફંડોએ આજે આરંભિક ધુ્રજરા -સાવચેતીના ટોન બાદ શેરોમાં ઓલરાઉન્ડ આક્રમક ખરીદી કરીને સેન્સેક્ષને ૧૭૩.૬૫ પોઇન્ટના ઉછાળે ૧૮૮૦૪.૭૪ અને નિફ્ટીને ૫૫.૯૦ પોઇન્ટની તેજીએ ૫૭૦૮.૦૫ની સપાટીએ બંધ મૂકી દીધા હતાં.
એસએન્ડપીની ચેતવણી, IMF, વર્લ્ડ બેંકે ભારતનો આર્થિક વિકાસ દર અંદાજ ઘટાડયો છતાં FII ટસની મસ નહીં થઇ શેરોમાં અવિરત લેવાલ
ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઇએમએફ) દ્વારા ભારતની આર્થિક- જીડીપી વૃદ્ધિનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે ૪.૯ ટકાનો અત્યંત નબળો અંદાજ મૂકાયા બાદ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતના રેટીંગ ડાઉનગ્રેડના જોખમની ચેતવણી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડએલોન રેટીંગ ડાઉનગ્રેડ સાથે વર્લ્ડ બેંક દ્વારા પણ ભારતની આર્થિક વૃદ્ધિ- વિકાસનો અંદાજ નબળો મૂકાયા સાથે યુરો ઝોનની ઋણ કટોકટી વકરી રહી હોઇ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા સ્પેનના રેટીંગને ડાઉનગ્રેડ કરાયાની નેગેટીવ અસરે અને અમેરિકી બજારોમાં ગઇકાલે ડાઉજોન્સની ૧૨૯ પોઇન્ટ નરમાઇ પાછળ મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત સાવચેતીએ થઇ હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૬૩૧.૧૦ સામે ૧૮૬૨૭.૩૭ મથાળે ખુલીને સાધારણ ૨૨થી ૨૫ પોઇન્ટ સુધરી તુરંત ઘટી આવીને સેન્સેક્ષના સિપ્લા, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગેઇલમાં વેચવાલીએ ૪૯.૬૧ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૮૫૮૧.૪૯ સુધી આવ્યો હતો. જે બપોરે એક વાગ્યા બાદ એફઆઇઆઇએ ફ્રન્ટલાઇન મોટાભાગના શેરોમાં ભેલ, લાર્સન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા પાવર, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા, ઇન્ફોસીસ, ઓએનજીસી, બજાજ ઓટો, આઇટીસી, હિન્દુસ્તાન યુનીલીવરમાં ખરીદી કરતા અને રીયાલ્ટી જાયન્ટ યુનીટેક દ્વારા તેના ટેલીકોમ સંયુક્ત સાહસ યુનીનોરમાંથી એક્ઝિટ માટે ભાગીદાર ટેલીનોર સાથે બધા વિવાદોમાં સેટલમેન્ટ- સમાધાન કરવાના કરાર કરતા રીયાલ્ટી શેરોમાં તેજીએ બજારનું સેન્ટીમેન્ટ વધુ સુધરતું જઇ સેન્સેક્ષ એક તબક્કે ૨૧૬.૭૧ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૮૪૭.૮૧ સુધી જઇને અંતે ૧૭૩.૬૫ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૪.૭૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૬૩૬ થઇ પાછો ફરી ઉપરમાં ૫૬૩૬ બોલાયો ઃ બેંકિંગ, પાવર, રીયાલ્ટી શેરોમાં તેજી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૬૫૨.૧૫ સામે ૫૬૬૩.૫૦ મથાળે ખુલીને શરૃઆતમાં સાંકડી વધઘટે ૫૬૬૨થી ઘટીને નીચામાં ૫૬૩૬.૯૫ સુધી આવ્યો હતો. જે બપોરે એક વાગ્યા બાદ યુરોપના બજારોની સુધારાની ચાલ અને સ્થાનિકમાં એફઆઇઆઇના આક્રમક મિજાજ સાથે યુનીટેકના ટેલીનોર સાથે સેટલમેન્ટે રીયાલ્ટી શેરો સાથે બેંકિંગ શેરો બેંક ઓફ બરોડા, પીએનબી, એક્સીસ બેંક, સ્ટેટ બેંક તેમજ જેપી એસોસીયેટસ, રિલાયન્સ ઇન્ફ્રા., ભેલ, લાર્સન, સેસાગોવા, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, એસીસી, ગ્રાસીમ સહિતના શેરોની તેજીએ ૫૭૦૦ની સપાટી કુદાવી જઇને એક સમયે ૬૮.૯૫ પોઇન્ટ ઉછળી ઉપરમાં ૫૭૨૧.૦ થઇ અંતે ૫૫.૯૦ પોઇન્ટ વધીને ૫૭૦૮.૦૫ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ અપવર્ડ રીવર્સલ ઃ નિફ્ટી સ્પોટ ૫૬૩૫ ક્લોઝિંગ સ્ચટોલોસે ધ્યાન તેજી ઃ NHPC રૃા. ૧૯ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ હવે અપવર્ડ રીવર્સલનો બન્યો છે. ટેક્નીકલી, નિફ્ટી સ્પોટ ૫૬૩૫ના ક્લોઝિંગ સ્ટોપલોસ, બેંક નિફ્ટી સ્પોટ ૧૧૨૪૫ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી બતાવાઇ રહ્યું છે. નિફ્ટીમાં ૫૭૩૦ ઉપર બંધ આવતા તેજીની સ્પિડ વધતી જોવાશે. NHPC રૃા. ૧૯ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી ટેક્નીકલી રૃા. ૧૯ના સ્પોટ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી બતાવાઇ રહ્યું છે.
યુનીટેકની ટેલીકોમ સંયુક્ત સાહસ યુનીનોરમાંથી એક્ઝિટ ઃ ટેલીનોર સાથે બધા વિવાદોમાં સેટલમેન્ટ કરારે શેર ૧૭ ટકા ઉછળીને રૃા. ૨૭
રીયાલ્ટી કંપની યુનીટેક દ્વારા તેના ટેલીકોમ સંયુક્ત સાહસ યુનીનોરમાંથી એક્ઝિટ કરવાના નિર્ણય અને આ માટે પાર્ટનર ટેલીનોર સાથે બધા વિવાદોમાં સેટલમેન્ટ કરવાના કરાર કરાયાનું જાહેર કરી હવે કંપની તેના પાયાના બિઝનેસ રીયાલ્ટી પર ફોકસ કરશે એવું જાહેર કરતા યુનીટેકના શેરમાં ફંડો-ઇન્વેસ્ટરોએ આરંભથી જ મોટાપાયે લેવાલી કરતા શેર રૃા. ૪.૦૫ (૧૭.૪૯ ટકા) ઉછળીને રૃા. ૨૭.૨૦ રહ્યો હતો. બીએસઇમાં ૧.૫૦૯ કરોડ શેરોનું વોલ્યુમ થયું હતું. યુનીટેક દ્વારા ટેલીનોર સાથે ગઇકાલે ૧૦, ઓક્ટોબરના બધા વિવાદોના સેટલમેન્ટના કરાર કરાયા હતા. જેના હેઠળ યુનીટેક વાયરલેસમાં બન્ને પક્ષો ટેલીનોર દ્વારા અંકુશીત નવી કંપનીમાં બિઝનેસ ટ્રાન્સફર કરવા સંમત થયા છે અને યુનીનોરમાં પોતાના શેર હોલ્ડિંગને નજીવી રકમમાં ડીસ્પોઝ- રદ કરવા યુનીટેક સંમત થઇ છે, પરંતુ યુનીટેક વાયરલેસમાં પોતાના વર્તમાન શેર હોલ્ડિંગ સાથે સંકળાયેલા આર્થિક હકો પોતાની પાસે જાળવી રાખશે. આ સાથે યુનીટેક ત્વરિત યુનીનોરના બોર્ડમાંથી પોતાના પ્રતિનિધિઓ પાછા ખેંચશે અને બધા સ્પેશ્યલ શેરહોલ્ડરના હકો સસ્પેન્ડ- રદ કરશે. બન્ને પક્ષોએ ગુપ્તતા જાળવવાના કરાર કર્યા હોઇ સેટલમેન્ટની ચોક્કસ શરતો અને ધોરણો વિશે વિગતો અપાઇ નથી.
ઇન્ફોસીસના આજે પરિણામ ઃ નફામાં ૨૫ ટકા વૃદ્ધિ અપેક્ષીત, એચડીએફસી બેંકના નફામાં ૨૭ ટકા વૃદ્ધિ અપેક્ષીત
ઇન્ફોસીસ ટેક્નોલોજીના આવતીકાલે શુક્રવારે ૧૨, ઓક્ટોબરના જાહેર થનારા બીજા ત્રિમાસિકના પરિણામમાં નફામાં ૨૪.૯ ટકા જેટલી વૃદ્ધિ અપેક્ષીત હોઇ રૃા. ૨૩૮૦ કરોડના નફા (૪૫.૩૫ કરોડ ડોલર)ના અંદાજ સાથે કંપની સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે ૬ ટકા આળક વૃદ્ધિનો અંદાજ બતાવશે એવા અનુમાન વચ્ચે શેરમાં લેવાલીએ રૃા. ૨૭.૨૦ વધીને રૃા. ૨૫૩૧.૪૫ રહ્યો હતો. જ્યારે ખાનગી બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંકના પણ આવતીકાલે શુક્રવારે જાહેર થનારા બીજા ત્રિમાસિકના પરિણામમાં બેંકના ચોખ્ખા નફામાં એનાલીસ્ટો ૨૬.૯ ટકા જેટલી વૃદ્ધિએ રૃા. ૨૭૧૩ કરોડ અપેક્ષીત હોવાનો અંદાજ બતાવી રહ્યા છે. એચડીએફસી બેંકનો શેર રૃા. ૬.૪૦ વધીને રૃા. ૬૨૪.૫૫ રહ્યો હતો.
યુનીટેક પાછળ રીયાલ્ટી શેરોમાં તેજી ઃ ડીએલએફ મંદી અટકી રૃા. ૮ વધ્યો ઃ ઇન્ડિયાબુલ્સ, એચડીઆઇએલ પણ વધ્યા
યુનીનોર સાથે યુનીટેકના સેટલમેન્ટને પગલે રીયાલ્ટી શેરોમાં ફંડોની આક્રમક લેવાલી નીકળી હતી. ડીએલએફ સાથે કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢરાના વિવાદાસ્પદ પ્રોપર્ટી ડીલ્સમાં આક્ષેપો- સ્પષ્ટતાઓ વચ્ચે આજે શેરમાં વેચવાલી અટકી અમુક વર્ગના વેલ્યુબાઇંગે શેર રૃા. ૮.૩૫ વધીને રૃા. ૨૨૧.૩૫, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૩.૩૦ વધીને રૃા. ૬૪, એચડીઆઇએલ રૃા. ૪.૩૫ વધીને રૃા. ૧૦૩.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃા. ૩.૮૫ વધીને રૃા. ૧૪૧.૨૦, ફિનિક્સ મિલ્સ રૃા. ૩.૭૦ વધીને રૃા. ૧૯૯.૧૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૮૦.૨૫, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૩.૪૦ વધીને રૃા. ૨૬૩, શોભા ડેવલપર્સ રૃા. ૩ વધીને રૃા. ૩૮૩.૪૦ રહ્યા હતાં.
પાવર શેરોમાં FII ની ફરી મોટાપાયે લેવાલી ઃ લાર્સન, ભેલ, થર્મેક્સ, રિલાયન્સ શેરોમાં તેજી
એફઆઇઆઇ- વિદેશી ફંડોએ પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં ફરી લેવાલી શરૃ કરતા લાર્સન રૃા. ૩૮.૩૦ વધીને રૃા. ૧૬૪૯.૫૦, ભેલ રૃા. ૬.૪૦ વધીને રૃા. ૨૫૧.૫૫, પુંજ લોઇડ રૃા. ૨.૯૦ ઉછળીને રૃા. ૫૫.૭૦, જિન્દાલ શો રૃા. ૩.૪૦ વધીને રૃા. ૧૧૪.૮૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૩.૯૫ વધીને રૃા. ૧૩૮.૩૦, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૯.૦૫ વધીને રૃા. ૬૫૭.૭૦, લક્ષ્મી મશીન રૃા. ૨૪.૬૦ વધીને રૃા. ૨૦૩૦, થર્મેક્સ રૃા. ૨૧.૨૦ ઉછળીને રૃા. ૫૮૨, જીએમઆર ઇન્ફ્રા. પર દરોડા પડયાના અહેવાલ વચ્ચે પણ ૮૦ પૈસા વધીને રૃા. ૨૪.૦૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૩.૨૦ વધીને રૃા. ૫૧૭.૯૦, રિલાયન્સ પાવર રૃા. ૨.૨૦ વધીને રૃા. ૧૦૧.૮૦, એનએચપીસી ૩૫ પૈસા વધીને રૃા. ૨૧.૨૦ રહ્યા હતાં.
સ્ટેટ બેંક, યુનિયન બેંક રેટીંગ ડાઉનગ્રેડ છતાં ઉછળ્યાં ઃ બેંકિંગ શેરોમાં ફંડોની વ્યાપક તેજી ઃ યુનિયન બેંક રૃા. ૯ વધ્યો
બેંકિંગ જાયન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને યુનીયન બેંક ઓફ ઇન્ડિયાની ઉંચી એનપીએના જોખમે બન્નેના સ્ટેન્ડએલોન રેટીંગને ગઇકાલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ડાઉનગ્રેડ કર્યા છતાં આજે બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૯ વધીને રૃા. ૨૦૨.૪૫, ફેડરલ બેંક રૃા. ૨૦.૭૦ વધીને રૃા. ૪૭૯.૮૦, પીએનબી રૃા. ૨૭.૬૦ વધીને રૃા. ૮૨૪.૭૫, બેંક ઓફ બરોડા રૃા. ૨૧.૨૦ વધીને રૃા. ૭૮૮.૭૦, એક્સીસ બેંક રૃા. ૨૮ વધીને રૃા. ૧૧૩૪.૭૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૭.૩૦ વધીને રૃા. ૩૦૧.૫૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૯૦ વધીને રૃા. ૧૦૦.૧૫, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૪૧.૫૫ વધીને રૃા. ૨૨૬૮.૭૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫.૬૫ વધીને રૃા. ૩૬૨.૮૦, યશ બેંક રૃા. ૩.૯૦ વધીને રૃા. ૩૯૭.૨૦, અલ્હાબાદ બેંક રૃા. ૪.૭૫ વધીને રૃા. ૧૪૧.૬૫, યુકો બેંક રૃા. ૨.૫૦ વધીને રૃા. ૭૭.૨૦, જે એન્ડ કે બેંક રૃા. ૩૦.૯૦ વધીને રૃા. ૧૦૮૩.૪૫, ઓરિએન્ટલ બેંક રૃા. ૧૦.૬૦ વધીને રૃા. ૨૯૪.૧૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૧૬૯.૦૫ પોઇન્ટની તેજીએ ૧૩૧૩૯.૭૯ રહ્યો હતો.
ડોલર ૩૭ પૈસા તૂટી રૃા. ૫૨.૬૭ છતાં ઇન્ફોસીસના પરિણામ પૂર્વે આઇટી શેરો ઓરકેલ, ફાઇનાન્શિયલ ટેક્નો ઉંચકાયા
રૃપિયા સામે ડોલરની તેજી અટકી ફરી એફઆઇઆઈની શેરોમાં આક્રમક લેવાલીએ ડોલર ૩૭ પૈસા તૂટીને રૃા. ૫૨.૬૭ થઇ જવા છતાં ઇન્ફોસીસના આજે શુક્રવારે પરિણામ પૂર્વે પસંદગીના આઇટી શેરોમાં આકર્ષણે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૨૧.૮૦ વધીને રૃા. ૧૦૩૨.૨૫, એચસીએલ ટેક્નો રૃા. ૧૧.૧૫ વધીને રૃા. ૫૭૭.૬૦, ટેક મહિન્દ્રા રૃા. ૧૩.૫૫ વધીને રૃા. ૯૭૮.૦૫, ઓરકેલ ફીનસર્વ રૃા. ૨૨.૫૫ વધીને રૃા. ૩૦૦૨.૮૦ રહ્યા હતાં.
આજે IIP- ઔદ્યોગિક ઉત્પાદન આંક, રીટેલ ક્ષેત્રે એફડીઆઇ પર સુપ્રિમ કોર્ટની સુનાવણી પર નજર
ચોમાસુ એકંદર સફળ રહેતા રવિ પાક વધીને આવવાના અંદાજો અને રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરીથી એફએમસીજી કંપનીઓને ફાયદો થવાના અંદાજો વચ્ચે શેરોમાં લેવાલી વધી હતી. ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિનો સપ્ટેમ્બરના આંક સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા (સીએસઓ) આજે શુક્રવારે જાહેર થનાર હોવા સાથે રીટેલ ક્ષેત્રે એફડીઆઇ સામે કરાયેલી પીઆઇએલ પર આજે શુક્રવારે સુપ્રિમ કોર્ટ દ્વારા ઓપીનીયન- સુનાવણી થનારી હોઇ તેના પર પણ બજારની નજર રહેશે.
FII ટસની મસ નહીં થઇ શેરોમાં અવિરત લેવાલ ઃ વધુ રૃા. ૧૦૪૩ કરોડની જંગી ચોખ્ખી ખરીદી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૧૦૪૩.૦૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કર્યાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડામાં દર્શાવાયું છે. એફઆઇઆઇએ કુલ રૃા. ૩૪૨૯.૧૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૩૮૬.૧૮ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૫૭૩.૩૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૯૮૭.૫૩ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૫૬૦.૮૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજી ઃ ૨૩૨ શેરોમાં ઓનલી બાયર ઃ ૧૬૫૬ શેરો પોઝિટીવ
સેન્સેક્ષ- નિફ્ટીની તેજી સાથે આજે ફરી સ્મોલ- મિડ કેપ 'બી' ગુ્રપના અનેક શેરોમાં લેવાલી નીકળતા માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી, બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૧ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૬૫૬ અને ઘટનારની ૧૧૮૩ રહી હતી. ૨૩૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપવા આખું બોલીવૂડ ઉમટી પડ્યું
અમિતાભના જન્મદિને 'જલસા'ની બહાર ચાહકોની જમાવટ ઃ ફૂટપાથ પર હવન

બિભત્સ એમએમએસ અને ઈ-મેઈલ મોકલવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે

સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ૧૦.૭૮ ટકા ઘટીને ૨૩.૬૯ અબજ ડોલર થઈ
જમીન સુધારણા અંગે આંદોલનકારો સાથે સંધિ કરતી કેન્દ્ર સરકાર
સેહવાગે ફિટનેસ મેળવીઃ ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં રમવા માટે તૈયાર

કુંબલેની આઇસીસીની ક્રિકેટ કમિટિના ચેરમેન તરીકે નિમણૂક

આર્મસ્ટ્રોંગ સામે ૨૬ વ્યક્તિઓએ ડ્રગના સેવનનો આરોપ મુક્યો હતો

યુકેએ નરેન્દ્ર મોદી સામેનો દસ વર્ષનો બહિષ્કાર સમાપ્ત કર્યો ઃ દૂત ગુજરાત આવશે

સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ચીનના મો યાન વોનની પસંદગી
પાક.ની કન્યા મલાલા પરના હુમલાની સમગ્ર વિશ્વે ટીકા કરી

કેજરીવાલ અને આજ તક સામે કાનૂની કાર્યવાહીની ખુરશીદની ધમકી

ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો કોઇ ખતરો નથીઃ પી. ચિદમ્બરમ
ઇન્ફોસીસના પરિણામ પૂર્વે સેન્સેક્ષ ૧૭૪ પોઇન્ટની તેજીએ ૧૮૮૦૫
સોનામાં તેજીના વળતા પાણી ઃડોલર ઉંચેથી ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી
 
 

Gujarat Samachar Plus

ડેઈલી ડ્રેસ-એક્સેસરીમાં ઉમેરો તહેવારોના રંગ
ફેશનેબલ, સેક્સી શૂઝનો ટ્રેન્ડ...
ફિશ ફૂટ સ્પા પેડિક્યોર ખતરાથી ખાલી નથી
ખૂબસૂરતીમાં વધારો કરતી લિપસ્ટિક
રસોઇકામ સાથે કસરતના ફંડા પણ અપનાવો
ગરબા વડે વર્લ્ડ આર્થરાઇટીસ ડેનું સેલિબ્રેશન
ખેલૈયાઓમાં કરપ્શન થીમ ટેટૂ ફેવરિટ છે
 

Gujarat Samachar glamour

'બેશરમ'માં રણબીરની સામે પલ્લવી શારદા ચમકશે
શાહિદે 'ફટા પોસ્ટર...' માટે ફરી જીમમાં જવા માંડયુ
સલમાને સૂટ ઉપર બ્રોચ-પિન લગાવી ભેદરેખા ભૂંસી
સોનાક્ષી અને સંજય દત્ત એક ગીતમાં લાગણીશીલ બન્યા
આશાના ભાઈ અને પુત્ર પાસે અસંખ્ય પિસ્તોલ
તમે 'ગેંગનમ ડાન્સ સ્ટાઈલ' વિષે સાંભળ્યું છે?
પ્રેગનન્ટ શકીરાનું ઓવરવેટ બોડી ચર્ચામાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved