Last Update : 12-October-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૧૦-૨૦૧૨, શુક્રવાર
નિજ ભાદરવા વદ બારસ
સંન્યાસીઓનું શ્રાધ્ધ
રેંટીયા બારસ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિનો ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૭ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૪ મિ. (સૂ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા બપોરના ૧ ક. ૫૪ મિ. સુધી પછી પુર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ, રા.દિ.આ/૨૦
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ બારસને શુક્રવાર.
- આજે બારસનું શ્રાધ્ધ. સંન્યાસીઓનું શ્રાધ્ધ. મઘા શ્રાધ્ધ.
- રેંટીયા બારસ
- સિધ્ધિયોગ બપોરના ૧ ક. ૫૪ મિ.થી શરૃ.
- મહાપ્રભુજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગોપીનાથજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૨૬ રોજ આસ્તાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં આકસ્મિક સાનુકૂળતા-પ્રગતિ મળતા કામ કરવાનો ઉત્સાહ વધે. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતામાં ઘટાડો થાય.

 

વૃષભ ઃ જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે સાવધાની રાખવી. નોકર ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં રૃકાવટ-વિલંબ રહે.

 

મિથુન ઃ યશ-પદ-ધનમાં વધારો તાય તેવી કોઈ કાર્યરચના થવાથી આપને આનંદ-ઉત્સાહ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળે.

 

કર્ક ઃ સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. બેંકના કામમાં વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા જણાય.

 

સિંહ ઃ આપને માનસિક પરિતાપ-ચિંતા છતાં કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. કામકાજમાં ભૂલ થાય નહીં તેની સાવધાની રાખવી પડે.

 

કન્યા ઃ કોર્ટ-કચેરીના કામમાં આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાને લીધે ઉચાટ-ઉદ્વેગ અનુભવો. આપની ઉતાવળ આપના માટે હાનિકારક બને.

 

તુલા ઃ નોકરી ધંધાના કામમાં આપને લાભ-ફાયદો મળી રહે. આપની બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે પ્રગતિ કરી શકો. સંતાનથી લાભ રહે.

 

વૃશ્ચિક ઃ નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. આપના રૃકાવટ-વિલંબમાં પડેલા કામમાં ઉકેલ લાવવા દોડધામ-શ્રમ કરવા પડે. મિત્રવર્ગથી લાભ.

 

ધન ઃ દેશ-પરદેશના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં વાણીની સંયમતા રાખવી.

 

મકર ઃ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. પેટ-પેઢુમાં, ગુદા ભાગમાં, પગમાં દર્દ-પીડા રહ્યા કરે.

 

કુંભ ઃ આપને કામમાં પ્રગતિ જણાય. જાહેર સંસ્થાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ખર્ચ-ખરીદી થાય.

 

મીન ઃ સીઝનલ ધંધામાં આપે હરિફવર્ગનો સામનો કરવો પડે. સહકાર્યકર નોકર ચાકરવર્ગ સાથે કામ લેવામાં ધીરજ વાણીની સંયમતા રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૧૦-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ મધ્યમ રહેશે. એક-બે કામમાં સાનુકૂળતા જણાય તો એક-બે કામમાં રૃકાવટ મુશ્કેલી અનુભવાય. નોકરી ધંધાની સાથે ઘર-પરિવારની ચિંતાને લીધે આપ વ્યગ્રતા બેચેની અનુભવ્યા કરો. કૌટુંબિક-પારીવારિક, સંયુક્ત મિલનના પ્રશ્ને વાદ-વિવાદ-મનદુઃખના પ્રશ્નો ઉભા થાય. જેના લીધે નોકરી ધંધામાં આપનું મન લગાવી શકો નહીં. મિત્રવર્ગના સાથ-સહકારના લીધે આપને રાહત અનુભવા. ધંધાકીય નવું કોઈ આયોજન વિચારતા હોવ તો તેમાં આપે ઉતાવળ કરવી નહીં. શાંત ચિત્તે વિચાર કરી, ચર્ચા-સલાહ કર્યા બાદ જ આગળ વધવું. જમીન-મકાન-વાહનની બાબતમાં વર્ષ દરમ્યાન આપે સાવધાની રાખવી. સ્ત્રીવર્ગને માતૃપક્ષની ચિંતા રહ્યા કરે. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગના લીધે અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી.

 

સુપ્રભાતમ્

શૂરવીરો યુદ્ધમાં મૃત્યુ પામે તો સ્વર્ગે જાય છે અથવા શત્રુઓને મારીને સુખ પામે છે- આ બંને ગુણો ઘણા દુર્લભ છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ઉંદરોની ટોળકી હાથમાં તલવાર લઈને દોડી રહી હતી. રસ્તામાં વાઘ મળ્યો. ખુલ્લી તલવારે દોડી રહેલા ઉંદરોને એણે પૂછ્યું, 'કેમ શું થયું છે? આમ, ખુલ્લી તલવારે ક્યાં દોડી રહ્યા છો?'
'કંઈ નહીં,' ઉંદરોમાંનો વડીલ લાગતો ઉંદર બોલ્યો, 'હાથીની દીકરીની કોઈએ મશ્કરી કરી છે અને નામ અમારું આવ્યું છે. હવે જુઓ, લાશો પાડી દઈશું.'

[Top]
 

આજ ની રેસીપી

મોંમાં પાણી લાવતા મિષ્ટાન અને ફરસાણ

કોકો સ્પ્રેડ

 

સામગ્રી ઃ- ૧ લીટર દૂદ, ૩ ટે. સ્પૂન કસ્ટર્ડ પાવડર, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ તાજા જરદાળું, ૬ નંગ બદામ, ૫૦ ગ્રામ ચેરી, ૩ ટે. સ્પૂન ક્રીમ, ૧ ટે. સ્પૂન, ન્યુટ્રામૂલ પાવડર, ૨ ટે.સ્પૂન જીંજર બિસ્કિટનો ભૂકો, ૨ ટે. સ્પૂન કોર્નફલેક્સનો ભૂકો. ચપટી દાલચીની, ૧ ટે. સ્પૂન હની (મધ)

 

રીતઃ- દૂધને ઉકાળો. આશરે ૫૦૦ મિ.લી. જેટલું દૂધ રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી ઠંડુ થવા એક બાજુ મુકી દો.

 

દૂધ ઠંડુ થઈ જાય પછી તેને એક પહોળી ડીશમાં નાખો. એમાં બિસ્કીટ પાવડર નાખી ૧૫ મિનિટ રહેવા દો.

 

પછી દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી એમાં કોર્નફલેક્સ પાવડર મિક્સ કરો.

 

કોકો પાવડરમાં હની (મધ) અને ક્રીમ મિક્સ કરી પુડીંગના ઉપર પ્રસરીને નાખવું.

 

જરદાળુના પાતળા-લાંબા પીસેસ કરી દરેક પીસને કોકો પાવડરમાં બોળી લો. પછી આ કોકો પાવડર કોટેડ જરદાળુના પીસેસ ડીશના ચારે બાજુ સજાવીને મૂકો.

 

હવે ઓવનને ગરમ કરો. ઓવન ગરમ થઈ જાય પછી તેમાં ડીશ મૂકી ૩૦ મિનિટ સુધી (૧૬૫ એફ) રહેવા દો.

 

૩૦ મિનિટ પછી બહાર કાઢી તેમાં બદામ નાખી ઠંડુ પડવા દો. પછી ફ્રીજમાં રાખી દો. વેફર અથવા બિસ્કિટ સાથે સર્વ કરો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved