Last Update : 11-October-2012, Thursday

 

કેન્દ્રીય મંત્રીમંડળની વિચારણા
વકરી રહેલા મગજના તાવને કાબુમાં લેવા રૃા. ૪૦૦૦ કરોડ ફાળવાશે

જાપાનીઝ એન્સિફેલાયટિસ અને એક્યૂટ એન્સિફેલાયટિસથી આ વર્ષે ૧૦૦નાં મોત

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૦
દેશમાં આ વર્ષે આશરે એક હજાર લોકોને એક્યૂટ એન્સિફેલાયટિસ સિન્ડ્રોમને કાબુમાં લેવા કેન્દ્રિય મંત્રીમંડળ રૃા. ૪૦૦૦ કરોડની બહુ-પાંખીયોજના જાહેર કરશે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર આ જીવલેણ વાઈરસને કાબુમાં લેવા બહુપાંખી વ્યૂહ ઘડી કાઢવા રચાયેલ ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની ભલામણો બાદ મંત્રીમંડળ આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે. યોજનામાં અસરગ્રસ્તોના આરોગ્ય, પાણી અને સ્વચ્છતાની સુવિધાઓમાં સુધારા કરવા ઉપરાંત તેમના યોગ્ય પોષણ અને પુનર્વસવાટ સહિતની બાબતો સમાવિષ્ટ કરવામાં આવશે. આ યોજનામાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતું, ગ્રામ વિકાસ અને પીવાના પાણી તેમજ સ્વચ્છતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતું જેવા મંત્રાલયોની મદદ લેવામાં આવશે.
યોજનામાં રૃા. ૨૦૦૦ કરોડ પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયને ફાળવવામાં આવશે જ્યારે આરોગ્ય મંત્રાલયને રૃા. ૧૩૦૦ કરોડ ફાળવાશે તેમજ બાકીની રકમ અન્ય મંત્રાલયોને અપાશે. ભંડોળની અછતનાકારણે કેટલાક મંત્રાલયો પોતાની અંદાજપત્રીય પૂંજી દ્વારા યોજનાને આગળ ધપાવવા સંમત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં ૬૩૦૦ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે. જેમાંના આશરે ૧૦૦૦ લોકોના મૃત્યુ થયાં છે છતાં આ રોગના ભારે અસરગ્રસ્ત બિહાર અને ઉત્તરપ્રદેશમાં આ વાઈરસની ઓળખ કરવામાં સત્તાવાળાઓ નિષ્ફળ ગયા છે. ગુ્રપ ઓફ મિનિસ્ટર્સએ કરેલી ભલામણોમાં અસરગ્રસ્ત લોકોને પીવાનું સ્વચ્છપાણી તેમજ સ્વચ્છતાની જોગવાઈ તેમજ બાળકોનું રસીકરણ કરવાનો પણ સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved