Last Update : 11-October-2012, Thursday

 

૧૯ અબજ ડોલરની સંપત્તિ સાથે
મુકેશ અંબાણી દેશના સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિ ઃ એલ.એન. મિત્તલ બીજા

સમૃદ્ધ સેલ્ફ મેઈડ વૂમનમાં કિરણ મજમુદારશોને સ્થાન ઃ સાવિત્રી જીન્દાલ પ્રથમ

બેજીંગ, તા. ૧૦
ચીનની એક આર્થિક સર્વેક્ષણ કરનારી કંપનીએ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલીક મુકેશ અંબાણીને ભારતના સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગણાવ્યા છે. તેમની વ્યક્તિગત સંપત્તિ ૧૯.૩ અબજ ડોલરની આકારાઈ છે. તે પછી બીજા સ્થાને આર્સેલર-મિત્તલના વડા એન.એન. મિત્તલ ૧૬.૯ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને આવ્યા છે.
વ્યક્તિગત સંપત્તિની દ્રષ્ટિએ આ સર્વેક્ષણ કરાયું હતું. જેમાં અંબાણી અને મિત્તલ પછી ત્રીજા સ્થાને વીપ્રોના માલીક અઝીમ પ્રેમજી આવે છે. જેમની સંપત્તિ ૧૨.૩ અબજ ડોલર ગણાઈ છે. ચોથા સ્થાને સન ફાર્માસ્યુટીકલ્સના માલીક દિલીપ સંઘવી, (૮.૫ અબજ ડોલર) પાંચમા સ્થાને શાપુરજી પાલ્લોનજીના માલીક પાલ્લોનજી મીસ્ત્રી (૭.૯ અબજ) ડોલરની સંપત્તિ ધરાવે છે.
ત્યારબાદ એસ્સાર એનર્જીના શશિ અને રવિ રૃઈઆની સંપત્તિ (૭.૨ અબજ ડોલર) અને ગોદરેજ જુથના માલીક અદી ગોદરેજની સંપત્તિ (૬.૯ અબજ ડોલર) હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનારા અન્ય ચાર ઉદ્યોગપતિઓમાં ડી.એલ.એફ.ના માલીક કુશલપાલસિંહ, (૬.૩ અબજ ડોલર) ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના કુમાર મંગલમ્ બિરલા (૫.૮ અબજ ડોલર), એચ.સી.એલ. ટેકનોલોજીના શિવ નાદર (૫.૭ અબજ ડોલર) અને ભારતી એરટેલના સુનિલ મિત્તલ (૫૭ અબજ ડોલર)ની સંપત્તિ સાથે આ યાદીમાં સામેલ થયા છે.
જ્યારે ઓ.પી. જીન્દાલ જુથના સાવિત્રી જીન્દાલ, કંપનીના બિન વહિવટી ચેર પર્સન તરીકે દેશના સૌથી સમૃદ્ધ મહિલા ઉદ્યોગપતિની યાદીમાં પ્રથમ સ્થાન પામ્યા છે. તેમની વ્યક્તિગત સંપત્તિ ૫.૬ અબજ ડોલર ગણવામાં આવી છે. જ્યારે કિરણ મજમુદારશોને ૬૦ કરોડ ડોલરની સંપત્તિ સાથે સૌથી સમૃદ્ધ 'સેલ્ફ મેઈડ વૂમન' તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
જોકે હુરૃન ઈન્ડીયા રીચ લીસ્ટમાં સ્થાન પામેલા ટોચના ૧૦૦ ઉદ્યોગપતિઓ પૈકી ૬૦ ટકા લોકો સેલ્ફ મેઈડ મેન છે. પણ તેમા સ્થાન પામનારા કિરણ મજમુદારશો એક માત્ર સેલ્ફ મેઈડ વૂમન છે. આ અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે ૧૦૦ સૌથી સમૃદ્ધ લોકોમાંથી ૩૬ મુંબઈમાં, ૨૨ દિલ્હીમાં અને ૧૫ બેંગ્લોરમાં રહે છે. સૌથી સમૃદ્ધ ભારતીયોમાંથી પાંચ વિદેશમાં વસે છે. જેમા લક્ષ્મી મિત્તલ લંડનમાં વસે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved