Last Update : 11-October-2012, Thursday

 

જાપાનની ટોયોટા કંપની ખામીયુક્ત ૨૫ લાખ કાર પાછી ખેંચશે

પાવર વિન્ડોની સ્વિચમાં ગરબડના કારણે સમસ્યા સર્જાવાની શક્યતા હતી

ટોક્યો, તા. ૧૦
જાપાનની કાર ઉત્પાદક કંપનીએ વર્ષ ૧૯૯૬ પછીનો તેમના વાહનોના રીપેરીંગ માટેનો સૌથી મોટો 'રીકોલ' જાહેર કર્યો છે. પાવર વિન્ડો સ્વીચના કાર્યમાં ખામી સર્જાતી હોવાના મુદ્દે આ 'રીકોલ' કરાયો છે. જે ૭૪.૩૦ લાખ વાહનોને અસર કરશે. ખામી યુકત પાવર વીન્ડો સ્વીચને કારણે બારીને ખોલવા કે બંધ કરવામાં સમસ્યા સર્જાવાની શક્યતાને પગલે આ 'રીકોલ' કરાયો છે.
જાપાનની કાર બનાવનારી સૌથી મોટી કંપનીએ પોતાના ગ્રાહકોનો કંપનીમાં વિશ્વાસ ટકી રહે તે માટે આ રીકોલ જાહેર કર્યો છે. આ પૂર્વે કંપનીએ વર્ષ ૨૦૦૯ તેમજ ૨૦૧૧માં પણ તેમના વાહનોને 'કોલબેક' કર્યા હતા. પણ તેની અસર એક કરોડ વાહનોને પડી હતી. ટોયોટા કંપની હાલ ગ્રાહકોમાં પોતાનો વિશ્વાસ સુદ્રઠ બનાવવા પ્રયાસ કરી રહી છે. કેમ કે ચીન અને જાપાન વચ્ચે ટાપુઓ સંબંધે સર્જાયેલા વિવાદને કારણે ચીનમાં તેનું વેચાણ ઘટી રહ્યું છે.
આ રીકોલમાં ૨૪.૭૦ લાખ વાહનો, ચીનમાં ૧૪ લાખ વાહનો અને યુરોપમાં ૧૩.૮૦ લાખ વાહનોને પરત મંગાવાશે.
ટોયોટાના અમેરિકા ખાતે મુખ્ય હરીફ ફોર્ડ અને જનરલ મોટર કંપની ગણાય છે. જ્યારે ચીનમાં વોકસવેગન એ.જી., હ્યુન્ડાઈ મોટર અને નિસાન મોટર હરીફ ગણાય છે. જ્યારે યુરોપમાં હ્યુન્ડાઈ અને નિસાન તેના હરીફ ગણાય છે.
કંપનીની મહિલા પ્રવક્તાઓ મોનિકા સેઈટો અને શીનો યામદાએ માહિતી આપી હતી કે આ રીકોલમાં તેમના વાહનોની પાવર સ્વીચ રીપેર કરવામાં માત્ર ૪૦ મિનિટનો સમય લાગે છે. આ સ્વીચની અત્યાર પર્યન્ત કોઈ સમસ્યા સર્જાઈ નથી. પણ શક્ય છે કે તે સ્વિચમાંથી તેના ઉપયોગ સમયે ધુમાડા નીકળે જે ગ્રાહકને ગભરાવી શકે. તેના સમારકામમાં માત્ર ગરમી સામે ટકી રહે તેવા લુબ્રીકન્ટને લગાડવા સિવાય તેમા કોઈ રીપેરીંગ નથી. જોકે આ રીકોલથી કંપનીને કેટલો ખર્ચ આવશે તે અંગે કોઈ માહિતી મળી નથી. આ રીકોલમાં ટોયોટાના યારીસ, વિઓઝ, કોરોલા, મેટ્રીક્સ, ઔરીસ, કેમ્રી, રાવા, હાઈલેન્ડર, ટુન્ડ્રા, સેક્યુઓપા મોડેલોનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved