Last Update : 11-October-2012, Thursday

 

કેજરીવાલે કરેલા આક્ષેપો પાછળ ઈ.બુલ્સ જૂથના શેરો ગબડયા

DLFની સાથે અન્ય કંપનીઓના નામ ચગતાં રીયાલ્ટી શેરોમાં ભારે વેચવાલી

અમદાવાદ, બુધવાર
ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનના ચળવળકર્તામાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલે ડીએલએફ બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રની ઈન્ડિયા બુલ્સ અને બીપીટીપી કંપની સામે પણ કરેલા આક્ષેપો પાછળ આજે ઈન્ડિયા બુલ્સ જૂથની તમામ કંપનીઓમાં ગાબડા પડવાની સાથોસાથ અન્ય રીયાલ્ટી શેરોમાં પણ ભારે ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા ઝડપી પીછે હઠ થવા પામી હતી.
રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની ડીએલએફ સાથે કોંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા વચ્ચે થયેલા વિવાદસ્પદ સોદા અંગે બધુ આક્ષેપો કરવાની સાથોસાથ કેજરીવાલે આ ક્ષેત્રની ઈન્ડિયા બુલ્સ અને બીપીટીપી કંપનીમાં પણ કોઈપણ જાતના કાયદેસરના પુરાવા વિના રાજકારણીઓ દ્વારા રોકાણ કરાયું હોવાના આક્ષેપ કરાયા હતા.
આ આક્ષેપોની આજે ઈન્ડિયા બુલ્સ કંપનીના શેરો પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ આક્ષેપોના પગલે ભારે ગભરાટભરી વેચવાલીનું દબાણ આવતા આ જૂથની કંપનીઓમાં ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટમાં ૯.૩૩ ટકા, ઈન્ડિયા બુલ્સ સિક્યુરીટીમાં ૭.૭૩ ટકા, ઈન્ડિયા બુલ્સ પાવરમાં ૬.૨૩ ટકા, ઈન્ડિયા ફાઈનાન્શીયલમાં ૫.૨૯ ટકા, ઈન્ડિયા બુલ્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૪.૮૫ ટકા અને ઈન્ડિયા બુલ્સ હોલસેલ સર્વિસીસમાં ૧.૪૨ ટકાનું ઈન્ટ્રાડે ગાબડું નોંધાયું હતું. જોકે, આક્ષેપોમાં સામેલ બીજી કંપની બીપીટીપી અનિલ સ્ટેડ કંપની છે.
આ આક્ષેપો પાછળ આજે રિયાલ્ટી શેરોમાં પણ વેચવાલીનું દબાણ આવતા ઝડપી પીછે હઠ થવા પામી હતી. જેમાં ડીએલએફ રૃા. ૧૧.૨૦ તુટીને રૃા. ૨૧૩ અને ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૫.૨૫ તુટીને રૃા. ૬૦-૭૦ની સપાટીએ તરલ રહ્યા હતા. આ સિવાયની અન્ય કંપનીઓના શેરોમાં પણ ગભરાટભરી વેચવાલી જેવા મળી હતી. એકધારી વેચવાલીના દબાણ પાછળ આજે બીએસઈ રિયાલટી ઈન્ડેક્સમાં કામકાજના અંતે ૪.૬૧ ટકા એટલે કે ૮૭.૧૯ પોઈન્ટનું ગાબડું નોંધાતા તે ૧૮૦૩.૧૭ની સપાટીએ નીચે રહ્યો હતો.
દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે (એસએન્ડપી) ફરી એકવાર રેટીંગ ડાઉનગ્રેડની ચીમકી ઉચ્ચારતા તેમજ વૈશ્વિક પ્રતિકુળતાઓ પાછળ બીએસઈ સેન્સેક્સમાં ૧૬૨.૨૬ પોઈન્ટનું ગાબડું નોંધાતા તે ૧૮૬૩૧.૧૦ અને નિફ્ટી ૫૨.૪૫ પોઈન્ટ તુટતા ૫૬૫૨.૧૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved