Last Update : 11-October-2012, Thursday

 

મહિનામાં ૧૫મો અપરાધ
હરિયાણામાં વધુ એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર

બળાત્કાર અટકાવવા કન્યાને નાની ઉંમરે પરણાવો ઃ ચૌટાલાનું ખાપને સમર્થન

(પીટીઆઈ) ચંડીગઢ, તા. ૧૦
હરિયાણામાં બળાત્કારની વધી રહેલી ઘટનાઓના સંદર્ભમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાએ ખાપ પંચાયતોના ૧૬ વર્ષની ઉંમરે છોકરા-છોકરીઓના લગ્ન કરાવી દેવાની વાતને ટેકો આપ્યો હતો. જ્યારે રાજ્યમાં દલિત ગર્ભવતી મહિલા પર બળાત્કારની અન્ય એક ઘટના બની હતી. આમ એક જ મહિનામાં બળાત્કારનો આ ૧૫મો બનાવ નોંધાયો હતો.
હરિયાણામાં તાજેતરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ અંગેનું આવેદનપત્ર રાજ્યપાલ જગન્નાથ પહાડિયાને સુપરત કર્યા બાદ ચૌટાલાએ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી છે.
ઈન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ચૌટાલાએ કહ્યું હતું, ''સોનિયા ગાંધી જિંદ જિલ્લામાં બળાત્કારના ભોગ બનેલી બાળાને મળવા આવ્યા એ જ દિવસે બળાત્કારના ચાર કિસ્સા નોંધાયા હતાં.'' ખાપ પંચાયતના વિવાદિત સૂચનને ટેકો આપતા ચૌટાલાએ કહ્યું હતું કે એમ કરવાથી મહિલાઓ વિરુધ્ધના આવા અપરાધો કાબુમાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાપ પંચાયતોએ સૂચન કર્યું હતું કે બળાત્કારની ઘટનાઓ અટકાવવા લગ્નવયમાં ઘટાડો કરવો જોઈએ.
દરમિયાન રાજ્યમાં બનેલા બળાત્કારના ૧૫મા બનાવમાં કટિહાલ જિલ્લાના કસ્બા કાલ્યાત વિસ્તારમાં એક દલિત ગર્ભવતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કટિહાલના એસપી કુલદીપસિંહ યાદવે જણાવ્યું હતું કે ગઈકાલે બનેલા બનાવ બાદ ભોગ બનનારના નિવેદનના આધારે આઈપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) અન્વયે રાકેશ અને પવન નામના બે યુવાનો વિરુધ્ધ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ભોગ બનનાર મહિલાની તબીબી તપાસ પણ કરવામાં આવી છે. ભોગ બનનારે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપીને ધરપકડ કરાયેલા બંને યુવકો વિરુધ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસના પ્રવક્તા રેણૂકા ચૌધરીએ જણાવ્યું હતું કે હરિયાણા સરકારને દોષિત જાહેર કર્યા વિના બધાએ સાથે મળીને બળાત્કારની વધી રહેલી ઘટનાઓ સામે લડત આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હૂડા પરિસ્થિતિને પહોંચી વળશે અને એમને સલાહો આપવાની કોઈ જરૃર નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved