Last Update : 11-October-2012, Thursday

 

જયંતિ નટરાજન અને ચિદમ્બરમ પ્રધાનોની સત્તાના મુદ્દે સામસામે
નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ કેબિનેટની ઉપરવટ જઇ મંજૂરી આપી શકે ઃ ચિદમ્બરમનો પ્રસ્તાવ

જયંતિ નટરાજને વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલીક દરમિયાનગીરી કરવા વિનંતિ કરી

નવી દિલ્હી, તા. ૧૦
કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની નેશનલ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ (એનઆઈબી)ની મહત્વાકાંક્ષી યોજનાના મુદ્દે સરકારની અંદર જ બબાલ મચી ગઈ છે. પર્યાવરણ મંત્રી જયંતિ નટરાજને એનઆઈબીની રચનાનો વિરોધ કરીને આ મુદ્દે વડાપ્રધાનની તાત્કાલીક દરમિયાનગીરી માગી છે. સુધારાલક્ષી આગામી પગલાના ભાગરૃપે માળખાકીય પ્રોજેક્ટોની મંજૂરીમાં ઝડપ લાવવા માટે ત્રણ મીનીસ્ટરોની પેનલ વાળા નેશનલ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની રચના કરવા નાણામંત્રી ઈચ્છે છે.
મોટા પ્રોજેક્ટોની મંજૂરી માટે જુદા જુદા મંત્રાલયોમાં લાગતો વિલંબ ટાળવા આ બોર્ડની રચના કરવાનો આશય છે. આની રૃપરેખા કેબિનેટ સમક્ષ પણ મુકી દેવામાં આવી છે. આમાં એનઆઈબીને કોઈ પણ મંત્રાલયના વાંધા ફગાવીને મંજૂરી આપવાની સત્તા આપવાની દરખાસ્ત છે. આ વાતે જયંતિ નટરાજને સખત વાંધો લીધો છે. તેણે નવમી ઓક્ટોબરે વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે એનઆઈબીની રચના તેમને સ્વીકાર્ય નથી. એનઆઈબી પાસે કોઈપણ મંત્રાલયની નિષ્ફળતા પરખવાનો કોઈ સંવૈધાનિક અધિકાર નથી.
જયંતિ નટરાજને લખેલા પત્રમાં જણાવાયું છે કે, પર્યાવરણ મંત્રાલયના વાંધા ફગાવીને પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે તો સંસદમાં તેનો જવાબ કોણ આપશે? તેમણે કહ્યું કે એનઆઈબી ઉદ્યોગોને એવો અધિકાર આપે છે કે તે મંત્રાલયોના નિર્ણયની વિરૃદ્ધ એનઆઈબીમાં અપીલ કરી શકે. પરંતુ કોઈ સામાન્ય માણસ કે સ્વૈચ્છિક સંસ્થા એનઆઈબીમાં અપીલ ન કરી શકે. આવા બેવડા ધોરણ સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે.
એક વખત એનઆઈબી પ્રોજેક્ટ મંજૂર કરે પછી તેની સામે અન્ય મંત્રાલયોને વાંધો ઉઠાવવાની સત્તા નથી. આ પ્રકારની દરખાસ્ત સામે પણ નટરાજને વાંધો ઉઠાવ્યો છે.
જોકે એનઆઈબી રચવાની દરખાસ્ત સામે માત્ર જયંતિ નટરાજનને જ વાંધો છે એવું નથી. આ નારાજગી આદિ જાતિ બાબતોને લગતા મંત્રી કે.સી. દેવે પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે કોઈપણ મોટા પ્રોજેક્ટમાં આદિજાતિના સમુદાયને નુકસાન થાય એવી કોઈ બાબત ચલાવી લેવાય નહીં. જંગલ અને તેમાં વસતા સમુદાયના હિતોને નજર અંદાજ ન કરી શકાય.
ચિદમ્બરમે ઉદ્યોગોને રૃા. ૧૦૦૦ કરોડથી વધુ રોકાણ ધરાવતા પ્રોજેક્ટની ઝડપી મંજૂરી માટે વ્યવસ્થા તંત્ર ઉભું કરવાની ખાતરી આપેલી છે. આ બોર્ડ વડાપ્રધાન અથવા નાણા મંત્રાલયમાં રહેશે. બોર્ડના અધિકારી કોલસો, વીજળી, પેટ્રોકેમ, પોર્ટના મેગા પ્રોજેક્ટનું મોનિટરિંગ કરે અને નિર્ધારિત સમય મર્યાદામાં મંજૂરી મળે તેવો આશય વ્યક્ત કરાયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved