Last Update : 11-October-2012, Thursday

 

ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં
ખુર્શીદનાં પત્નીની એનજીઓમાં નાણાંની ઠગાઈ બહાર આવી

કાયદામંત્રીના રાજીનામાની માગ સાથે કેજરીવાલ સોનિયાના ઘરનો ઘેરાવ કરશે

(પીટીઆઈ) નવી હિલ્હી, તા.૧૦
અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે કાયદામંત્રી સલમાન ખુર્શીદ અને તેમની પત્ની દ્વારા ચલાવાતી સામાજિક સંસ્થાના એક ટીવી ચેનલ દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં સંસ્થાના ગોટાળા બહાર આવતા, સલમાન ખુર્શીદના રાજીનામા અને તેમની પત્ની લૂઈસની ધરપકડની માંગણી સાથે શુક્રવારે તેઓ અપંગ ચળવળકારો સાથે સોનિયા ગાંધીના નિવાસસ્થાનને ઘેરાવો કરશે.
કેજરીવાલે મંત્રી મંડળમાંથી પણ સલમાન ખુર્શીદને પડતા મૂકવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ૩૫થી ૪૦ અપંગ લોકો તેમને મળવા આવ્યા બાદ તેમણે આ વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, ''કાયદા પ્રધાનની પત્ની દ્વારા સંચાલિત સામાજિક સંસ્થામાં નાણાંનો ગોટાળો થાય એ શરમજનક બાબત છે. આવા કાયદાપ્રધાન હોવા એ કમનસીબ બાબત છે. અમે કાયદા પ્રધાનના રાજીનામા અને તેમની પત્નીની તાત્કાલીક ધરપકડની માંગણી કરીએ છીએ. અમે ખુર્શીદના રાજીનામાની માંગણી સાથે સોનિયા ગાંધીના નિવાસસ્થાને ઘેરાવ કરીશું.''
એક હિન્દી ન્યૂઝ ચેનલે ગઈકાલે દાવો કર્યો હતો કે શારીરિક રીતે અપંગ લોકો માટે ફાળવાયેલ લાખો રૃપિયા ખુર્શીદ દંપત્તિ દ્વારા સંચાલિત એનજીઓએ હડપ કરી લીધા હતા. એનજીઓએ સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ રચીને અપંગ લોકોના હકની રકમ ઉચાપત કરવાની કથિત ફરિયાદ અંગે ઉત્તર પ્રદેશ સરકારે જાન્યુઆરીમાં તપાસના આદેશો પણ આપ્યાં હતા.
સલમાન ખુર્શીદના પત્ની લૂઈસ ખુર્શીદે આ આરોપોને ખોટા, તથ્ય વિહોણા અને આધારવિહોણા ગણાવીને નકારી કાઢ્યાં હતા. એક નિવેદનમાં લૂઈસે જણાવ્યું હતું કે તેમણે ખુદ ૧૭મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી અખિલેશ યાદવને આ અંગે તપાસ કરવાની વિનંતી કરી હતી કે જેથી સત્ય બહાર આવે અને ટ્રસ્ટે ઉત્તર પ્રદેશના કોઈ પણ અધિકારીની સહીઓથી ખોટા દસ્તાવેજો નથી તૈયાર કર્યા એ બાબત પ્રસ્થાપિત થાય.
કેજરીવાલની આગેવાની હેઠળના ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના એક નિવેદનમાં લૂઈસ સામે કેસ દાખલ કરવાની અને તેમની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી હતી. કેજરીવાલે ભય વ્યક્ત કર્યો હતો કે તેઓ શક્તિશાળી હોવાથી પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે. તેમણે ઉત્તરપ્રદેશની અખિલેશ યાદવની આગેવાની હેઠળની સપા સરકાર પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ મામલે કાર્યવાહી નહીં કરાય તો એવી શંકા થશે કે સપા અને યુપીએ મળેલાં છે અને લોકો એવું માનશે કે સપા સામેના કેસોમાં કેન્દ્રની યુપીએ સરકાર મદદ કરે છે અને બદલામાં સપા કેન્દ્ર સરકારને મદદ કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved