Last Update : 11-October-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* પવિત્ર ગણાતી નદીઓને 'શુદ્ધ' રાખવાનું કદાચ આપણે મહત્વનું ગણતા નથી. માનવજાતના પાપ ધોનારી ગંગા અને યમુના જેવી નદીઓ ભલે 'પવિત્ર' હશે પણ હવે 'શુદ્ધ' નથી રહી... સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે કરોડોનું ભંડોળ ખર્ચાયુ હોવા છતાં છેલ્લા દશકમાં યમુના નદીનું પાણી વધુ ને વધુ પ્રદૂષિત થતું રહ્યું છે. સુપ્રીમે યમુનાને સ્વચ્છ રાખવા માટે કેટલા નાણા ખર્ચાયા તેનો અહેવાલ રજૂ કરવા કેન્દ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યો છે.
* ડ્રેસ કોડ માત્ર શાળા-કોલેજોમાં જ શિસ્તનો એક ભાગ નથી રહ્યો. અયોગ્ય પોશાકો વાતાવરણ અને ગરીમા પર વિપરિત અસર પાડતાં હોવાનું નવી દિલ્હીની એક અદાલતના ન્યાયાધીશે પણ સ્વીકાર્યું છે. જીલ્લા અને સેશન્સ જજ સુનિતા ગુણાએ નવી દિલ્હીની તમામ જીલ્લા અદાલતોના કર્મચારીઓને કોર્ટમાં યોગ્ય પોશાકો પહેરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે અદાલતની શિસ્ત અને ગરીમાને જાળવતા આ નિર્દેશનો ભંગ કરવાને ગંભીરતાથી લેવામાં આવશે.
* આસામમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ભીષણ પૂરના કારણે સર્જાયેલી તારાજીના વરવાં પરિણામો હજુ પણ જોવા મળી રહ્યાં છે. એક આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે આ ત્રણ મહિના દરમિયાન પૂરની વિપરિત અસર ૧૮ લાખ બાળકો પર પડી હોવાનો અંદાજ છે. આ બાળકો હજુ પણ કોરાક, પાણી, દવાઓ અને શિક્ષણ સહિતની રોજીંદી જરૃરિયાતની ચીજવસ્તુઓ માટે વલખાં મારે છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા ૪૮ લાખ લોકોમાંથી બાળકોની સંખ્યા ૧૮ લાખ જેટલી છે.
* હરિયાણામાં છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓના પગલે સર્જાયેલી રાજકીય ગરમાગરમીમાં હવે યોગગુરૃ બાબા રામદેવ પણ જોડાયા છે. આ ઘટનાઓના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે વ્યકિતગત ટિપ્પણી કરીને યોગ ગુરૃએ વિવાદ સર્જ્યો છે. જોકે ભ્રષ્ટાચાર, કૌભાંડો અને મોંઘવારીના મુદ્દે આરોપોનો મારો ચાલી રહ્યો હોવાથી ત્વરિત જવાબ આપવા ટેવાઇ ગયેલી કોંગ્રેસે આ મુદ્દે પણ તરત જ બાબા સામે તલવાર ખેંચી છે. કોંગ્રેસે પણ યોગગુરુની જેમ જ નિમ્ન સ્તરે ઉતરીને જણાવ્યું છે કે રામદેવને કયાં પુત્રી છે તો તેઓ આટલા સંવેદનશીલ થઇ રહ્યાં છે ! હવે કોનો જવાબ જડબા તોડ છે તે ચર્ચાનો મુદ્દો નથી પણ બળાત્કાર જેવી ગંભીર સમસ્યાનો 'તોડ' કોણ લાવશે તે વધુ મહત્વનું છે...!
* ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બિહારમાં યોજાનારી રેલીમાં બોલાવવાના મુદ્દે બિહારના નેતાઓમાં મતભેદો જોવા મળી રહ્યાં છે. ગયા સપ્તાહે બિહાર ભાજપ એકમના વડા સીપી ઠાકુરે જાહેરાત કરી હતી કે આગામી એપ્રિલમાં પટના ખાતે યોજાનારી ભાજપની રેલીમાં નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ હશે. જયારે રાજયના નાયબ મુખ્ય પ્રધાન ભાજપના વરિષ્ઠ નેતા સુશિષ મોદીએ આવું કરતા સ્પષ્ટપણે નનૈયો ભણ્યો છે. ઉલ્લેખનીય છે કે આ રેલી ભાજપની આંતરિક એકતા દર્શાવવાના હેતુથી યોજાવાની છે !

આંતરરાષ્ટ્રીય
* ડેમોક્રેટિક પક્ષના કેલિફોર્નિયાની બેન્ક માટેના ભારતીય મૂળના ઉમેદવાર ડૉ. અમિ બેરાને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ કિલન્ટને સમર્થન આપ્યું છે. અમિની રાજકીય કારકિર્દી માટે આ ટેકો ઘણો મહત્વનો માનવામાં આવે છે. તાજેતરમાં જ યોજાયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં કિલન્ટને પ્રમુખપદની ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર તરીકે બરાક ઓબામાને નોમિનેટ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૪૫ વર્ષીય અમિના માતાપતા ૫૦ વર્ષ પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતાં.
* અમેરિકી કોંગ્રેસની ગુપ્તચર સમિતિએ અમેરિકી કંપનીઓને ચીની ટેલિકોમ કંપનીઓ હુઆવેઈ અને ઝેડટીઈ સાથે વેપાર ન કરવાની તેમજ તેમની સેવા ન લેવાની ભલામણ કરી છે. આ બંને કંપનીઓ અમેરિકાના રાષ્ટ્રીય સલામતીના હિતો માટે જોખમી હોવાનું સમિતિનું કહેવું છે. આ ઉપરાંત અમેરિકી સરકારને તેની સંવેદનશીલ પ્રણાલીમાં આ બંને કંપનીઓના સાધનો ન વાપરવા પણ જણાવાયું છે.
* આરોપ-પ્રતિઆરોપનું રાજકારણ વિશ્વભરમાં પહેલેથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેમાં કયારેક પાયાવિહોણા દાવા થતં તો કયારેક પોલ ખુલતી પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના વડાં પ્રધાન જુલિયા ગિલાર્ડે વિરોધ પક્ષના નેતા ટોની એબોટને સ્ત્રીઓ પ્રત્યે ધૃણા ધરાવનારા ગણાવ્યા છે. જો કે તેમના મંતવ્ય અંગે મતભેદો ઉભા થયાં હતાં. ગિલાર્ડે એબોટ પર દંભી હોવાનો આરોપ મુકી જણાવય્ હતું કે આવી વ્યકિતએ તેમને રાજકારણમાં લિંગવાદ અને સ્ત્રીધૃણા અંગે ભાષણ આપવું જોઈએ નહીં.
* ચિલીના બિશપ અને બાળકોનું જાતીય શોષમ કરવાનો આરોપ ધરાવતા માર્કો એન્ટોનિયો ઔર્ડેનેસ ફર્નાન્ડિઝનું રાજીનામું અંતે પોપ બેનેડિકટ ૧૬માંએ સ્વીકારી લીધું છે. ઉત્તર ચિલીના ટારાપાકા વિસ્તારમાં રેકટર તરીકે માર્કોએ બાળકોનું જાતીય શોષમ કર્યાની શંકા અંગે હાલ વેટિકને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પાદરીઓ પર જાતીય શોષણના આરોપો ઘણા ચર્ચામાં રહ્યા છે.
* અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી હવે હાથવેંતમાં છે. ચૂંટણીને લગતી વિવિધ પ્રક્રિયાઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો વર્તમાન પ્રમુખ બરાક ઓબામા અને મિટ રોમ્ની વચ્ચેના દાવા-પ્રતિદાવા વિશ્વભરમાં ધ્યાનાકર્ષણ સર્જી રહ્યાં છે. જેમાં 'બિગ બર્ડ'ના મુદ્દે શરૃ થયેલું વાકયુદ્ધ પણ સામેલ છે. રોમ્ની સત્તા પર આવે તો અમેરિકાના સરકારી ટી.વી.ની સબસિડી પર કાપ મુકવા કટિબદ્ધ બન્યા છે. ત્યારે ઓબામાએ જાહેરકબર મારફતે સામે બાંયો ચડાવી છે. તેમણે કહ્યું હતું કે રોમ્નીએ મહત્વની વોલ સ્ટ્રીટની ચિંતા છોડીને સીએમ સ્ટ્રીટની ચિંતા શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે સીએન સ્ટ્રીટ નામનો ટી.વી. કાર્યક્રમ ઘણો લોકપ્રિય છે અને તેનું પાત્ર 'બિગ બર્ડ' બાળકોમાં હોટ ફેવરિટ છે !

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved