Last Update : 11-October-2012, Thursday

 

કોંગ્રેસ એનસીપીને સન્માનજનક બેઠકો ફાળવી આપે ઃ શરદ પવાર
ગુજરાતમાં એનસીપી કોંગ્રેસ જોડાણ કરી ચૂંટણી લડશે

ગુજરાતમાં વડાપ્રધાનને ચૂંટણી લડવાનો પડકાર ફેકવો એમાં મોદીની શી બહાદુરી છે ?

વડોદરામાં મળેલું રાષ્ટ્રીય અધિવેશન
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૦
ગુજરાતમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની ચુંટણી લડશે તેવી જાહેરાત કરતા પક્ષના પ્રમુખ તેમજ કેન્દ્રના કૃષિમંત્રી શરદ પવારે જણાવ્યુ હતું કે બંને પક્ષોનું જોડાણ ગુજરાતમાં થશે પરંતુ તે સન્માનજનક હોવું જોઇએ. ગત ચુંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) આઠ બેઠકો પર ચુંટણી લડી હતીં અને તેમાં ત્રણ બેઠકો પર એનસીપીના ઉમેદવારો વિજયી બન્યા હતાં. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ પક્ષની સ્થિતિ રાજ્યમાં મજબુત બની છે જેથી આ વખતે વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસે આ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઇએ.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડોદરામાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શરદ પવારે કહ્યુ હતું કે આજના અધિવેશનમાં ૨૧ રાજ્યોના સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ હતી. ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશમાં પણ યોજાનારી ચુંટણી માટે વાટાઘાટો થઇ હતી. ગુજરાતમાં કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવી જોઇએ તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ મોટો પક્ષ છે પરંતુ જ્યારે સીટોની વહેંચણી થાય ત્યારે એનસીપીને સન્માનજનક સ્થાન મળવું જોઇએ તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.
શરદ પવારે જણાવ્યુ હતું કે કોંગ્રેસ સાથે જોડાણ કરવાની નીતિનો સ્વીકાર યોગ્ય છે પરંતુ સન્માનજનક ના હોય તો તે યોગ્ય નથી. અમે જ્યારે કોંગ્રેસના નેતાઓ સાથે બેસીશું ત્યારે અમારા સાથીઓની જે ભાવના છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે જે આક્ષેપો કરવામાં આવે છે તેના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતું કે કોઇપણ રાજકારણી માટે આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપો શોભાસ્પદ નથી. નરેન્દ્ર મોદીએ આવા નિવેદનો ના કરવા જોઇએ. વડાપ્રધાન મનમોહનસિંહને ગુજરાતમાં આવીનેે ચુંટણી લડવાનો જે પડકાર મોદીએ ફેંક્યો છે તેમાં કઇ બહાદુરી બતાવી છે?
કેજરીવાલ દ્વારા જે પ્રકારના આક્ષેપો થઇ રહ્યા છે તેના અનુંસંધાનમાં તેમણે કહ્યુ હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ હવે ફેશન થઇ ગઇ છે. એફડીઆઇના વિરોધમાં તેમનો પક્ષ નથી તેના ઉલ્લેખ સાથે તેમણે ઉમેર્યુ હતું કે એફડીઆઇથી દેશના ખેડુતોનેજ લાભ થશે. અમે ફુડ સીક્યુરીટી બીલ પણ સંસદમાં લાવવા માંગીએ છીએ. આજની સ્થિતિમાં કેન્દ્ર સરકારને કોઇ સંકટ નથી સરકાર પાસે પુરતું સંખ્યાબળ છે. શરદ પવારે લોકસભાની વહેલી ચુંટણી આવશ તેવી શક્યતા અંગે કોઇ પણ ખુલાશો કરવાનું ટાળ્યુ હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ડિબેટમાં મેદાન માર્યા બાદ રોમ્નીને પસંદ કરતા મતદારોની ટકાવારી વધી

પાકિસ્તાની કિશોરીના મણકામાંથી ગોળી બહાર કઢાઇઃ હાલત હજુ ગંભીર
અડવાણીએ સંયુક્ત રાષ્ટ્રોમાં યુપીએની 'મનરેગા'ની પ્રશંસા કરી

રોબર્ટ લેફકોવિટઝ અને બ્રાયન કોબિલ્કાને કેમિસ્ટ્રીનું નોબેલ

મુંબઈમાં અમિતાભના નામે મોબાઈલ ડાયાબિટિઝ ટેસ્ટ યુનિટ
S & P ની ડાઉનગ્રેડ ચેતવણીએ તેજીને બ્રેક સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૧૮૬૩૧
ડોલરમાં નવા ઉછાળાના પગલે સોના-ચાંદીમાં આગળ ધપતી તેજી
રેટિંગ ડાઉનગ્રેડનો ખતરો બરકરાર ઃ શેરો તૂટયા
ભ્રષ્ટાચારને ડામવા માટે કાયદામાં સુધારો કરવો જરૃરી ઃ મનમોહન
શીખ સંસ્થા એસજીપીસીએ જન. વૈદ્યના હત્યારાને શહીદ ગણાવ્યા

૭૦મા જન્મદિને અમિતાભનું ૭૦ ફૂટનું તૈલચિત્ર તૈયાર કરાયું

શિર્ડીના સાઈબાબાને ભેટ ચડાવાયેલા આભૂષણો અને ચીજોનું લીલામ
બે હજાર સાથે છેતરપિંડી કરનારા હજ એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ

ગોલ્ડ ETFમાં રોકાણકારોની સંપત્તિ ૧૧૦૦૦ કરોડની વિક્રમી સપાટીએ

એજ્યુકેશન લોનથી બેન્કોની ધિરાણ ગુણવત્તા પર અસર
 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved