Last Update : 10-October-2012, Wednesday

 

મુંગામોહનસિંહની વેતાલકથા-૫

- મન્નુ શેખચલ્લી

ફરી મુંગામોહન રાજાએ ઝાડ પરથી મડદું ઉતાર્યું અને પોતાને ખભે નાંખી તે ચાલવા લાગ્યો.
મડદામાં બેઠેલો વેતાલ સળવળ્યો અને બોલ્યો 'હે મૂંગા રાજન! મને ખબર છે કે તું મુંગો નથી. તારી જીભડી પર એક જાદૂગરણીનો જાદૂ છે. પણ મારી વારતા સાંભળ્યા પછી જો તું મારા સવાલનો જવાબ જાણતો હોવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે...'
આમ કહી વેતાલે વારતા માંડી...
''દૂર દૂરના એક લોકશાહી દેશમાં લોકશાહીને નામે રાણીશાહી ચાલતી હતી. રાજ રાણીનું ચાલતું હતું, પરંતુ ગાદી પર એક લાકડાનો કઠપૂતળો રાજા બેસાડયો હતો.
રાણીનો એક રાજકુમાર હતો. પણ તે રમતિયાળ અને નાદાન હતો. રાણીની એક રાજકુમારી હતી. તેને ગાદીમાં ખાસ રસ નહોતો. પણ રાણીનો જે જમાઈ હતો તે મહા ખેપાની હતો.
જમાઈ તો રાજમાં અવનવા સુપરફાસ્ટ રથ લઈને રખડયા કરે અને રોલા માર્યા કરે. રાજના વેપારીઓ એક બાજુ કઠપૂતળા રાજાને ગણકાર્યા વિના પ્રજાને લૂંટતા રહે અને બીજી બાજુ રાણીના જમાઈને ભેટ-સોગાદો આપીને ખુશ રાખે.
આમ કરતાં કરતાં આઠ વરસ વીતી ગયાં.
એક દિવસ એક કેજરીવાલા નામના શાણા હિસાબ કારકુને શોધી કાઢ્યું કે વેપારીઓએ જમાઈને આખે આખી વાડીઓ અને વજીફાઓ પાણીના ભાવે આપી દીધા હતા! એટલું જ નહિ, આજે એની કિંમતો ૬૦ ગણી થઈ ગઈ છે!
આખા લોકશાહી દેશમાં આ હિસાબની ખબર પડતાં ચારેકોર હાહાકાર મચી ગયો! ગુસ્સામાં આવી ગયેલા લોકો પહેલાં તો કઠપૂતળા રાજા પાસે ગયા. પણ એ કંઈ બોલે? એ તો લાકડાનો હતો! પછી લોકો રાણી પાસે ગયા. પણ એ શાની બોલે? એને તો પાંચ વરસે એકાદ વાર જ બોલવાની ટેવ હતી!
છેવટે લોકો જમાઈને ઘેરી વળ્યા.
જમાઈ અકળાયો. તેણે છાપરે ચડીને પોતાનો નફ્ફટ 'ફેસ' બતાડતાં 'બુક' માં વાંચેલા શબ્દો એની 'વૉલ' પર લખ્યા ઃ
''...મેંગો પિપલ, બનાના રિ-પબ્લિક...''
લોકો આ વાંચીને ઔર બગડયા! ચારેબાજુથી ટીકાની ઝડીઓ વરસી.
તો હે મૂંગા રાજન! મારો સવાલ એ છે કે જમાઈરાજાએ આવું કેમ લખ્યું? અને લખ્યું તો લખ્યું, પણ હવે તેણે શું કરવું જોઈએ?
મુંગામોહન રાજાએ આંખો પટપટાવી, ખોંખારો ખાધો અને બિલાડી જેવા તીણા અવાજે બોલ્યા ઃ ''આમ હો યા દામ... જમાઈ કો 'ખાને સે' મતલબ રખના ચાહિયે!''
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved