Last Update : 10-October-2012, Wednesday

 

આયુષ્યરેખામાં વધારો

 

આયુષ્યની લંબાઇ મહત્ત્વની છે કે ગુણવત્તા, એ પાયાનો મુદ્દો ઘડીભર બાજુએ રાખીએ તો, નાગરિકો માટે સારા સમાચાર છેઃ ભારતીય નાગરિકોની સરેરાશ આયુષ્યરેખા- લાઇફ એક્સ્પેક્ટન્સી એટ બર્થ-માં સરેરાશ ૪.૬ વર્ષનો વધારો નોંધાયો છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની કચેરીને ટાંકીને રજૂ થયેલા આંકડા પ્રમાણે, ભારતીય સ્ત્રીનું સરેરાશ આયુષ્ય (૬૭.૭ વર્ષ) ભારતીય પુરૃષોના સરેરાશ આયુષ્ય (૬૪.૬ વર્ષ) કરતાં વધારે છે. વર્ષ ૨૦૦૨ની સરખામણીમાં સ્ત્રીના સરેરાશ આયુષ્યમાં ૨.૫ વર્ષનો અને પુરૃષના સરેરાશ આયુષ્યમાં ૧.૮ વર્ષનો વધારો થયો છે.
સ્ત્રી-પુરૃષ જેવો જ તફાવત શહેરી-ગ્રામીણ નાગરિકોના સરેરાશ આયુષ્યમાં તફાવત જોવા મળે છે. ગ્રામ્ય નાગરિકોના સરેરાશ આયુષ્યમાં ૨.૨ વર્ષનો વધારો થયો છે, જ્યારે શહેરી નાગરિકો માટે તે ૧.૨ વર્ષ જેટલો છે. જોકે લાંબા આયુષ્યની બાબતમાં શહેરી નાગરિકો ચડિયાતા પુરવાર થયા છે. શહેરી સ્ત્રી ગ્રામ્ય સ્ત્રી કરતાં સરેરાશ ૪.૯ વર્ષ વધારે આયુષ્ય ધરાવે છે. ગ્રામ્ય પુરૃષો કરતાં શહેરી સ્ત્રીઓ ૭.૯ વર્ષ વધારે જીવે છે.
સ્ત્રી અને પુરૃષ બન્નેનાં લાંબાં આયુષ્યની બાબતમાં કેરળ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર મોખરે છે. કેરળના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીનું સરેરાશ આયુષ્ય ૭૭.૨ વર્ષ છે, જેને આખા દેશમાં સૌથી વધુ ગણી શકાય. કેરળની શહેરી સ્ત્રીઓ ૭૬.૪ વર્ષનું સરેરાશ આયુષ્ય ધરાવે છે. સ્ત્રીઓ પુરૃષો કરતાં વધારે આયુષ્ય ધરાવે છે, તે આ સર્વેક્ષણમાંથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વિવિધ રાજ્યોમાં સ્ત્રીઓ પુરૃષો કરતાં સરેરાશ કેટલાં વર્ષ વધુ જીવે છે? ૫.૪ વર્ષના તફાવત સાથે કેરળની સ્ત્રીઓ સૌથી મોખરે છે. ગુજરાતની સ્ત્રીઓ પુરૃષો કરતાં ૪.૧ વર્ષ વધુ આયુષ્ય ધરાવે છે. કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ પુરૃષો કરતાં અનુક્રમે ૪.૮ વર્ષ, ૪.૭ વર્ષ, ૪.૨ વર્ષ અને ૪ વર્ષ લાંબું આયુષ્ય ભોગવે છે.
ભારતના ગ્રામ્ય-શહેરી અને સ્ત્રી-પુરૃષના આયુષ્યમાં થયેલા વધારાના વિવિધ આંકડા જાણીને રાજી થતી વખતે એ પણ યાદ રાખવું પડે કે સરેરાશ આયુષ્યના મામલે ભારતનું સ્થાન વિશ્વમાં પહેલા ૧ થી ૧૦૦ દેશોમાં પણ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે જાપાન જેવા થોડા દેશોમાં નાગરિકોનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષ કરતાં વધારે છે. અમેરિકા અને યુરોપીઅન યુનિઅનના દેશોના નાગરિકોની સરેરાશ આવરદા પણ ૭૮ વર્ષથી થોડી વધારે છે. દુનિયાના સાઠેક દેશોમાં નાગરિકો ૭૫ વર્ષથી વધુ આયુષ્ય ધરાવે છે. તેમની સરખમણીમાં ભારતીયોનું સરેરાશ આયુષ્ય ૬૬.૧ વર્ષ, ભારતના અગાઉના આંકડા કરતાં સારું, પણ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં હજુ ઘણું પાછળ લાગે છે.
અને આ તો ફક્ત આયુષ્યની લંબાઇની વાત થઇ. તેના આંકડા ભલે નિરપેક્ષ હોય, પણ જીવન લાંબું કે ટૂંકું લાગવાનો સીધો સંબંધ તેની સાથે સંકળાયેલી સુવિધાઓ સાથે પણ હોય છે. સારા દિવસો ઝડપથી પસાર થઇ જાય અને ખરાબ સમય ચાલતો હોય ત્યારે એક એક દિવસ મહિના જેવો લાગે. એ દૃષ્ટિએ જોતાં સરેરાશ આયુષ્યમાં વધારો થવાની સાથે પ્રાથમિક સાધનસુવિધાઓમાં કેટલો વધારો થાય છે અને વધેલા આયુષ્યને તે કેટલું માણવાલાયક બનાવી શકે છે, એ પણ મહત્ત્વનો સામાજિક મુદ્દો છે. સરેરાશ આયુષ્યમાં વધારાને સરકાર પોતાના સુશાસનની અસર તરીકે ખપાવી શકે છે, સ્વૈચ્છિક સંસ્થાઓ-ખાસ કરીને આરોગ્યના કામ સાથે સંકળાયેલી સંસ્થાઓ- તેને પોતાની કામગીરીની અસર તરીકે ગણાવી શકે છે. છતાં, વૈશ્વિક આંકડા સાથે સરખામણી કરતાં જણાશે કે આ દિશામાં હજુ ઘણું કામ થવાનું બાકી છે. સરેરાશ આયુષ્ય વધે તેમ સિનિયર સિટિઝનની વિશિષ્ટ સમસ્યાઓ ઊભી થાય છે. તેમની સલામતીથી માંડીને સામાજિક કાળજી રખાવા જેવી સમસ્યાઓ વર્તમાન સમયમાં વકરી છે.
થોડા સમય પહેલાં હેલ્પ એજ સંસ્થા દ્વારા થયેલા સર્વેક્ષણમાં જણાયું હતું કે દર ત્રણમાંથી એક વૃદ્ધને પરિવાર તરફથી કનડગતનો સામનો કરવો પડે છે. એવા ૬૦ ટકા કિસ્સામાં પુત્ર જવાબદાર હોવાનું પણ જણાયું હતું. માટે, સરેરાશ આયુષ્યની લંબાઇની સાથોસાથ એ આયુષ્ય લાંબું ન લાગે એ રીતે સુવિધા વધારવાનુ લક્ષ્ય પણ રખાવું જોઇએ.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved