Last Update : 10-October-2012, Wednesday

 

મહાભારતના કાળથી આવું ચાલ્યું આવે છે
રાજકારણમાં ભાણા ભત્રીજા ગમે ત્યારે જોખમી બની શકે

 

- પવાર, કરૃણાનિધિ, ઠાકરે, મુંડે પરિવારે કૌટુંબિક વિખવાદો અનુભવ્યા છે...

 

ગુજરાતી વેપારીઓમાં એક વણ લખેલી માન્યતા છે કે ધંધામાં ભાણા-ભત્રીજાઓને બહુ ઘુસાડવા નહીં કેમ કે ના તો તેની પાસેથી વ્યસ્થિત કામ લઈ શકાય કે ના તો તેના પર કડક બની શકાય. આવું કોઈ મેનેજમેન્ટની બુકમાં નથી લખ્યું પણ અનુભવીઓનું માનવું છે કે કૌટુંબિક શાંતિ રાખવી હોય તો ભાણા-ભત્રીજાઓને વ્યવસાયમાં સામેલ ના કરવા જોઈએ. બિઝનેસ સાથે સંકળાયેલાઓ આ બિઝનેસ ટીપ્સને લાલ બત્તી સમાન ગણે છે.
આમ, પણ ભામા-ભત્રીજાઓ મામા-કાકા સામે પડયા હોય અને તેમને ધૂળ ચાટતા કર્યા હોય એ વાત કંઈ આજકાલની નથી. મહાભારતના કાળથી આવ્યું ચાલ્યું આવે છે. રાજકારણના ક્ષેત્રે પણ આવી સ્થિતિ જણાય છે.
કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા શરદ પવાર તો મોડે મોડે સમજ્યા કે તેમનો ભત્રીજો અજીત પવાર અલગ ચોકો રચવા પ્રયાસ કરે છે. શરદ પવાર જેવો વેપારી માણસ ભાણા-ભત્રીજાને સાથેના રાખવા તે સમજી શક્યા નહોતા પરંતુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તો શરૃઆતથી જ નાના અમયા ભત્રીજા વરૃણ ગાંધીને દૂર કરી દીધો હતો. આજે જો મેનકા ગાંધી સાથે તે સંયુક્ત કુટુંબમાં રહેતા હોત તો રાજકારણમાં વરૃણ ગાંધીને સત્તામાં ભાગ આપવો પડત !!
દરેક રાજકીય પક્ષ આ ભાણા-ભત્રીજઓની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. શિવસેના હોય, એનસીપી હોય, ડીએમકે હોય, શિરોમણી અકાલી દળ હોય કે ભાજપના નેતા હોય, આ બધા જ ભાણા ભત્રીજાવાળા વિવાદમાં ફસાયેલા છે.
કંસમામા અને ભત્રીજ કૃષ્ણની સ્ટોરી જો કે થોડી જુદી છે. તેમાં ક્રુર અને શક્તિશાળી એવા મામા કંસનો સફાયો ભાણો કૃષ્ણ કરે છે. મહાભારતમાં અંકલ શકુનીએ જ યુધિષ્ઠરને સોગઠંબાજી રમવા ઉશ્કેરાયા હતા અને દ્રોપદીના વસ્ત્રાહરણ જેવી કલંકિત ઘટના બની હતી. રાજકારણમાં તો ઘણીવાર એવું બન્યા છે કે ભાણો-ભત્રીજો મામા કે કાકા કરતાં સવાયો સાબિત થયો હોય !! પરંતુ આ સવાયા સાબિત થવામાં કૌટુંબિક ડખા થાય છે. અને ભાઈઓ-ભાઈઓ વચ્ચે કડવાશ ઊભી થાય છે.
જ્યારથી મહારાષ્ટ્રમાં અજીત પવારે ડખો ઊભો કર્યો છે ત્યારથી અન્જ રાજકારણીઓ પોતાના ભાણા-ભત્રીજાઓની રાજકીય સ્થિતિ અને તાકાતને ચકાસવા લાગ્યો છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળે છે. ઠાકરે પરિવાર, મુંડે પરિવાર તેમજ પવાર પરિવારમાં ભાણા-ભત્રીજાના બળવા જેવો એપિસોડ જોવા મળે છે. ઠાકરે પરિવારમાં રાજ ઠાકરેએ અલગ ચોકો બનાવ્યો ત્યારે દરેકને હતું કે હવે ઠાકરે પરિવાર તુટી જશે. પરંતુ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના કેસમાં શિવસેના અને એમએનએસ બંને મજબુતાઈથી આગળ વધ્યા હતા. આ બંને ફરી એક સાથે થાય એવા પ્રયાસો પડદા પાછળ થઈ રહ્યા છે. પરંતુ ભત્રીજા રાજ ઠાકરેએ દેશભરમાં તેમનું નામ ગાજતું કરી દીધું છે. રાજ ઠાકરે એગ્રેસીવ છે પણ અજીત પવાર લો-પ્રોફાઈલ છે. અજીત પવારના રાજીનામાની ડ્રામાબાજીએ રાજકારણીમાં ઉત્તેજના ફેલાવી હતી જ્યારે રાજ ઠાકરેને કૃપણની ભૂમિકામાં મુકી શકાય. રાજ ઠાકરેએ વિરોધીઓને ચિત્ત કરી દીધા હતા અને સંગઠનની તાકાત બતાવી હતી.
તમિળનાડુમાં તો ડીએમકે પુત્રો અને ભત્રીજાઓ વચ્ચે યુધ્ધના કારણે ડીએમકે રાજ્યમાં હાર્યું હતું અને કેન્દ્રમાં બદનામ થયું હતું. અહીં કૌટુંબિક વિખવાદોમાં કાકા, ભત્રીજાઓનું રાજકારણ મોખરે છે. ડીએમકેની સ્થિતિતો વિચિત્ર છે. ભાજપના નેતા ગોપીનાથ મુંડેને પણ તેમના ભત્રીજા ધનંજયનો આવો જ અનુભવ થયો હતો. ગોપીનાથ મુંડે એ ૨૦૦૯માં તેમની પુત્રી પંકજાને વિધાનસભાના જંગમાં ઉતારી હતી તેથી ભત્રીજો ધનંજય નારાજ થયો હતો. કેમ કે ધનંજય અને તેના પિતાનો પાયાના કાર્યકરો સાથે જોરદાર નાતો હતો. ધનંજય પોતાની રાજકીય તાકાતનો પરચો બતાવવા માગતો હતો. પાર્લી મ્યુનિસિપલ ચૂંટણી મુંડેના પીઠબળવાળી ઉમેદવારની સામે ધનંજયે અપક્ષને ટેકો આપ્યો હતો. જેમાં મુંડેએ મુકેલો ભાજપનો ઉમેદવાર હાર્યો હતો. રાતોરાજ મુંડેએ ધનંજય સાથે સમાધાન કરી લીધું હતું.
પંજાબમાં મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલના ભાઈનો પુત્ર તેમની સામે પડયો હતો. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં આ કૌટુંબિક વિખવાદ સપાટી પર આવ્યો હતો. પ્રકાશસિંહ બાદલના ઉમેદવારો સામે તેમણે પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરિણામોમાં જોકે પ્રકાશસિંહ બાદલની ભવ્ય જીત થઈ હતી.
ઓરિસામાં બીજુ પટનાયક સાથે ભાજપના તમામ નેતાઓને ઘર જેવો સંબંધો હતા. એનડીએના સાથી પક્ષ તરીકે નવીન પટનાયક હતા. બીજુ પટનાયકના પુત્ર હોવાના કારણે ભાજપના નેતાઓ નવીન પટનાયકને 'બેટા' કહીને બોલાવતા હતા જ્યારે નવીન પટનાયક બધાને 'અંકલ' કહેતા હતા. પરંતુ એક રાતે આ બેટાએ બધા અંકલોને સાઈડમાં હડસેલીને અલગ ચોકો રચ્યો હતો.
રાજકારણમાં ભાવિ વ્યૂરચના સાથે આગળ વધાતું હોય છે. અહીં નંબર-ટુનો પણ સતત ડર રહે છે અને મોવડી મંડળ ઉપરવટ જઈને નિર્ણયો લે તેનો પર ડર રહેતો હોય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 

 

 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved