Last Update : 10-October-2012, Wednesday

 

ખાનગી કંપનીના રોકેટ ફાલ્કને અવકાશ ભણી ઊડાન મૂકીને નવા ઈતિહાસનો આરંભ કર્યો છે
અવકાશ ક્ષેત્રે નવો દૌર ઈતિહાસ સર્જશે કે ખાનાખરાબી?

ખાનગી કંપનીઓ માટે અવકાશનું ક્ષેત્ર ખુલ્લું મૂકાયા પછી ધરતી અને પેટાળની ખાનાખરાબી બાદ હવે અવકાશ પણ જોખમમાં મૂકાયું છેઃ જેમ્સ કેમેરૃન જેવા ફિલ્મ દિગ્દર્શક, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ પણ અવકાશના ક્ષેત્રે ઊડવા આતુર છે

૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર એક નવો ઈતિહાસ રચ્યો એ પછી ૪૩ વર્ષમાં જમીન પરની દુનિયાની જેટલી બદલાઈ છે તેનાંથી અનેક ગણી ઝડપે અવકાશની દુનિયા બદલાઈ રહી છે. સોમવારે નાસાના ફ્લોરિડા સ્થિત અવકાશ મથક કેપ કેનવરેલ ખાતેથી ખાનગી કંપની સ્પેસ એક્સના રોકેટ ફાલ્કન-૯નું પ્રયાણ થયું એ ઘટના અવકાશ સાથે સંકળાયેલા ઈતિહાસનું એક નવું સીમાચિહ્ન બની રહે તેમ છે.
અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ભારત સહિતના દેશો સરકારી નિયમન અને અંકૂશ હેઠળનો અવકાશ કાર્યક્રમ ધરાવતા હતા. એ પૈકી હવે અમેરિકાએ સરકારી મોનોપોલી જતી કરીને અવકાશયાત્રાનું ક્ષેત્ર ખાનગી સંસ્થાઓ માટે ખુલ્લુ મૂક્યું એ પછી ખાનગી કંપનીઓની ઊડાનને પાંખો મળી છે. આર્થિક મંદીના કારણોસર નાસાના બજેટ પર ૬૨ ટકા કાપ મૂકાયા પછી અમેરિકાએ ખર્ચ ઘટાડીને આવક વધારવાની નવી નીતિ અપનાવતાં ખાનગી કંપનીઓને વ્યવસાયનું નવું ક્ષેત્ર મળ્યું છે. અમેરિકાની આ પહેલથી અવકાશ સંશોધનોને નવી દિશા અને ગતિ પ્રાપ્ત થશે એ નિઃશંક છે. સાથોસાથ વ્યાવસાયિક હરીફાઈ સાથે સંબંધિત દુષણોનો પ્રવેશ પણ અવગણી શકાય તેમ નથી.
બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સાથે અમેરિકા અને રશિયા વચ્ચે મહાસત્તા બનવાની હોડ જામી અને તેનું ફલક પરંપરાગત રીતે ખેલાતા ભૂમિયુદ્ધને બદલે અવકાશ સુધી પહોંચ્યું એ પછી છ દાયકામાં દુનિયાએ ઘણા પ્રવાહો જોઈ લીધા છે. શીતયુદ્ધના એ આક્રમક દૌરમાં રશિયા પહેલું અવકાશયાન ચઢાવે તો અમેરિકાના પેટમાં તેલ રેડાઈ જાય એવી હાલત હતી. રશિયાએ લાઈકા નામની કૂતરીને અવકાશમાં મોકલી ત્યારે તો જાણે નાક કપાઈ ગયું હોય તેમ અમેરિકામાં રાષ્ટ્રીય શોકનો માહોલ હતો. છેવટે નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્રયાત્રા શક્ય બની ત્યારે અમેરિકનોને માથું ઊંચકવાના હોશ આવ્યા હતા.
બે રાષ્ટ્રો વચ્ચેની આ કટ્ટર સ્પર્ધા પછી તો રશિયાના વિઘટનના પગલે સમેટાઈ ગઈ. એ પછી અઢી દાયકા સુધી અવકાશ સંશોધનો અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંચાલનમાં એકહથ્થુ સત્તા ભોગવ્યા બાદ અમેરિકા પણ આર્થિક મંદીના અભૂતપૂર્વ માહોલમાં પાણીની પેઠે ડોલરના કોથળા છૂટ્ટા મૂકી શકે તેમ નથી. ગત વર્ષે અમેરિકાએ નાસાના બજેટમાં ગંજાવર કાપ મૂકીને અવકાશયાત્રાઓ આગામી પાંચ વર્ષ માટે બંધ કરવાનું જાહેર કર્યું ત્યારે સમગ્ર વિશ્વની નજર અમેરિકાની ભાવિ નીતિ તરફ મંડાયેલી હતી.
અબજો ડોલરના ખર્ચે નાસાએ ઊભા કરેલા લોન્ચિંગ સ્ટેશન્સ, રિસર્ચ સેન્ટર અને અવકાશમાં પાથરેલા પથારાને એમ ને એમ પડતો મૂકવો કે સંકેલી લેવો એ તો ખાતર માથે દીવો ધરવા જેવું કામ થાય. તેની સામે અમેરિકાએ સ્પેસ એક્ટમાં સુધારો કરીને નાસા સિવાયની ખાનગી સંસ્થાઓને નાસા દ્વારા સ્થપાયેલા ઉપકરણો, મથકોનો ઉપયોગ કરવાની શરતે અવકાશયાત્રા માટે છૂટ જાહેર કરી એ પછી અનેક ખાનગી સાહસિકો આ નવા અને તદ્દન વણખેડાયેલા ક્ષેત્રમાં ઉતરવા તૈયાર થઈ ગયા હતા.
અવકાશયાત્રા આડેના અંકૂશ હટવાથી ખાનગી ક્ષેત્રમાં વ્યાપેલો ઉત્સાહ અકારણ નથી. પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિ ઉસેટી લીધા પછી હવે ધરતીનું તળિયું ખાલીખમ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં સોના-ચાંદી જેવી મુખ્યત્વે આભૂષણો માટે વપરાતી મૂલ્યવાન ધાતુઓ ઉપરાંત ઝિન્ક, એલ્યુમિનિયમ જેવી ઔદ્યોગિક વપરાશની પાયાની ગણાતી ધાતુઓ પણ તળિયાઝાટક થવાના આરે છે. એ સંજોગોમાં અવકાશમાં લઘુગ્રહો હજુ ય વણખેડાયેલા છે.
પૃથ્વી પર અત્યાર સુધીમાં પ્રાપ્ય બનેલી પરિચિત ધાતુઓ ઉપરાંત પણ અનેક નવી ધાતુઓ અઢળક માત્રામાં પ્રાપ્ય હોવાનું કહેવાય છે.
આ પ્રોજેક્ટમાં કેવા કેવા લોકો પડેલા છે તેની એક સૂચિ જોઈ લો. ગૂગલ જેવી ધરખમ કંપનીના સ્થાપક લેરી પેજ અને એરિક શ્મિટ, અમેરિકાના બિલિયોનેર ઉદ્યોગપતિ હેન ડાયર, ફિલ્મ સર્જક જેમ્સ કેમેરૃને તો પ્લેનેટ રિસોર્સ નામની સહિયારી કંપની સ્થાપી દીધી છે. આ કંપની એસ્ટેરોઈડ્સ તરીકે ઓળખાતા લઘુગ્રહો પર પહોંચીને ત્યાંથી ખનીજ તત્વોનું ઉત્ખનન કરી ધરતી પર વેચવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. માઈક્રોસોફ્ટના સહ સ્થાપક પોલ એલને પણ અવકાશયાત્રામાં પગરણ માંડવાની જાહેરાત કરી દીધી છે અને હાલ માલવાહક ટ્રક પ્રકારના સ્પેસ કરિયર અને રોકેટ બનાવવાના માઈક્રોસોફ્ટના પ્રોજેક્ટસ હાલ ચાલુ છે.
એ ઉપરાંત વર્જિન ગૂ્રપની કંપની વર્જિન ગેલેક્ટિક પણ ૨૦૧૩ના અંત સુધીમાં અવકાશયાત્રાના વ્યવસાયમાં પ્રવેશવાની ધારણા રાખે છે. ખાનગી કંપનીઓનો ઉત્સાહ જોતાં નાસા આવતાં વર્ષે પોતાના સંસાધનો, ઉપકરણો અને સેવાઓ ભાડે આપીને ૪ અબજ ડોલરનો ધંધો કરવાની આશા રાખે છે. અત્યાર સુધી અમેરિકાના એક ખાસ્સા મોટા વર્ગમાં નાસાની ગણતરી ધોળા હાથી તરીકે થતી હતી તેની સામે નાસા હવે મંદીના આ માહોલમાં કમાઉ દીકરો સાબિત થાય તેમ છે.
હાલ કેમેરૃન અને લેરી પેજની કંપની ઉપરાંત વર્જિન ગુ્રપ અને અન્ય બીજી છ જેટલી કંપનીઓ અવકાશમાં વિચરતા લઘુગ્રહો પરથી ખનીજ તત્વો લાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે ત્યારે પાયાનો સવાલ એ થવો જોઈએ કે એમ કોઈ કંપની 'ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ'ના ધોરણે અવકાશમાં પહોંચી જાય અને જીસ કી લાઠી ઉસકી ભેંસના ન્યાયે જેનું સ્પેસ ક્રાફ્ટ એનો લઘુગ્રહ એવો કાયદો બનાવી નાંખે તો શું એટલા માત્રથી લઘુગ્રહની માલિકી તેમની થઈ જાય? આ સવાલનો જવાબ ગ્લોબલ સ્પેસ ટ્રીટી આપે છે. ૧૯૬૭માં અસ્તિત્વમાં આવેલ ગ્લોબલ સ્પેસ ટ્રિટિ મુજબ વણખેડાયેલા અને ભવિષ્યમાં મળી આવનારા તમામ અવકાશી સંસાધનોની માલિકી વૈશ્વિક ગણાય છે.
આ જોગવાઈની પેટા કલમોમાં પણ ખાનગી કંપનીઓના પ્રયાસોને વૈશ્વિક હીતમાં જ વાપરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી છે. આમ છતાં હાલ તો, આગે આગે ગોરખ જાગે જેવો ઘાટ ચાલી રહ્યો છે.
સૌૈને એકવાર અવકાશમાં પહોંચી જવું છે પછી તો કબજો બળવાનનો ધરતી પર ચાલતો કાયદો ત્યાં પણ ચાલી જશે એવી સૌની, વ્યવસાયિક અનુભવોના ધોરણે કેળવાયેલી પાકી સમજ છે.

Share |
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved