Last Update : 10-October-2012, Wednesday

 
મોતને હરાવનાર માનવીઓ લેખાંક ઃ ૨
મહારોગ ઉપર મહાવિજય
કેન્સર સામે કઈ રીતે લડવું?
- કેન્સર હવે અસાધ્ય રોગ નથી રહ્યો છતાં કેન્સરના દર્દીઓ વધી કેમ રહ્યા છે?
- મુંબઈના ભાજપના નેતા રામ નાઈક, કેન્દ્રના અન્નપ્રધાન શરદ પવાર, મર્ડર અને બરફી જેવી ફિલ્મો બનાવનાર અનુરાગ બસુ વગેરે કેન્સર સામેના લડવૈયા છે

કેન્સરનું નામ સાંભળતા જ રોગી અધમૂઓ થઈ જાય છે. કેટલાક તો પછી જીવવાની આશા જ છોડી દે છે. એવી વખતે દર્દીને જાગૃત કરીને હિંમત આપવાની ખાસ જરૃર હોય છે.
હકીકતમાં, કેન્સર હવે અસાધ્ય રોગ નથી રહ્યો. એની સામે લડીને એને હરાવી શકાય છે. દા.ત. અમદાવાદના કેન્સરના જે કેટલાક નિષ્ણાત ડોક્ટર છે એમાંના એક ભાવેશ પારેખ છે એણે કેન્સરના ૩૫૦ દર્દીઓને કેન્સર મુક્ત કર્યા છે. કેન્સર સામે લડવા માટે દર્દીઓ અન એના ઘરનાએ માનસિક રીતે તૈયારી દાખવવી જોઈએ. બાકી ડોક્ટરો અને સંશોધકો, વૈજ્ઞાાનિકો, કેન્સરને મહાત કરનારી દવાનું સંશોધન સતત કર્યા કરે જ છે જેના કારણે આજે દુનિયામાં લાખો દર્દીઓ કેન્સર જેવા જીવલેણ રોગમાંથી છૂટકારો મેળવી શક્યા છે. તો પણ કેન્સરના દર્દીઓ વધતા જ રહ્યા છે. જેનું કારણ આપણી રહેણીકરણી, ખાવાપીવામાં અશુદ્ધિ, અનાજ શાકભાજી વગેરેમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, પર્યાવરણ, ગંદકી વગેરે છે. બાકી કેન્સર સંસર્ગજન્ય રોગ નથી.
કેન્સરની દવાઓ મોંઘી હોય છે જેનું કારણ દવા બનાવનાર કંપનીઓની નફાખોરી અને સરકારોના આંખ મીચામણા છે. એ પેટન્ટ દવાઓ હોય છે. દર્દીઓને એની પણ જરૃર હોય છે. જોકે આપણી કેન્દ્ર સરકાર સસ્તા ભાવની દવાઓ પહોંચાડે છે પણ એમાં ભ્રષ્ટાચાર ચાલે છે એટલે દર્દીઓ સુધી એ પહોંચતી નથી.
છતાં કેન્સર ઉપર વિજય મેળવનારા દર્દીઓ વધી રહ્યા છે. ૨૦ વર્ષ પહેલાં કેન્સર થયો હોય અને હજી જીવતા હોય એવા દર્દી ઘણા છે. લ્યુકેમીયાનો ભોગ બનેલા દર્દી પણ લાંબુ આયુષ્ય ભોગવે છે. (લ્યુકેમીયા થવાનું કારણ સાધારણ તાવમાં ડોક્ટરે આપેલી ભારે અમુક બ્રાન્ડની એન્ટીબાયોટીક દવાઓ છે. એ એન્ટીબાયોટીક દવા લેવાની સાથે જ દર્દી ચાર-પાંચ દિવસમાં જ લ્યુકેમિયાનો ભોગ બને છે. એવી એન્ટીબાયોટીક દવાઓ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને એ બનાવનાર તથા વેચનારને તાત્કાલિક એક વર્ષ માટે જેલમાં પૂરી દેવાની સજા કરવી જોઈએ. એક વર્ષ પછી જ એની ઉપર કેસ ચાલે એવો કાયદો કરવો જોઈએ. બાંગલાદેશ જેવા આપણા કરતાં પછાત દેશમાં પણ આવો કાયદો છે.)
ખરી વાત એવી છે કે, આપણા દેશમાં જે રીતના કેન્સરના દર્દીઓ થાય છે એ ઉપરથી લાગે છે કે આપણા દેશમાં કેન્સર ઉપર સહેલાઈથી કાબુ મેળવી શકાય છે. પણ આપણા પુરુષો અને સ્ત્રીઓ શરીર પ્રત્યે બેદરકાર રહે છે. તેઓ વર્ષમાં એકાદ વાર પણ ચેક-એપ કરાવતા નથી. જોકે હવે જાગૃતિ આવી છે એટલે અને કેટલીક હોસ્પિટલો, સેવાભાવી સંસ્થાઓ, પેથોલોજી લેબોરેટરીઓ વગેરે સસ્તા દરે ચેક-અપની યોજનાઓ કરે છે એટલે શરીર ચેક-અપની પ્રવૃત્તિ વધી છે છતાં એ અંગે કડકાઈ રાખવાની જરૃર છે.
સ્ત્રીઓએ ૩૦ વર્ષની ઉંમર પછી વર્ષમાં એકવાર ચેક-અપ કરાવવું જોઈએ. તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય તો પણ! એમાં કેન્સરની ખબર પડે કે તરત જ ઈલાજ કરાવી શકાય છે. ૩૦ની ઉંમર પછી સ્ત્રીઓને જો સતત બ્લીડીંગ (લોહીનો સ્ત્રાવ થવો) થતું હોય તો સમજવું કે એને કેન્સર છે. કેન્સર એવો રોગ છે કે જે ધીરે ધીરે ફેલાય છે. સ્ત્રીઓમાં કેન્સર ફેલાવામાં પાંચથી પદંર વર્ષ લાગી જાય છે. એટલે સ્ત્રી જાગૃત રહે તો એનાથી છૂટકારો મેળવી શકાય છે.
આજે કેન્સર મટાડવા માટેની સારામાં સારી દવાઓ છે અને તપાસ માટે ઉચ્ચકક્ષાના સાધનો છે. ભલે મોંઘું છે પણ સચોટ ઈલાજ ઉપલબ્ધ છે.
પુરુષોમાં બીડી, સિગારેટ, તંમાકુ, પાન-મસાલા, ગુટકા વગેરે કેન્સરને ખુલ્લેઆમ આમંત્ર આપનારા છે. મોટા ભાગના પુરુષો ગળાનું, ફેફસાનું, મોઢનું કેન્સર ભોગવે છે. આ ત્રણે એવા ભાગો છે કે જાગૃત રહેવાથી કેન્સરને ભગાડી શકાય છે.
કેન્સરમાં ત્રીજા સ્ટેજે જવાનો મતલબ છે કે દર્દીએ લાંબી લડાઈ માટે કમર કસવાની છે. એટલું જ નહીં પણ લાંબો ખર્ચ કરવા માટે પણ ઝઝુમવું પડશે. કેન્સરને નાબુદ કરવા માટે સરકારો, રાજકીય નેતાઓ, પ્રધાનો, ડોક્ટરો, દવા ઉદ્યોગો અને અખબાર મીડીયાએ ભેગા મળીને એક સાથે હુમલો કરવો જરૃરી છે. પોલિયો સામે જે રીતે જંગ ચલાવવામાં આવે છે (જોકે એમાં તો યુનોની રકમની સહાય મળે છે) એ રીતે કેન્સર સામે પણ ઝુંબેશ ચલાવવાની જરૃર છે.
આગલા લેખમાં આપણે કેટલાક મહાનુભાવોના કેન્સર જીતવાના દાખલા જોયા. હવે એક સામાન્ય નાગરિકનો દાખલો જૂઓ.
આ વાત અમદાવાદના એક પ્રજ્ઞાા શાહની છે. પચાસની ઉંમર વટાવી ચુકેલા પ્રજ્ઞાાબેન એક દસકા પહેલાં કેન્સરનો ભોગ બન્યા હતા. અમદાવાદની એચસીજી મેડી સર્જ હોસ્પિટલમાં દર વર્ષે ફેબુ્રઆરીમાં 'વર્લ્ડ કેન્સર ડે' ઉજવાય છે જ્યારે કેન્સરને મહાત કરનાર લોકો ત્યાં જમા થાય છે. પ્રજ્ઞાા શાહ એમાં ભાગ લે છે. પોતે કેન્સર સામે લડેલી લડાઈ વિષે 'કેન્સર મારો પરમ સખા' નામનું પુસ્તક પણ લખ્યું છે. તેઓ કહે છે કે, 'જેઓ ડરી ગયા... માનો એ મરી ગયા.'
મધ્યપ્રદેશના ક્રિકેટના એક ખેલાડી જયપ્રકાશ યાદવ છે. એમને પણ કેન્સરે ભરડામાં લીધેલા. પંદર વર્ષ પહેલાં જ્યારે એમને પોતાને કેન્સર થયાની ખબર પડી કે એમના હોશકોશ ઉડી ગયેલા. ટીમ ઈન્ડિયાની જર્શી પહેરીને મેદાનમાં રમવા જવાના એમના સ્વપ્ના હતા. કેન્સર હોવાથી ખબર પડતા એમના હોશકોશ ભલે ઊડી ગયેલા પણ એમણે આશા નહીં છોડેલી. મેદાન ઉપર પોતાના બેટીંગ અને બોલીંગથી સામેની ટીમના છક્કા છોડાવનાર જયપ્રકાશે કેન્સરને પછાડવાનું નક્કી કર્યું. કુટુંબની મદદ અને પ્રેરણાથી તથા પોતાની હિંમત અને દૃઢ નિશ્ચયથી એ કેન્સરના સકંજામાં છેવટે છૂટયા. ૨૦૦૨માં તેઓ એક દિવસીય મેચ માટે પસંદ પણ થયા અને રમ્યા પણ ખરા. અત્યારે તેઓ રેલવેની ટીમ તરફથી રમે છે.
જેમનું ટયુમર ચોથા સ્ટેજમાં હતું એવા આર. અનુરાધા નામના પત્રકાર લેખકની વાત એમના પુસ્તક 'ઈન્દ્ર ધનુષની પાછળ પાછળ... એક કેન્સર વિજેતાની ડાયરી'માંથી જુઓ...
'એને હું તક કહીશ... જીવવાની, જીવવાના અનુભવના ત્રીજા મોકાની... કેન્સરના કોઈ પણ દર્દીને ત્રણ મોકા તો મળતા જ નથી. ખાસ કરીને એને કે જેને ટયુમર ચોથા સ્ટેજમાં હોય. એટલે કે કેન્સર હવે ભોગ લેવાની અણી ઉપર હોય. ડોક્ટરે આજે ભાગ્યશાળી કહી જ્યારે મેં કેન્સર થયા પછી પાંચ વર્ષ પસાર કર્યા ત્યારે! બસ, સાત વર્ષ થતા ન થતા હું એ સ્થાન ઉપર ઊભી હતી જ્યાંથી કેન્સરનો મારો પ્રવાસ શરૃ થયેલો. ઈલાજના દુર્ગમ રસ્તા પરથી બેવાર પસાર થયા પછી સાત વર્ષ પછી હવે ત્રીજી વાર!
ફક્ત જીવવાનું કંઈ અર્થ નથી. જીવવાનો અર્થ ત્યારે સમજાય છે કે જ્યારે જીવન ઉપર જોખમ આવતું લાગે.
કેન્સર ઈન્સાનને યોગ્ય રીતે જીવતા શીખવે છે. ઈલાજ લાંબો અને ઘણા સ્ટેજવાળો. કીમોથેરપીમાં વપરાતી દવાઓ ઝેરી રસાયણોની બનેલી છે જેને હિટલર ગેસ ચેમ્બરોમાં યહૂદીઓને મારી નાંખવા માટે વાપરતો હતો. કેન્સરના ઈલાજમાં એનો ઉપયોગ કરવા પાછળનું કારણ કેન્સરના કોષોને બાળીને નષ્ટ કરવાનું છે. પરંતુ એ ઈલાજ દરમ્યાન શરીરના સારા સ્વસ્થ કોષો પણ નાશ પામે છે. એ વખતે શરીરનો સ્વસ્થ ભાગ નબળો ન પડે એનો ખ્યાલ રાખવો પડે છે. એ જવાબદારી દર્દીની હોય છે. દરેક દર્દી માટે એ સ્થિતિ બહુ કઠિન હોય છે.
એકંદર યુદ્ધની સ્થિતિ શરીરમાં થાય છે. હિન્દી ફિલ્મોાં 'મર્ડર' જેવી ફિલ્મ આપનાર ફિલ્મકાર અનુરાગ બસુ પણ આઠ વર્ષ પહેલાં કેન્સરની લપેટમાં આવેલા. ફિલ્મ 'તુમસા નહીં દેખા' બનાવતી વખતે જ એમને હોસ્પિટલમાં જવું પડેલું. એ વખતે જ ડોક્ટરોએ એમને દિવસો ગણવાનું કહી દીધેલું. તો પણ એમણે ફિલ્મ અધૂરી છોડવાના બદલે પથારીમાં પડયા પડયા એમણે કામ ચાલુ રાખેલું. એમણે ફિલ્મ તો પૂરી કરી અને એ સાથે બિમારીને પણ દૂર ભગાવી. ૨૦૦૫માં અનુરાગને અમેરિકાની કેન્સર સોસાયટીએ 'કેન્સર સર્વાઈવર'નો ઈલ્કાબ પણ આપ્યો. એ પછી એમણે 'ગેંગસ્ટર', 'કાઈટ્સ' અને 'બરફી' જેવી ફિલ્મો પણ આપી.
મુંબઈના ભાજપના નેતા, બાજપેયીના પ્રધાનમંડળમાં પેટ્રોલપ્રધાન રહેલા આજે ૭૮ વર્ષના થયેલા રામ નાઈકને ૧૯૯૪માં આ બિમારીનો ખ્યાલ આવ્યો. નાઈકે ધીરજથી દાકતરોના કહ્યા પ્રમાણે કરીને સાત મહિના સુધી કેન્સર સામે લડત આપી અને એને હરાવીને ફરી મેદાનમાં આવી ગયા. બિમારી દરમ્યાન એમણે કદી પોતાના ચહેરા ઉપરથી જાહેર થવા ન દીધું કે એમને કેન્સર થયું છે. સાઠ વર્ષની ઉંમરમાં એમણે કેન્સરને પાર કરીને કહ્યું કે, 'ભગવાને એમને બીજું જીવન આપ્યું છે.'
એવી જ રીતે શરદ પવારને ૧૯૯૯માં ખબર પડી કે, એમને મોનું કેન્સર છે પણ ગભરાવાને બદલે એમણે લડવાનો નિર્ણય કર્યો. દાકતરોએ એમને ઓપરેશન કરીને સારા તો કરી દીધા પણ પાંચ વર્ષ પછી ફરી ઓપરેશન કરાવવું પડયું. ડોક્ટરોએ એમને રાહ જોવાનું કહ્યું પણ એમણે માન્યા વગર ફરી ઓપરેશન કરાવીને કેન્દ્રના અન્નપ્રધાનનો હવાલો સંભાળી લીધો. એ પછી એમણે પાંચ અઠવાડિયા સુધી કીમોથેરેપી લીધી અને કેન્સરથી છૂટકારો મેલવ્યો. તેઓ કહે છે, 'લડીને જ આ રોગને હરાવી શકાય છે.'
- ગુણવંત છો. શાહ

 

સાચવી રાખો, કામ લાગશે!
સ્વાઈનફલુની દવા એલોપથીમાં નથી પણ આયુર્વેદમાં છે
આપણે કામ મટાડવાનું છે પછી એ આયુર્વેદથી મટે કે એલોપથી કે હોમીયોપથી કે નેચરોપથીથી.
આપણને થતા ઘણા રોગો વાયરલ હોય છે એટલે કે સૂક્ષ્મનિશૂક્ય જંતુઓના કારણે થતા રોગો છે જે જંતુ નજરે દેખાતા જ નથી. દા.ત. ફલુ તાવ, કમળો, શરદી વગેરે. એલોપથીમાં એની દવા જ નથી. વાયરલ રોગોની દવા શોધવાનું સંશોધન એલોપથીમાં ચાલી રહ્યું છે.
સ્વાઈનફલુનું પણ એવું જ છે. એલોપથીમાં એની કોઈ દવા નથી.
જ્યારે આયુર્વેદે આવા વાયરલ રોગોનું પણ વિશ્લેષણ કરીને એના ઈલાજ બતાવ્યા છે. આધુનિક વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે વાયરલ જંતુ ત્રણ ફૂટ અથવા એક હાથનું જ અંતર કાપી શકે છે. એ પછી એ જંતુ જમીન ઉપર બેસી જાય છે. નરી આંખે એ નથી દેખાતું. બસ, પછી એ આઠ જ કલાક જીવે છે. એના કરડવાની અસર ત્રણથી સાત દિવસમાં દેખાય છે.
જોકે કોઈપણ વાયરલ જંતુ કરડે તો એની અસર સામે લડવાની શક્તિ આપતું શરીર આપોઆપ દેખાડે છે. પરંતુ સ્વાઈનફલુના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિ નહીં હોવાથી એના ભોગ વધુ લોકો બને છે.
છતાં એના ફેલાવાની રીતભાતને ધ્યાનમાં રાખવામાં આવે તો ૧૦૦ વ્યક્તિમાંથી પાંચ સાત જણા જ એના ભોગ બને છે. સ્વાઈનફલુના રોગીઓના સંપર્કથી બાળકો, વૃદ્ધો, ગર્ભવતી બહેનો વગેરેને દૂર રાખવા.
બાકી દવામાં...
(૧) તુલસીના પાનનો એક ચમચી રસ કાઢીને એમાં એક ચમચી મધ નાખીને દિવસમાં ત્રણ વખત લેવું.
(૨) બે કાળા મરી, તુલસીના ત્રણ પાન, મીઠા લીંબડાના ત્રણ પાન, પીપળાનું એક પાન ભેગા કરી પીસીને એની ચટણી બનાવો એને ગરમ ચા કે દૂધ કે છેવટે પાણીમાં ભેળવીને સવાર સાંજ લો.
(૩) મહાસુદર્શન ચૂર્ણ પા ચમચી દિવસમાં ત્રણવાર લો.
(૪) હળદરનો પાવડર પા ચમચી લઈને પા ચમચી દૂધમાં નાંખીને સવાર સાંજ પીઓ.
(૫) તુલસીના અને લીંબડીના બબ્બે પાંદડા સવાર-સાંજ ખાલી પેટે ચાવી જવાથી કોઈ પણ વાયરસના આક્રમણથી બચી શકાય છે.
આ ઉપરાંત જે તૈયાર દવાઓ આવે છે એમાં (૧) સુદર્શન ઘનવટી (૨) કરંજાદીવટી (૩) મલ્લસિન્દુર (૪) વસંત માલતી (૫) ત્રિભુવનકીર્તિ રસ (૬) સમ્મીર પન્નગ રસ (૭) અમૃતારિષ્ટ (૮) સુદર્શન ચર્ક.
આ સિવાય ધ્યાનમાં રાખો...
(૧) શુદ્ધ પાણી પીવું. (૨) જમ્યા પહેલાં સાબુથી હાથ સારી રીતે ધોઈ નાંખવા. (સાબુ જંતુનાશક લેવો) (૩) રોગ ફેલાયેલો હોય એ વખતે મોં અને નાક ઉપર કપડું બાંધી રાખવું. (૪) નાકમાં બન્ને વખત સરસવનું તેલ નાંખવું (એક-બે ટીપા જ) અથવા ષડવિંદુ તેલની બબ્બે બુંદ હંમેશા નાકમાં નાંખો. (૫) ખાંસી, વહેતું નાક, છીંક અને તાવથી છ ફૂટ દૂર રહેવું. (૬) સારી ઊંઘ લો. (૭) સક્રિય રહો. (૮) આળસ ન રાખો (૯) શાકાહારી ભોજન લો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved