Last Update : 10-October-2012, Wednesday

 

સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ

- સફરજન જેવું ગોળમટોળ પેટ સ્વસ્થ હોવાની નિશાની નથી. પેટની આસપાસ જમા થયેલી ચરબીથી હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે.

 

એક તરફ શહેરની કોલેજ ગર્લ્સ અને હાઉસવાઈફમોડેલો, ફિલ્મી અને ટી.વી. અભિનેત્રીઓ જેવી સ્લીમ ટ્રીમ બનવાની હોડ માંડીને બેઠી છે ત્યારે જે ગર્લ્સ થોડીક ફેટી છે તેમના માટે આનંદના સમાચાર છે. 'ઈન્સ્ટિટયૂટ ઓફ પ્રિવેન્ટીવ મેડિસીન'ના સંશોધન મુજબ પાતળી પરમાર કરતાં વળાંકવાળા અંગો ધરાવતી સ્ત્રીઓ લાંબુ જીવે છે. સંશોધન મુજબ પહોળા નિતંબ ધરાવતી સ્ત્રીઓને હૃદયની બીમારી જલ્દી નથી થતી. આકર્ષક દેખાવ આપતા ૪૦ ઈંચ જેટલા નાના નિતંબ ધરાવતી યુવતીને આ રક્ષણ નથી મળતું. આનું કારણ એ છે કે નિતંબની ચરબીમાં સોજા વિરોધી સત્વ મોજૂદ હોય છે. આ સત્વને એડિયોનેકિટન કહેવામાં આવે છે. એડિયોનેકિટન ધમનીમાં થતાં સોજા અને બ્લોકેજને રોકે છે. જો કે પાતળા દેખાવાની ફેશન મેરેલીન મનરો અને સોફિયા લોરેનથી લઈને બિપાશા બાસુ સુધી ઘેલછાની હદે ફેલાયેલી છે. સંશોધકોએ સતત એક વર્ષ સુધી ૩૫ થી ૬૫ વર્ષની વય વચ્ચેના સ્ત્રી-પુરુષો પર તપાસ કરી હતી. આ તપાસમાં તેમણે જે તે વ્યક્તિની ઊંચાઈ મુજબ તેના વજનનું વિશ્લેષણ કર્યું હતું. ૨૦૧૦ના વર્ષ દરમ્યાન કરાયેલી આ તપાસ બાદ પછીના વર્ષે તેમણે આમાંનાં કેટલાં સ્ત્રી-પુરુષોને હૃદયની બીમારી લાગુ પડી હતી અને કેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી તેની તપાસ કરી હતી. આ સંશોધનના તારણ પ્રમાણે નાના નિતંબ ધરાવતી સ્ત્રીઓની સરખામણીમાં મોટા નિતંબ ધરાવતી મહિલાઓમાં મૃત્યુનું પ્રમાણ ૮૭ ટકા ઓછું હતું. આ ઉપરાંત આ મહિલાઓમાં કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ૮૬ ટકા અને કાર્ડોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ ૪૬ ટકા ઓછું જોવા મળ્યું. અગાઉ કરાયેલા અભ્યાસ મુજબ જે સ્ત્રી-પુરુષોના નિતંબ નાના હોય તેમને મધુ પ્રમેહ, હાઈ બ્લડ પ્રેશર અને પિત્તાશયના રોગ થવાની શક્યતા વધારે હોય છે. જો કે સ્થૂળતા વિશે કરાયેલા સંશોધનમાં પહોળા નિતંબ અને સ્વસ્થ હૃદય વચ્ચે કોઈ સંબંધ હોય એવું દર્શાવવામાં આવ્યું નથી.
બીજી તરફ પ્રોફેસર્સે કરેલા અભ્યાસ અનુસાર મોટા નિતંબમાં રહેલી ચરબીથી હૃદયને રક્ષણ મળે છે એવું નથી પરંતુ નિતંબમાં રહેલા સ્નાયુ અને હાડકાંની કમી નુકસાનકારક છે. કારણ કે પેટની આસપાસ રહેલી ચરબીનો પ્રકાર નિતંબમાં રહેલી ચરબી કરતાં જુદો હોય છે. જો નિતંબમાં પુરતા પ્રમાણમાં ચરબી ન હોય તો હૃદયરોગ લાગુ પડવાની શક્યતા વધી જાય છે.
સફરજન જેવું ગોળમટોળ પેટ સ્વસ્થ હોવાની નિશાની નથી. પેટની આસપાસ જમા થયેલી ચરબીથી હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે. જ્યારે જે વ્યક્તિના પેટની આજુબાજુ મેદ જામેલો ન હોય તે વ્યક્તિને હૃદયની બીમારી ઝટ લાગુ પડતી નથી. એક હાર્ટ ફાઉન્ડેશનનું આ સંશોધન અને પ્રોફેસર બેરિટ હિટમેનનું તારણ ડેનમાર્કના તારણને ટેકો આપે છે.
આમ છતાં એક વાત ખૂબ મહત્ત્વની છે. તમારું વજન અને તમારા અંગોપાંગો સપ્રમાણ હોવા જરૃરી છે. તેના માટે યોગ્ય કસરત અને પ્રમાણસરનો આહાર લઈ વ્યક્તિ પાતળી, છતાં સ્વસ્થ રહી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved