Last Update : 10-October-2012, Wednesday

 

બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ

- શરીરના તમામ અંગોના સ્નાયુઓને વારાપરતી તંગ કરીને શીથીલ કરવાથી શરીરમાં નવી ચેતનાનો સંચાર થાય છે. આ સિવાય 'આઇસોમેટ્રીક એક્સરસાઇઝ પણ કરી શકાય છે.

 

 

સવારે ગંમે તેટલા ફ્રેશ ઉઠયા હોઇએ તો પણ ઘણી વાર બપોર પડતા સુધીમાં થાકીને લોથપોથ થઈ જવાય છે. એમાંય બપોરે જમ્યા પછી તો રીતસર ઝોલા આવવા માંડે છે. આંખો ભારે ભારે થવા માંડે છે, પણ ઓફિસ કે કામ પર હોવાથી સુવું કઈ રીતે? અને આમ પણ આરોગ્યની દ્રષ્ટિએ બપોરે સુવું હિતાવહ નથી. કેટલાક લોકો આવી સમસ્યાઓના અવનવા સમાધાનો શોધી કાઢતા હોય છે.
અમદાવાદમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા ૨૩ વર્ષના નિશાંકને બપોરે જમ્યા પછી ખૂબજ ઊંઘ આવતી હતી અને કામ કરવાનો કંટાળો આવતો હતો. બપોરે ઓફિસમાં તેને ખુબજ ઓછું કામ રહેતું હતું. આથી તેને વધારે નિંદર આવવા લાગતી હતી. આ સમસ્યા નિવારવા તેણે એક નવી તરકીબ અજમાવી. તે રિવોલવિંગ ચેર પર બેસીને કામ કરતો હોવાથી તેનુ શરીર કમરના ભાગમાંથી પાછળની તરફ ઝૂકેલું રહેતું હતું. આવી મુદ્રામાં તેને વધુ સુસ્તી ચડતી હતી. આવું ન થાય એટલા માટે તેણે પોતાની બેસવાની શૈલી બદલાવી નાખી. તે જમ્યા પછી ખુરશી પર ટટ્ટાર બેસવા લાગ્યો. આ ઉપરાંત બપોરે તે તેને વધુ ગમતું તથા પ્રોત્સાહન મળે એવું કામ કરવા લાગ્યો તેના કારણે તેની સુસ્તી ઉડં છુ થઈ જવા લાગી.
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની સુશ્રુષા બપોરની નિંદર ટાળવા માટે બપોરે વાંચવાનું હંમેશા ટાળે છે. કારણ કે વાંચવા દરમિયાન ક્યારે ઝોલા આવવા માંડે એ નક્કી રહેતું નથી. આથી તે એવું કામ કરવાને બદલે બપોરે ગેમ્સ રમવાનું અથવા તો ઘરનું પરચુરણ કામ કરે છે. આથી ટાઇમ પાસ પણ થઈ જાય છે અને તાજા પણ થઈ જવાય છે.
નવરંગપુરામાં યોગાના ક્લાસીઝ ચલાવતા મીનાક્ષી બેન કહે છે કે 'બપોરે શરીર ઢીલું-ઢીલું લાગતું હોય તો એક જગ્યાએ પાંચ મિનિટ સુધી શાંતિથી બેસીને શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ અને ઊંડા શ્વાસ ખેંચવા જોઇએ. આમ કરવાથી મગજને પૂરો ઓક્સિજન મળવા લાગે છે અને તે ફરીથી નવી ઊર્જા સાથે કાર્યરત બની જાય છે. આ સિવાય 'આઇસોમેટ્રીક એક્સરસાઇઝ' પણ કરી શકાય છે. શરીરના તમામ અંગોના સ્નાયુંઓને વારાફરતી તંગ કરીને શીથીલ કરવાથી શરીરમાં નવી ચેતનાનો સંચાર થાય છે.'
શાહપુરમાં દુકાન ધરાવતા વ્રજેશભાઈ કહે છે કે 'હું બપોરે દુકાને હોઉ છું. આથી ત્યાં ઉંઘવું મુશ્કેલ છે. બપોરે જમ્યા પછી ઝોકા ચડે તો હું મિત્રોને ફોન કરીને તેમની સાથે વાતચીત કરું છું. ક્યારેક વેપારીઓ સાથે પણ ચર્ચા કરી લઉ છું.'
અમદાવાદમાં માનવ મંદીર પાસે આવેલા હિમાલયા શોપિંગ મોલમાં ફ્લોર મેનેજર તરીકે નોકરી કરતા એક યુવકે કહ્યું હતું કે 'બપોર જમ્યા પછી તાજગી જળવાઈ રહે એ માટે હું એક જગ્યાએ બેસી રહેવાને બદલે ધીમે ધીમે ચક્કર લગાવતો રહું છું. હાથ પગનું હલન-ચલન થવાને લીધે રક્ત પરિભ્રમણ વધી જાય છે અને આળસ દૂર થઈ જાય છે.'
ડાયટીશ્યન રોયોમાન કાચવાલા જણાવે છે કે 'બપોરે ઊંઘ ન આવે એ માટે ઓટ સાથે દહીં ખાવું જોઇએ અથવા ડાર્ક ચોકલેટ આરોગવી જોઇએ. આ સિવાય બપોર પછી કોફી પીવાને બદલે હર્બલ ટી પીવી જોઇએ. બપોરે કાર્બોહાઇડ્રેટ્સને બદલે પ્રોટીન અને ફાઇબરયુક્ત આહાર વધુ લેવો જોઇએ. કાર્બોહાઇડ્રેટ્સ શરૃઆતમાં તાજગીવર્ધક લાગશે, પરંતુ થોડી વારમાં તે તરત જ સુસ્તી વધારવા માંડે છે. પ્રોટીન અને રેસાયુક્ત આહાર દિવસભર શરીરને તાજગી આપે છે. ઉઘ આવે ત્યારે મગને બીજી દિશા તરફ લઇ જવું વધારે સારુ રહેશે કારણ કે વિચારો થકી ઉઘની ગતિ વધી જાય છે. આ ઉપરાંત ધ્યાન થકી તમારા શરીરને ફ્રેશ કરી શકાય છે. ઉઘને કાબુમાં રાખવાનો અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જેમાં ખોરાકથી લઇને શરીરની એક્સસાઇઝ વગેરે જેવી બાબતોને આવરી લેવામાં આવે છે. આમ સારા કામની અપેક્ષા રાખતા હોવ અને ઉઘથી પરેશાન હોવ તો આ પ્રકારના પ્રયોગ કરવા વધારે ફાયદાકારક નિવડી શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved