Last Update : 10-October-2012, Wednesday

 

ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના

- ૨૦૧૦ના વર્ષમાં વાઘની પ્રિન્ટ ફુલ ફોર્મમાં હતી. ૨૦૧૨માં જીરાફથી પ્રેરણા મેળવી બનાવેલા વસ્ત્રોએ ફેશન રસિયાઓનું મન મોહી લીધુ છે

 

 

૨૦૧૨ની શરૃઆતથી જ એનિમલ પ્રિન્ટની ફેશને જોર પકડયું છે. દરેક ફેશન ડિઝાઇનરોનો એનિમલ પ્રિન્ટ પ્રત્યે વધુ લગાવ આંખે વળગીને ઉડીને વળગે છે. શરૃઆતના વર્ષોમાં અજગર અને કોબ્રાના શરીર જેવી પ્રિન્ટોના કપડા વિશેષ પ્રમાણમાં જોવા મળતા હતા તો મધ્યના વર્ષો દરમિયાન બિલાડીના વંશના પ્રાણીઓ એટલે બિલાડી, ચિત્તા, દીપડા જેવા પ્રાણીના શરીર પરના ચટાપટા પરથી પ્રેરણા મેળવીને ડિઝાઇનરોએ નવા નવા વસ્ત્રોની શ્રેણી બજારમાં મૂકી હતી તો ૨૦૧૦ના વર્ષમાં વાઘની પ્રિન્ટ ફુલ ફોર્મમાં હતી. હવે ૨૦૧૨માં જીરાફના ચટાપટા પરથી પ્રેરણા મેળવી બનાવેલા વસ્ત્રોએ ફેશન રસિયાઓનું મન મોહી લીધુ છે.
જો કે દાયકા પૂર્વે દાલમેશિયનની બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટીઓએ ફેશન બજારમાં ખાસ્સું એવું આકર્ષણ જગાડયું હતું પરંતુ આ પ્રિન્ટો નાજૂક નમણી રમણીઓ પૂરતી સીમિત હતી. પરંતુ આ વર્ષની ઝેબ્રા પ્રિન્ટ સ્ત્રી-પુરુષ બન્નેમાં લોકપ્રિય બની છે. મોટા મોટા ફેશન હાઉસો આ વર્ષે જીરાફના ચટાપટા પર જ પોતાની ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અરે, તમને નવાઇ લાગસે કે ટીવી પર પણ ઝેબ્રા પ્રિન્ટે પોતાની અસર જમાવી છે. ટોપી, શર્ટ, સ્વિમ કેપ, ડ્રેસ જે જોઇએ તે વસ્તુ તમને ઝેબ્રા પ્રિન્ટની મળી આવશે. મુંબઇમાં ફાઉન્ટન અને વાંદ્રા ખાતે આવેલી ફેશન સ્ટ્રીટ ઝેબ્રા પ્રિન્ટના વસ્ત્રો તેમ જ એસેસરીસથી ઉભરાય છે. કાનમાં પહેરવાના જીરાફના ચટાપટાવાળી બુટ્ટીઓ વાળમાં નાખવાના બક્કલો, કમ્મરપટ્ટો જેવી વસ્તુઓ લેવા માટે અહીં યુવતીઓનો મેળો જામે છે. આજના યુવાનીયાઓ ઝેબ્રા પ્રિન્ટને સેક્સીમાં ખપાવે છે.
જો કે વિદેશના પ્રમાણમાં આપણા દેશમાં આ ઘેલછા ઓછા પ્રમાણમાં છે પરંતુ ધીરે ધીરે આ ગાંડપણ ભારતમાં પણ માઝા મૂકશે એવો મત ફેશન ડિઝાઇનરો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે તો રેનવેર નિર્માતાઓ પણ જીરાફના પ્રેમમાં પડી ગયા હોય એવું લાગે છે.
આમ પણ કાળું-ધોળું કોમ્બિનેશન લોકોમાં વધુ માનીતું છે અને ઝેબ્રા પ્રિન્ટ વસ્ત્રોમાં એક પ્રકારની નાટકિયતા અને સ્ટાઇલ ઉત્પન્ન કરે છે જેને કારણે સામાન્ય રેનવેર પહેરીને કંટાળી ગયેલા લોકો માટે આ રેનવેર એક નવું આકર્ષણ ઉત્પન્ન કરે છે.
ડિઝાઇનરો માને છે કે ઝેબ્રા પ્રિન્ટ અન્ય પ્રિન્ટથી અલગ જ તરી આવે છે. ઝેબ્રા પ્રિન્ટમાં રહેલી ''વાઇલ્ડનેસ'' પ્રત્યે ડિઝાઇનરો વધુ આકર્ષાયા છે એમ કહી શકાય.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved