Last Update : 10-October-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

અવિશ્વાસની દરખાસ્ત મમતા માટે મોટો જુગાર
નવી દિલ્હી, તા. ૯
એફડીઆઈ મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચી લેનાર તૃણમૂલના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા આપેલી ધમકીથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે.
દીદીના સ્વભાવને જાણનારા રાજકીય પંડિતો માને છે કે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત સફળ થાય તો મધ્યસત્ર ચૂંટણી આવે તે માટે કોઈ રાજકીય પક્ષ તૈયાર નથી અને અવિશ્વાસની દરખાસ્ત સફળ ન થાય તો દીદી માટે મોટી પછડાટ ગણાય અને દીદી વધુ ધૂંધવાય. ખરેખર તો મમતાએ વિરોધ પ્રદર્શિત કરવાનો બીજો માર્ગ લેવો જોઈએ પરંતુ રાજકારણમાં અવિશ્વાસની દરખાસ્તથી મોટું કોઈ શસ્ત્ર નથી. નિષ્ણાતોના મતે આ શસ્ત્ર જવલ્લે જ ઉપયોગમાં લેવું જોઈએ. એફડીઆઈ કોઈ એવો મુદ્દો નથી કે જેને માટે આવું મોટું પગલું લેવું જોઈએ.
માયાવતીનું સસ્પેન્સ
આજના સમાચારમાં માયાવતી કેન્દ્રમાં રહ્યાં. લખનૌમાં વિરાટ એફડીઆઈ વિરોધ સંકલ્પ રેલી યોજીને તેમણે સરકારને આપેલા ટેકા અંગે આવતીકાલે નિર્ણય લેવાની જાહેરાત કરી સસ્પેન્સ ઊભું કર્યું છે. સાથેસાથે તેમના વક્તવ્યમાં થોડી ગૂંચવણના સંકેત પણ હતાં. તેમણે યુપીએ તેમજ એનડીએ પર પ્રહાર કરતી વેળાએ જણાવ્યું કે જો એફડીઆઈથી ખેડૂતોને લાભ થશે તો તેઓ તે મુદ્દે ફેરવિચારણા કરશે. આ નિવેદનથી યુપીએને મોટી નિરાંત થઈ. બસપના સૂત્રે કહે છે કે માયાવતીએ વહેલી ચૂંટણીનાં સંકેત આપ્યા હોવા છતાં તેમની નજર ઉત્તરપ્રદેશની હવે પછીની ચૂંટમઈ પર છે અને એટલે જ તેમણે અખિલેશ યાદવની સરકારની ભારોભાર ટિકા કરવાની તક ગુમાવી નહીં.
ભાજપે પણ ઘણી ચોખવટ કરવાની છે
તૃણમૂલના નેતા મમતા બેનરજી અવિશ્વાસની દરખાસ્ત લાવે તો તેને ભાજપ ટેકો આપશે તેવા સમાચારોએ પણ જાણકારોમાં આશ્ચર્ય સર્જ્યું છે. અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત ભાજપના પ્રમુખ ગડકરીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કરી હતી. પરંતુ ગૂંચવણની વાત એ છે કે શરૃઆતથી જ ભાજપ એફડીઆઈ મુદ્દે અસ્પષ્ટ સંકેતો આપે છે. શરૃઆતમાં તેના સાથી અકાલીદળે એફડીઆઈને સમર્થન આપ્યું હતું. રાજકીય નિષ્ણાતો કહે છે કે ભાજપના જ કેટલાક નેતાઓ વેલી ચૂંટણી ઈચ્છતાં નથી. વહેલી ચૂંટણી માટે પક્ષે વધુ તૈયારી કરવી પડે તેવું જણાય છે.
અવલોકનકારી કહે છે કે મધ્યસત્ર ચૂંટણી મજાક નથી. આર્થિક સંકડામણના સમયમાં પ્રજા પર ચૂંટણીના બોજા જેવા અનેક પ્રભાવ પડે.
સરકારનું વહાણ તરી જશે
મમતાની અવિશ્વાસની દરખાસ્તને ભાજેપ ટેકો જાહેર કરતાં કેન્દ્ર સરકાર થોડી ઊંચીનીચી થઈ ગઈ છે પરંતુ સાથે સાથે ગમે તે રીતે બચી જશે તેવા સંકેત પણ આવ્યા છે. લોકસભામાં તૃણમૂલ અને ભાજપના ૧૩૩ સાંસદો છે. બસપાએ તેના પાનાં ખોલ્યાં નથી. ડાબેરીઓએ મમતાને ટેકો જાહેર કર્યો છે. પરંતુ યુપીએની નેતાગીરી પોતે સમાજવાદી પક્ષના સહારે તરી જશે તેવો વિશ્વાસ ધરાવે છે. જો કે તેમને સાથી ડીએમકે મુદ્દે ચિંતા છે. પરંતુ ડીએમકે અવિશ્વાસના ઠરાવ મુદ્દે તૃણમૂલ અને ભાજપ સાથે હાથ મિલાવે કે કેમ તેમાં શંકા છે.
સૌથી મોટો રાજકારણી કોણ ?
આવતીકાલે કેજરીવાલે રોબર્ટ વાઢેરા ઉપરાંત બીજા એક માંધાતા વિરૃદ્ધ આક્ષેપો રજુ કરવાની જાહેરાત કરી છે. સૌની નજર કેજરીવાલ પર છે. કેજરીવાલનું બીજું નિશાન કોઈ મોટો રાજકારણી છે. પરંતુ ક્યા પક્ષનો છે તે અંગે રહસ્ય છે. પરંતુ આવતીકાલે કેજરીવાલ નવો વિવાદ ઊભો કરશે પરંતુ ચારે તરફ સંઘર્ષ કરી રહેરી કેજરીવાલની ટીમ આ દબાણ સામે ટકી શકશે. દિલ્હીમાં વીજબિલ અંગે વિવાદ, વાઢેરા અને પ્રિયંકાનો વિવાદ અને હવે એક પ્રશ્ન એ છેકે ટીમ અન્ના સોશિયલ મિડિયા અને માહિતી અધિકારના આધારે આટલા બધા મોરચે ટકી શકશે ખરી ?
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved