Last Update : 10-October-2012, Wednesday

 
 

સ્ટિંગ ઓપરેશન બાદ અમ્પાયરની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ
આઇસીસી અમ્પાયરો સામેના ફિક્સિંગના આરોપોની તપાસ કરશે

અમ્પાયરો બે-રોકટોક સ્ટેડિયમમાં ફોનનો ઉપયોગ કરતાં હોય છે
એન્ટી કરપ્શન યુનિટે હવે અમ્પાયરો પર પણ નજર રાખવાની જરૃર

 

નવી દિલ્હી,તા.૯
શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અમ્પાયરો નાણાં કમાવા માટે ફિક્સિંગ કરવા માટે તૈયાર હોવાના ચોંકાવનારા સ્ટિંગ ઓપરેશન બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના અધિકારીઓ સફાળા જાગ્યા છે. આઇસીસીએ આ મામલે તાકીદની બેઠક બાદ આ મામલે તત્કાળ તપાસ શરૃ કરી દીધી છે અને આ મામલે તેઓ સ્ટિંગ ઓપરેશન કરનારી ભારતીય ન્યૂઝ ચેનલની મદદ પણ લઇ રહ્યા છે. મેચ ફિક્સિંગમાં ક્રિકેટરો બાદ હવે અમ્પાયરોની સંડોવણી પણ પ્રકાશમાં આવતા જેન્ટલમેન્સ ગેમની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. જો કે આઇસીસીએ યોગ્ય તપાસ બાદ દોષીઓ સામે કડક પગલાં ભરવાની જાહેરાત કરી છે.
ભારતીય ન્યૂઝ ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં શ્રીલંકાના ગામિની દિશાનાયકે, મૌરીસ વિન્સ્ટોન અને સગારા ગલાગે, પાકિસ્તાનના નદીમ ઘોરી અને અનીસ સિદ્દિકી તેમજ બાંગ્લાદેશના નાદીર શાહ ફિક્સિંગ માટે તૈયાર થઇ ગયા હતા.
ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનના પ્રસારણ બાદ ક્રિકેટ વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો અને આઇસીસીએ આ માટે તાકીદની બેઠક બોલાવવી પડી હતી.
આઇસીસીએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતુ કે, જે છ અમ્પાયરો સ્ટિંગ ઓપરેશનમાં પકડાયા છે, તેમાંથી કોઇને પણ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં મેદાન પરની ફરજ સોંપવામાં આવી નથી. જેના કારણે તેઓ હાલના ટી-૨૦ વર્લ્ડ કપમાં કોઇ પ્રભાવ પાડી શક્યા નથી. અમે આ અંગે તપાસ કરવા માટે સ્ટિંગ ઓપરેશનની સીડી પણ માંગી છે.
આઇસીસીએ તેની યાદીમાં એમ પણ ઊમેર્યું કે, ક્રિકેટમાં કોઇ પણ પ્રકારના કરપ્શનને અમે ચલાવી લેવાના નથી.
અમે આ મામલે પણ અત્યંત કડક છીએ અને આ દૂષણને ફેલાવનાર કોઇ ક્રિકેટર હોય કે પછી ઓફિસિઅલને અમે છોડીશું નથી, તેની સામે ગંભીર પગલાં લઇશું. આઇસીસીએ તાકીદે તપાસ આંરભી દીધી છે પણ તેની સામે ક્રિકેટની શાખ બચાવવાનો મોટો પડકાર છે.
એક તરફ ક્રિકેટરોનું મેચ ફિક્સિંગ પ્રકાશમાં આવ્યા બાદ ક્રિકેટની રમતને મોટો ફટકો પહોંચ્યો હતો, જે પછી હવે આ સ્ટિંગ ઓપરેશન બાદ અમ્પાયરો સામે પણ આંગળી ચિંધાય તે સ્વાભાવિક છે.
આવી પરિસ્થિતીમાં ક્રિકેટ ચાહકોમાં ફરી કેવી રીતે વિશ્વસનીય વાતાવરણ ઊભુ કરવું તે આઇસીસીએ જોવાનું રહેશે. વધુમાં આ સ્ટિંગ ઓપરેશનને કારણે આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું છે.
આઇસીસી તેના એન્ટી કરપ્શન યુનિટ પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરતું રહે છે. જો કે આ એન્ટી કરપ્શન યુનિટે હજુ કોઇ નક્કર કામગીરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું નથી. નાણાં લઇને નો-બોલ નાંખવા અંગેના સ્ટિંગ ઓપરેશનથી લઇને અમ્પાયરો દ્વારા કરવામાં આવતા ફિક્સિંગના મામલે ક્યાંય એન્ટી કરપ્શન યુનિટની કામગીરી જોવા મળતી નથી. સ્ટિંગ ઓપરેશનમાં એક અમ્પાયર સ્ટેડિયમમાં જ્યાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોય છે ત્યાંથી ફોન પર વાત કરતાં હોવાનું દેખાય છે. એક તરફ ક્રિકેટરો પર કડક રીતે એન્ટી કરપ્શન યુનિટની આચારસંહિતાનો અમલ કરવામાં આવતો હોય છે.
જ્યારે બીજી તરફ અમ્પાયરો બિન્ધાસ રીતે બે-રોટકોટ પોતાના મોબાઇલનો ઉપયોગ કરતાં હોય છે આવી સ્થિતીમાં હવે એન્ટી કરપ્શન યુનિટે ક્રિકેટરોની સાથે સાથે અમ્પાયરો પર પણ નજર રાખવી જોઇએ તેવી ચર્ચા પણ શરૃ થઇ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved