Last Update : 10-October-2012, Wednesday

 

શાંતિભૂષણના મત પ્રમાણે
વાઢેરા સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા માટેનો ઉત્તમ કેસ

ફાયદા વગર ડીએલએફ વાઢેરાને મદદ ન કરે ઃ હોસ્પિટલની જમીન SEZ માટે આપી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૯
અરવિદં કેજરીવાલે આજે રોબર્ટ વાઢેરા અને ડીએલએફ કંપની વિરુદ્ધ વધુ પુરાવાઓ હોવાનો દાવો કર્યો હતોે. તેમણે આજે વાઢેરા અને ડીએલએફ વચ્ચેની સાંઠગાંઠની તપાસ સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે ડીએલએફ કંપનીને હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલા લાભો અંગે શ્વેતપત્ર જારી કરવાની માંગ કરી હતી. કેજરીવાલે હરિયાણા સરકારને ડીએલએફની એજન્ટ ગણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે ડીએલએફ કોઇ ફાયદા વગર વાઢેરાને કરોડોનો લાભ શું કામ આપે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલની જમીન ડીએલએફને આપવાનો હરિયાણાનો નિર્ણય હાઇકોર્ટે પણ ફગાવ્યો હતો. વાઢેરા અને ડીએલએફ વચ્ચે સાંઠગાઠ હોવાના પોતાના અગાઉના આરોપોના સંદર્ભમાં કેજરીવાલે આજે જણાવ્યું હતું કે તે આ સંદર્ભમાં વધુ પુરાવાઓ આપી શકે છે. કેજરીવાલે જણાવ્યું હતું કે પ્રથમ નજરે વાઢેરા વિરુદ્ધ મજબૂત પુરાવાઓ છે. અમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત્ ન્યાયમૂર્તિઓની બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા સ્વતંત્ર તપાસની માંગ કરીએ છીએ. વાઢેરા વિરુદ્ધ તાત્કાલિક એફઆઇઆર દાખલ થવી જોઇએ.
રેવન્યુ સર્વિસનાં પૂર્વ અધિકારી કેજરીવાલે દાવો કર્યો હતો કે વાઢેરાના મકાન અનેે ઓફિસ પર દરોડા પાડવા માટે આવકવેરા વિભાગ પાસે પૂરતા કારણો છે પરંતુ દેશના નાણા પ્રધાન પોતે જ જણાવતા હોય કે વાઢેરાના હિસાબો સ્વચ્છ છે તો કોણ તેમની વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત કરી શકે?
જો કે કેજરીવાલના આ નિવેદન અંગે વાઢેરા દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. કોંગ્રેસ પ્રવક્તા રાશીદ અલવીએ રોબર્ટ વાઢેરા વિરુદ્ધ આજે મૂકવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં અને જણાવ્યું હતું કે કેજરીવાલ પાસે આ સંદર્ભમાં કોઇ પુરાવા ઉપલબ્ધ નથી.
અલવીએ કેજરીવાલનેે આ સંદર્ભમાં કાયદાકીય કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો. કોર્પોરેટ બાબતોના પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ આ આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે જમીન સોદાઓની ચકાસણી કરવામાં આવતા કોઇ ગંભીર ખામી જોવા મળી નથી.
જો કે વકીલ શાંતિભૂષણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અટકાવા માટેના કાયદાની કલમ ૯ અને પુરાવા કાયદાની કલમ ૧૧૪ હેઠળ મજબૂત કેસ બને છે.

વાઢેરાસામેના આરોપોની તપાસ માટે જાહેર હિતની અરજી
(પી.ટી.આઇ.) લખનૌ, તા. ૯
રોબર્ટ વાઢેરા સામે કેજરીવાલે કરેલા આક્ષેપોમાં તપાસ કરવાની માગણી કરતી જાહેર હિતની અરજી અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચ સમક્ષ દાખલ થઇ છે.
આ અરજી સામાજિક કાર્યકર હોવાનો દાવો કરતા નૂતન ઠાકુરે દાખલ કરી છે. તેમણે વાઢેરા અને ડીએલએફ વચ્ચેના નાણાંકીય વ્યવહારો અંગેના આરોપોની તપાસ માટે વડાપ્રધાન મનમોહનસિંહના સચિવ આદેશ આપે તેવી માગણી કરી છે.

કેજરીવાલે મૂકેલા નવા આક્ષેપો
- હરિયાણાની સરકાર વાઢેરા માટે ડીએલએફના એજન્ટ તરીકે કાર્ય કરી રહી હતી અને ડીએલએફને લાભ પહોંચાડવા માટે તેણે તમામ નિયમોનો ભંગ કર્યો હતો.
- વાઢેરાએ ૨૦૦૮માં ડીએલએફ સેઝ હોલ્ડીંગનો ૫૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો પરંતુ કોઇ કારણસર ૨૦૦૯માં આ હિસ્સો ડીએલએફને પરત કરી દીધો હતો.
- બે કન્ટ્રકશન કંપનીઓની હરાજી રદ કરીને ૩૫૦ એકરની સરકારી જમીન ડીએલએફને આપવામાં આવી હતી.
- કેજરીવાલે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના એ ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં હોસ્પિટલ બનાવવા માટે ફાળવવામાં આવેલ જમીન પર ડીએલએફના સેઝને મંજુરી આપવાના નિર્ણયને અયોગ્ય ઠેરવાયેલો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved