Last Update : 10-October-2012, Wednesday

 

દિલ્હીમાં વિક્રમજનક સોદો
ટોરેન્ટે દિલ્હીમાં અમેરિકી એમ્બેસી નજીક ૧૧૧ કરોડનો બંગલો ખરીદ્યો

આ વિસ્તારમાં સુનીલ ભારતી મિત્તલ, નવીન જિંદાલ, ભૂષણ સ્ટીલના સંજય સિંઘલ, ડીએલએફના કે.પી. સિંહ પડોશી

નવી દિલ્હી, તા. ૯
અમદાવાદના પાવર અને ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટે દિલ્હીના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ જયા વસે છે તેવી જગ્યાએ ચોરસવાર દીઠ રૃ. ૧૦ લાખના ભાવે બંગલો ખરીદીને શહેરના રિયલ એસ્ટેટના સોદાઓમાં નવો વિક્રમ સર્જ્યો છે. આ બંગલો ચાણકયપુરીમાં ધર્મ માર્ગ પર આવેલો છે. અમેરિકન દુતાવાસ નજીક ૧૧૧૨.૪ ચો. વારના પ્લોટમાં આ બંગલો આવેલો છે અને ટોરેન્ટ ગૃપની કંપની ટોરેન્ટ પાવર અને ટોરેન્ટ ફાર્માના નામથી ખરીદાયો છે. આ ડીલ રૃ. ૧૧૧ કરોડમાં થઇ છે.
તાજેતરના સમયમાં સેન્ટ્રલ દિલ્હીમાં ગોલ્ફ લિન્ક, શાંતિ નિકેતન જેવા વિસ્તારમાં ચોરસ વાર દીઠ રૃ. આઠથી સાડા આઠ લાખના ભાવથી સોદા થયા છે. દિલ્હીના બુટિયન બંગલો જોન્સના પોશ વિસ્તારમાં આ સૌથી મોંઘી ડીલ ગણાય છે.
સરકારી કલાર્કમાંથી સેન્ડોઝ કંપનીના એમઆર બનેલા યુએન મહેતાએ ૧૯૫૯માં ટોરેન્ટની સ્થાપના કરી હતી. હાલ આ ગૃપ સુધીર મહેતા અને સમીર મહેતા - બે ભાઈઓ સંભાળે છે. અદાણી ગૃપે ગોલ્ફ લીન્ક પાસે રૃ. ૧૪૦ કરોડમાં બંગલો ખરીદયા બાદ નવી દિલ્હીમાં ગુજરાતી ઉદ્યોગપતિની આ બીજી ડીલ છે. મોનેટ ઇસ્પાત એન્ડ એનર્જીના માલિક સંદીપ જાજોડિયાએ શાંતિનિકેતનમાં બુટિયન જોન્સની બહાર પોતાન ાઅંગત વપરાશ માટે હમણાં રૃ. ૧૭૦ કરોડનો બંગલો ખરીદયો છે.
આખા દેશમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ખાસ સોદા થતા નથી, લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, તેવામાં અતિ ધનાઢય વર્ગમાં કોઇ મંદી દેખાતી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે પોશ વિસ્તારમાં સારી પ્રોપર્ટી ઓછી હોવાથી ધનાઢય વર્ગને ભાવનો મુદ્દો ક્યારેય સ્પર્શતો નથી.
ટોરેન્ટ ગૃપે થોડા સપ્તાહ પહેલા આ સોદો પાર પાડયો છે. સપ્ટેમ્બરમાં આ બંગલો ટોરેન્ટ ફાર્મા અને ટોરેન્ટ પાવરના સંયુકત નામે રજિસ્ટર કરાવાયો છે.
દિલ્હીના બિલ્ડિંગ બાય લોઝ પ્રમાણે આ પ્લોટમાં ૧.૫ના રેશિયોમાં ફલોર એરિયા મળે છે. આથી ટોરેન્ટ ગૃપ આ પ્લોટ પર ૧૫૦૦૦ ચો. ફીટનું બાંધકામ કરી શકે. આ પ્લોટ બુટિયન ઝોન્સને અડીને બહારની સાઇડ પર આવેલો છે. સાધન સંપન્ન બિઝનેસ મેન, રાજકારણીઓ આ વિસ્તારમાં રૃ. ૧૦૦ કરોડથી વધુની કિંમતવાળી પ્રોપર્ટી ખરીદતા હોય છે. આ વિસ્તારમાં નવીન જિંદાલે માનસિંહ રોડ પર રૃ. ૧૫૦ કરોડમાં બંગલો ખરીદયો છે. તેમના પડોશીઓમાં સુનીલ મિત્તલ, ભૂષણ સ્ટીલના સંજય સિંઘલ અને ડીએલએફના ચેરમેન કે.પી. સિંઘનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રૃપિયામાં ૨૦૧૨નો બીજા ક્રમાંકનો સૌથી મોટો કડાકો બોલાયો
રોબર્ટ વાઢેરા પ્રકરણ ઃ કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દે DLF તૂટયો

કર્ણાટકે તમિલનાડુને કાવેરીમાંથી ૯૦૦૦ ક્યુસેક પાણી આપવું જ પડશે

ગેસના બાટલા પર નિયંત્રણથી મધ્યાહ્ન ભોજન યોજનાને ફટકો
૨૦૦૦થી વધુ નિષ્ક્રિય શેરોમાં કામકાજ સામે ચેતવણી
આઇસીસીની ટી-૨૦ વર્લ્ડ ટીમમાં ભારતમાંથી કોહલીને જ સ્થાન

વેસ્ટ ઇંડિઝ ટીમવર્કથી ચેમ્પિયન બન્યું ઃ શ્રીલંકા માટે દુઃખ થાય

સતત નિષ્ફળતાના પગલે ભારત ત્રણ ફોરમેટમાં ત્રણ કેપ્ટન રાખે તેવી શકયતા
રિલાયન્સ પાછળ ઓઈલ-ગેસ, રીયાલ્ટી, પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્ષ ૨૨૯ પોઈન્ટ ઘટીને ૧૮૭૦૯
ડોલરમાં તેેજી આવતાં સોનાના ભાવો આંચકા પચાવી ફરી ઉંચકાયા
છેલ્લા ત્રણ વર્ષમાં FDI કરતાં NRIના નાણાંનો પ્રવાહ વધુ

એકધારા રિડમ્પશન બાદ ફંડ ક્ષેત્રે ઠલવાયેલું ૧.૫ લાખ કરોડનું રોકાણ

જીવન વીમા કંપનીઓને ફટકારાયેલી અધધ.. રૃ.૩૦૦ કરોડની નોટિસો
દુલીપ ટ્રોફી ઃ નોર્થ ઝોનના ૪૮૪ સામે વેસ્ટ ઝોન ૧૬૪ રનમાં ખખડયું

શ્રીલંકા-પાકિસ્તાનની મેચ માટેની પીચ આંતરરાષ્ટ્રીય સ્તરની નહતી

 
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved